अथ त्राटकम् ।
निरीक्षेन्निश्चलदृशा सूक्ष्मलक्ष्यं समाहितः ।
अश्रुसम्पातपर्यन्तमाचार्यैस्त्राटकं स्मृतम् ॥३१॥
मोचनं नेत्ररोगाणां तन्दाद्रीणां कपाटकम् ।
यत्नतस्त्राटकं गोप्यं यथा हाटकपेटकम् ॥३२॥
હઠયોગપ્રદીપિકામાં ત્રાટક વિશે ઉપર પ્રમાણેનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે. જેનો અર્થ સરળ ગુજરાતીમાં એમ કરી શકાય કે અનન્ય ચિત્તથી નિશ્ચલ દૃષ્ટિ વડે સૂક્ષ્મ લક્ષ્યને અશ્રુપાત થાય ત્યાં સુધી, એટલે કે આંખમાંથી આંસુ નીકળે ત્યાં સુધી નિરીક્ષણ કરવું તે ક્રિયા એટલે ત્રાટક.
ત્રાટકની પ્રક્રિયા
આપણે હમણાં જ અર્થઘટન કર્યું કે એકાગ્ર ચિત્તથી દૃષ્ટિને સ્થિર કરીને સૂક્ષ્મ લક્ષ્ય પદાર્થને એકધારું જોયા કરવું એ ત્રાટક. તો એ સૂક્ષ્મ લક્ષ્ય વસ્તુ અથવા પદાર્થ કયો ? એના ઉત્તરમાં કહી શકાય કે કોઈ નજદીકનું બિંદુ, સૂર્ય સિવાયનો કોઈ પણ પ્રકાશિત બાહ્ય પદાર્થ જેમ કે દીવો કે એની અચળ જ્યોત, આકાશમાં પ્રકાશિત ચંદ્ર કે કોઈ તેજસ્વી તારો, ઓમકાર જેવું કોઈ પ્રતિક કે ચિન્હ, ઈષ્ટ દેવની નાની સરખી પ્રતિમા અથવા પ્રતિમાનો આંખ કે ભ્રમરની મધ્યનો ભાગ, કે પછી પોતાના જ નાકનું ટેરવું કે બે બ્રમરની મધ્યનો પ્રદેશ. દૃષ્ટિને ક્યાં કેન્દ્રિત કરવી એનો આધાર સાધકની રુચિ અને અનુકૂળતા પર આધાર રાખે છે.
ત્રાટક કરવાની રીત આ પ્રમાણે છે - અનુકૂળ હોય તેવા કોઈ પણ આસન પર બેસો અને પોતે નક્કી કરેલા પ્રતિક, પદાર્થ કે ચિન્હ પર દૃષ્ટિ સ્થિર કરો. આંખ પલકાર્યા વગર, સહજ રીતે દૃષ્ટિને અચળ કે સ્થિર રાખીને આંખમાં પાણી આવે ત્યાં સુધી એકીટશે જુઓ. જ્યારે આંખમાં પાણી આવવા લાગે, કે એમ થવાની શરૂઆત થાય એટલે આંખો બંધ કરી આંખોને આરામ આપો. આંખોને ઠંડા પાણીથી ધોઈ નાખો. એકાગ્રતાની વાત કરીએ તો ત્રાટકની ક્રિયા ધ્યાનની ક્રિયાને મળતી આવે છે.
અભ્યાસનો સમય
ત્રાટકનો અભ્યાસ ધીમે ધીમે વધારીને વધુમાં વધુ એક કલાક સુધી કરી શકાય છે. બે ભ્રમરની મધ્યમાં ત્રાટક કરવાથી શરૂઆતમાં આંખના પલકારા વધી માથામાં દર્દ થવાનો સંભવ રહે છે. પણ થોડા અભ્યાસ પછી દૃષ્ટિમાં સ્થિરતા આવી જાય છે. શરૂઆતમાં આંખો બળજબરી પૂર્વક ઉઘાડેલી ન રાખવી. કપાળની બાજુની નાડીઓ ખેંચાવા ન દેવી. આંખમાં આંસુ આવ્યા પછી એક જ દિવસે ફરી વાર ત્રાટક કરવાનો પ્રયાસ ન કરવો. દિવસમાં કેવળ એક જ વાર પ્રાતઃકાળમાં આ ક્રિયા કરવી. બ્રાહ્મમૂહૂર્તનો વખત આ માટે ઉત્તમ છે.
ત્રાટકના પ્રકાર
ઉપનિષદમાં ત્રાટકના વિવિધ ભેદ દર્શાવવામાં આવ્યા છે. જેમ કે આંતર ત્રાટક, મધ્ય ત્રાટક કે બાહ્ય ત્રાટક. પણ એ ભેદનો આધાર કયા પદાર્થ કે વસ્તુ પર દૃષ્ટિને કેન્દ્રિત કરવામાં આવે તે ઉપર રહેલો છે. એનાથી ત્રાટકની પ્રક્રિયામાં ખાસ ભેદ પડતો નથી. સામાન્ય રીતે સૂર્ય સિવાય બાહ્ય પદાર્થમાં દૃષ્ટિ કેન્દ્રિત કરવાના પ્રકારને બાહ્ય ત્રાટક કહેવાય છે અને તે વાયુ પ્રકૃતિવાળા માટે અનુકૂળ છે. જ્યારે મધ્ય ત્રાટક - કે જેમાં દૃષ્ટિને નજદીકના બિંદુ, મૂર્તિ કે દીપ પર સ્થિર કરવામાં આવે છે, તે દોષરહિત નેત્રદૃષ્ટિવાળા, કફ પ્રકૃતિવાળા કે સમપ્રકૃતિવાળા માટે અનુકૂળ છે.
સાવધાની અને કાળજી
ત્રાટકના અભ્યાસ દરમ્યાન સાધકે આહાર વિહારનો સંયમ રાખવો. વળી, ત્રાટકનો અભ્યાસ કરવાથી મસ્તિષ્ક અને નેત્રપ્રદેશની ઉષ્ણતામાં વધારો થાય છે એથી નિયમિત જળનેતિનો આધાર લેવાથી ફાયદો થાય છે. ત્રિફળા કે ગુલાબજળથી આંખો ધોવાથી પણ આંખોને ઠંડક મળી રહે છે. ત્રાટકકર્મ કર્યા પછી તુરત આંખ પર ઠંડુ પાણી છાંટવાથી પણ આંખોનું તેજ વધે છે. ભોજનમાં ખાસ કરીને પિત્તવર્ધક અને કબજિયાત કરનાર પદાર્થો - જેવાં કે આંબલી, મરચાં, અથાણાં, દહીં વગેરે ન ખાવા. રજોગુણ કે તમોગુણ પ્રધાન સાધકોએ આ ક્રિયા ન કરવી સલાહભરી છે.
અનુભવ અને સિદ્ધિ
ત્રાટકના અભ્યાસ દરમ્યાન સાધકોને વિવિધ પ્રકારના અનુભવ થાય છે. જેમાં ભિન્ન ભિન્ન રંગો, વરાળ, અંધકાર, પ્રકાશ, વિવિધ આકૃતિઓ વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે બાહ્ય જે પદાર્થમાં દૃષ્ટિને કેન્દ્રિત કરી હોય તે આંખ બંધ કર્યા પછી પણ ભ્રૂમધ્યમાં સ્થિર રીતે જોઈ શકાય કે ખુલ્લી આંખે ભીંત પર કે અન્ય સમાનરંગી સપાટી પર તે દેખાય અને મનની એકાગ્રતા તથા સ્થિરતા જળવાય તો જાણવું કે ત્રાટકની સિદ્ધિ થઈ છે.
ફાયદા
ત્રાટક કરવાનો મુખ્ય ફાયદો ચિત્તવૃત્તિની સ્થિરતા છે. ત્રાટકથી ન માત્ર દૃષ્ટિ સ્થિર થાય છે પરંતુ મનની ચંચળ વૃત્તિનું શમન થાય છે. મન લક્ષ્ય પદાર્થમાં સ્થિર થાય છે. ચિંતા અને તાણ મટે છે, આંખ પર લોહીનું પરિભ્રમણ સુધરવાથી આંખનું તેજ વધે છે. આળસનો નાશ થાય છે. સાધકનું સંકલ્પબળ મજબૂત બને છે. ભ્રમરમધ્ય અને નાસિકાગ્ર દૃષ્ટિ કેન્દ્રિત કરનાર સાધકો સમયાંતરે એટલી એકાગ્રતા મેળવે છે કે એમની દૃષ્ટિ અચળ થાય છે (ખરેખર તેઆ આંખથી બે-ત્રણ ઈંચ દૂરનું પણ ભાગ્યે જ જોતાં હોય છે) અને તેઓ શરીરનું બાહ્ય ભાન વિસરી જાય છે. મન સંપૂર્ણપણે અંતર્મુખ બને છે. આ રીતના અભ્યાસવાળો સાધક શાંભવી મુદ્રા અને ઉન્મની મુદ્રા સહેલાઈથી કરી શકે છે. સાધક વિચારવિહીન દશાનો અનુભવ કરે છે. ત્રાટકની સાધનામાં આગળ વધેલાં સાધકો અન્યનાં મનની વાતો જાણી શકે છે. તે દૂરની ઘટનાઓ અને પદાર્થોને જોઈ અને જાણી શકે એવી પ્રજ્ઞાવાળો થાય છે.
yogeshwarji (SWARGAROHAN.ORG) માંથી
...પછી દરેક વસ્તુ આપની તરફ ખેંચાઇ આવશે
ત્રાટક સાધના કરવા માટે આપે પોતાની જાતને અમુક દિવસો સુધી નિયમોમાં બાધવી પડશે.
આપ હંમેશા વિચારતા હશો કે કેટલીક વસ્તુઓ જોતા જ આપની તરફ ખેંચાઇ આવે તો કેટલું સારું! પણ બાદમાં તેને કપોળ કલ્પના ગણીને ભૂલી જાવ છો. શું આપ જાણો છો કે આ સંભવ છે? આ વિદ્યાને સિદ્ધ કરી શકાય છે અને તે પણ બહુ સારી રીતે. વિદ્યા સિદ્ધિ બાદ આપ જે કોઇ પણ વસ્તુને જોશો, તે આપની તરફ ખેંચાઇ આવશે, પછી તે મનુષ્ય હોય કે કોઇ પથ્થર.
વાસ્તવમાં આ વિદ્યાને સંમોહન, વશીકરણ જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. સંમોહન, વશીકરણનું જ એક રુપ છે ત્રાટક સાધના. તેના દ્વારા આપણે આપણી આંખો અને મસ્તિષ્કની શક્તિઓને જાગૃત કરીને તેને એટલા પ્રભાવી બનાવી શકીએ છીએ કે માત્ર વિચારવાથી અને જોવાથી જ કોઇપણ વસ્તુ આપણી પાસે ખેંચાઇ આવે છે.
ત્રાટક સાધના કરવા માટે આપે પોતાની જાતને અમુક દિવસો સુધી નિયમોમાં બાધવી પડશે. ત્રાટક સાધના એટલે કોઇ પણ વસ્તુને એકીટશે જોવી. આ સાધના આપ ઊગતા સૂર્ય, સળગતી મીણબત્તી, કોઇ યંત્ર, દીવાલ કે કાગળ પર કરવામાં આવેલા બિંદુમાંથી કોઇને પણ જોઇને કરી શકો છો.
ત્રાટક સાધનામાં રાખવી પડતી સાવધાનીઓ-
- આ સાધના સમયે આપની આસપાસ શાંતિ હોવી જોઇએ. આ સાધનાનો સૌથી ઉત્તમ સમય છે અડધી રાત કે પછી બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારના 3થી 5ની વચ્ચેનો સમય. - રાતે જો ત્રાટક કરવામાં આવે તો સહુથી સારું સાધન મીણબત્તી રહેશે. મીણબત્તીને સળગાવી તેને એ રીતે રાખવી કે તે આપની આંખોની બરાબર સામે રહે.- મીણબત્તીને ઓછામાં ઓછી ચાર ફૂટના અંતરે રાખવી. - પહેલાના ત્રણ-ચાર દિવસ ત્રણથી પાંચ મિનિટ સુધી એકીટસે મીણબત્તીનો સળગતો ભાગ જુઓ. આ દરમિયાન આપની આંખો પલકવી ન જોઇએ. - ધીરે-ધીરે સમય સીમા વધારતા જાવ, આપ અનુભવશો કે થોડા જ દિવસોમાં આપની આંખની ચમક વધી ગઇ છે અને તેમાં આકર્ષણ ઉત્પન્ન થવા લાગ્યું છે.
सौराष्ट्रे सोमनाथंच श्री शैले मल्लिकार्जुनम् | उज्जयिन्यां महाकालमोंकारममलेश्वरम् ||
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीम शंकरम् |सेतुबन्धे तु रामेशं नागेशं दारुका बने ||
वाराणस्या तु वश्वेशं त्र्यम्बकं गौतमी तटे | हिमालये तु केदारं घुशमेशं च शिवालये ||
एतानि ज्योतिर्लिंगानि सायं प्रात: पठेन्नर:| सप्त जन्म कृतं पापं स्मरणेन विनश्यति ||
અનુભવીને- મૂળદાસ
અનુભવીને એકલું આનંદમાં રહેવું રે ;
ભજવાં શ્રી પરિબ્રહ્મ, બીજું કાંઈ ના જોવું રે… અનુભવીને..
વેદ જોયા, કિતાબ જોઈ, સરવ જોઈને જોયું રે;
પણ પ્રભુના નામ વિના, સરવે ખોયું રે… અનુભવીને…
અવર કોઈના આત્માને દુ:ખ ન દેવું રે ;
સુખદુ:ખ જ્યારે આવી પડે, ત્યારે સહીને રહેવું રે… અનુભવીને…
જાપ અજપા જાપ જપે, ત્રણ લોકમાં તેવું રે ;
મૂળદાસ કહે મોહ મદ મૂકી, મહાપદમાં રહેવું રે… અનુભવીને…
મૂળદાસ
જીવનકાળ: 1675- 1779
છુપાવી વેદના અનેક તેથી
હ્રદયનો ભાર વધી જાય છે
નથી કહેવાતુ નથી સહેવાતુ
મન લાચાર બની જાય છે
ખોલુ છુ દિલ જો લોકો પાસે
તો વાત હાંસી બની જાય છે
પણ પ્રભુ તને કહેવાથી
હ્રદય હળવુ બની જાય છે -અજ્ઞાત.
સુર્ય- ॐ जपाकुसुम संकाशं काश्यपेयं महाद्युतिम्, तमोऽरिं सर्व पापघ्नं प्रणतोऽस्मि दिवाकरम्.
ચંદ્ર- दधिशंख तुषाराभं क्षीरोदार्णव संभवम्, नमामि शशिनं सोमं शंभोर्मुकुट भूषणम्.
મંગલ- धरणी गर्भ संभूतं विद्युत्कांति समप्रभ, कुमारं शक्ति हस्तं च मंगलं प्रणामाम्यहम्.
બુધ- प्रियंगुकलिकाश्यामं रुपेणाप्रतिं बुधम्, सौम्यं सौम्यगुणोपेत तं बुधं प्रणामाम्यहम्.
ગુરુ- देवानां च ऋषिणां च गुरुं कांचन सन्निभम्, बुद्धिभूतं त्रिलोकेशं तं नमामि बृहस्पतिम्.
શુક્ર- हिमकुंद मृणालाभं दैत्यनां परं गुरुम्, सर्व शास्त्र प्रवक्तारं भार्गवं प्रणामाम्यहम्.
શની- नीलांजन समाभासं रविपुत्र यमाग्रजम्, छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम्.
રાહુ- अर्धकाय महावीर्यं चंद्रादित्य विमर्दनम्, सिंहिकागर्भ संभूतं तं राहुं प्रणामाम्यहम्.
કેતુ- पलाशपुष्प संकाशं तारकाग्रह मस्तकम् रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणामाम्यहम्.
श्री देवीसूक्त
नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः
नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणताः स्म ताम् -९
रौद्रायै नमो नित्यायै गौर्यै धात्यै नमो नमः
ज्योत्स्नायै चेन्दुरूपिण्यै सुखायै सततं नमः -१०
कल्याण्यै प्रणतां वृद्ध्यै सिद्ध्यै कुर्मो नमो नमः
नैऋत्यै भूभृतां लक्ष्म्यै शर्वाण्यै ते नमो नमः -११
दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिण्यै
ख्यात्यै तथैव कृष्णायै धूम्रायै सततं नमः -१२
अतिसौम्यातिरौद्रायै नतास्तस्यै नमो नमः
नमो जगत्प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नमः -१३
या देवी सर्व भूतेषु विष्णुमायेति शब्दिता
नमस्तस्यै ॥१४॥ नमस्तस्यै ॥१५॥ नमस्तस्यै नमो नमः -१६
या देवी सर्व भूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्ये -१७-१८-१९
या देवी सर्व भूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै -२०-२१-२२
या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै -२३-२४-२५
या देवी सर्व भूतेषु क्षुधारूपेण संस्थिता नमस्तस्यै -२६-२७-२८
या देवी सर्व भूतेषु छायारूपेण संस्थिता नमस्तस्यै -२९-३०-३१
या देवी सर्व भूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै -३२-३३-३४
या देवी सर्व भूतेषु तृष्णारूपेण संस्थिता नमस्तस्यै -३५-३६-३७
या देवी सर्व भूतेषु क्षांतिरूपेण संस्थिता नमस्तस्यै -३८-३९-४०
या देवी सर्व भूतेषु जातिरूपेण संस्थिता नमस्तस्यै -४१-४२-४३
या देवी सर्व भूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै -४४-४५-४६
या देवी सर्व भूतेषु शांतिरूपेण संस्थिता नमस्तस्यै -४७-४८-४९
या देवी सर्व भूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै -५०-५१-५२
या देवी सर्व भूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै -५३-५४-५५
या देवी सर्व भूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै -५६-५७-५८
या देवी सर्व भूतेषु वृत्तिरूपेण संस्थिता नमस्तस्यै -५९-६०-६१
या देवी सर्व भूतेषु स्मृतिरूपेण संस्थिता नमस्तस्यै -६२-६३-६४
या देवी सर्व भूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै -६५-६६-६७
या देवी सर्व भूतेषु तुष्टिरूपेण संस्थिता नमस्तस्यै -६८-६९-७०
या देवी सर्व भूतेषुमातृरूपेण संस्थिता नमस्तस्यै -७१-७२-७३
या देवी सर्व भूतेषु भ्रान्तिरूपेण संस्थिता नमस्तस्यै -७४-७५-७६
इन्द्रियाणामधिष्ठात्री भूतानां चाखिलेषु या
भूतेषु सततं तस्यै व्याप्ति देव्यै नमो नमः -७७
चितिरूपेण या कृत्स्नमेतद् व्याप्य स्थिता जगत्
नमस्तस्यै ॥७७॥ नमस्तस्यै ॥७८॥ नमस्तस्यै नमो नमः -८०
स्तुता सुरैः पूर्वमभीष्टसंश्रयात् तथा सरेन्द्रण दिनेषु सेविता
करोतु सा नः शुभहेतुरीश्वरी शुभानि भद्राण्यभिहन्तु चापदः -८१
या सांप्रतं चौद्धतदैत्यतापितैरस्माभिरीशा च सुरैर्नमस्यते
या च स्मृता तत्क्षणमेव हन्ति नः सर्वापदो भक्तिविनम्रमूर्तिभिः -८२
દત્ત બાવનીજય યોગીશ્વર દત્ત દયાળ ! તું જ એક જગમાં પ્રતિપાળ,અત્રી અનસૂયા કરી નિમિત્ત, પ્રગટ્યો જગકારણ નિશ્ચિત.બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર,અંતર્યામી સત્ત ચિત્ત સુખ, બહાર સદગુરૂ દ્વિભુજ સુમુખ.ઝોળી અન્નપૂર્ણા કર માંહ્ય, શાંતિ કમંડલ કર સોહાય,ક્યાંક ચતુર્ભુજ ષડભુજ સાર, અનંતબાહુ તું નિર્ધાર.આવ્યો શરણે બાળ અજાણ, ઊઠ દિગંબર ચાલ્યા પ્રાણ!સુણી અર્જુન કેરો સાદ, રીઝયો પૂર્ણ તું સાક્ષાત,દીધી રિદ્ધિ સિદ્ધી અપાર, અંતે મુક્તિ મહાપદ સાર.કીધો આજે કેમ વિલંબ ? તુજ વિણ મુજને ના આલંબ !વિષ્ણુશર્મા દ્વિજ તાર્યો એમ, જમ્યો શ્રાધમાં દેખી પ્રેમ,જંભ દૈત્ય થી ત્રાસ્યા દેવ, કીધી મ્હેર ત્યાં તતખેવ,વિસ્તરી માયા દિતિસુત, ઇન્દ્ર કરે હણાવ્યો તૂર્ત.એવી લીલા કંઈ કંઈ સર્વ, કીધી વર્ણવે કો તે સર્વ.દોડી આવ્યો સુતને કામ, કીધો એને તેં નિષ્કામ,બોધ્યા યદુ ને પરશુરામ, સાધ્યદેવ પ્રહલાદ અકામ.એવી તારી કૃપા અગાધ ! કેમ સૂણે ના મારો સાદ?દોડ અંત, ના દેખ અનંત ! મા કર અધવચ શિશુનો અંત!!જોઈ દ્વિજ સ્ત્રી કેરો સ્નેહ, થયો પુત્ર તું નિઃસંદેહ.સ્મૃતીર્ગામી કલિતાર કૃપાળ ! તાર્યો ધોબી છેક ગમાર.પેટપીડાથી તાર્યો વિપ્ર, બ્રાહ્મણ શેઠ ઉગાર્યો ક્ષિપ્ર.કરે કેમ ના મારી વહાર? જો આણી ગમ એક જ વાર!!શુષ્ક કાષ્ઠ ને આણ્યાં પત્ર ! થયો કેમ ઉદાસીન અત્ર ?જર્જર વંધ્યા કેરાં સ્વપ્ન, કર્યાં સફળ તેં સુતના કૃત્ય,કરી દુર બ્રાહ્મણનો કોઢ, કીધા પુરણ એના કોડ,વંધ્યા ભેંશ દૂઝવી દેવ, હર્યું દારિદ્રય તેં તતખેવ.ઝાલર ખાઈ રીઝ્યો એમ, દીધો સુવર્ણઘટ સપ્રેમ.બ્રાહ્મણ સ્ત્રી નો મૃત ભરથાર, કીધો સજીવન તેં નિર્ધાર.પિશાચ-પીડા કીધી દૂર, વિપ્ર પુત્ર ઉઠાડ્યો શૂર.હરિ વિપ્ર મદ અંત્યજ હાથ, રક્ષ્યો ભક્ત ત્રિવિક્રમ તાત.નિમેષ માત્રે તંતુક એક, પહોંચાડ્યો શ્રી શૈલે દેખ !એકી સાથે આઠ સ્વરૂપ, ધરી દેવ બહુરૂપ અરૂપ.સંતોષ્યા નિજ ભક્ત સુજાત, આપી પરચાઓ સાક્ષાત.યવનરાજ ની ટાળી પીડ, જાતપાતની તને ન ચીડ,રામકૃષ્ણ રૂપે તેં એમ, કીધી લીલાઓ કંઈ તેમ,તાર્યાં પત્થર ગણિકા વ્યાધ ! પશુપંખી પણ તુજને સાધ !!અધમ ઓધારણ તારું નામ, ગાતાં સરે ન શાં શાં કામ?આધિ વ્યાધિ ઉપાધિ સર્વ, ટળે સ્મરણ માત્રથી સર્વ !મૂઠ ચોટ ના લાગે જાણ, પામે નર સ્મરણે નિર્માણ,ડાકણ શાકણ ભેંસાસુર, ભૂત પિશાચો જંદ અસુર.નાસે મૂટ્ઠી દઈને તૂર્ત, દત્ત ધૂન સાંભળતા મૂર્ત.કરી ધૂપ ગાએ જે એમ, દત્તબાવની આ સપ્રેમ,સુધારે તેના બંને લોક, રહે ન તેને કયાંયે શોક !દાસી સિદ્ધિ તેની થાય, દુઃખ દારિદ્રય તેના જાય.બાવન ગુરુવાર નિત નેમ, કરે પાઠ બાવન સપ્રેમ.યથાવકાશે નિત્ય નિયમ, તેને કદી ન દંડે યમ.અનેક રૂપે એ જ અભંગ, ભજતા નડે ન માયા રંગ !સહસ્ર નામે નામી એક, દત્ત દિગંબર અસંગ છેક !!વંદુ તીજને વારંવાર, વેદ શ્વાસ તારા નિર્ધાર !થાકે વર્ણવતા જ્યાં શેષ, કોણ રાંક હું બહુકૃત વેષ?અનુભવ તૃપ્તિ નો ઉદગાર, સુણી હશે તે ખાશે માર !તપસી તત્વમસિ એ દેવ, બોલો જય જય શ્રીગુરુદેવ
Ohm Shree Gurudev Datt|| SHREE DUTT BAAWANI ||Maala Kamandalu Lase Kar Nichala Man Damaru Trishool Vachala Kar Man Biraje,Ooncha Divya Haste Kamale Shubha Shankha Chakra Aeva Namun Vidhi Harisha Swaroop Dutt ||Jai Yogishwar Dutta Dayal, Tunj Ek Jagman Pratipad |Atrya Ansooya Karee Nimitta, Pragatyo Jagkaran Nischitta || 2 ||Brahma Hariharno Avatar, Sharanagatno Taranhar|Antaryamee Sat Chit Sukha, Bahar Sadguru Dwibhuja Sumukh ||4||Zodi Annapoorna Kar Manhya, Shaanti Kamandal Kar Sohaaya |Kyanya Chaturbhuj Shadbhuj Saar, Anant Baahu Tun Nirdhar || 6||Aavyo Sharane Bad Ajan, Utha Digambar Chalya Pran |Soonee Arjun Kero Saad, Reezyo Poorve Tun Saxat ||8||Deedhee Riddhi Siddhi Apar, Ante Mukti Mahapad Sar |Keedho Aaje Kem Vilamb? Tuj Vin Mujne Naa Aalamb || 10 ||Vishnusharm Dwija Taryo Aem, Jamyo Shraddhaman Dekhee Prem |Jambha Daityathee Trasya Dev, Keedhee Maher Ten Tyan Tatakheva ||12||Vistari Maya Ditisut, Indra Kare Hanavyo Toorta |Aevee Leela Kain Kain Sharva Keedhee Varnave ko te sarva || 14 ||Dodyo Aayu Sutne Kam, Keedho Aene Ten Nishkam |Bodhyaa Yadune Parashuram, Sadhya Dev Prahallad Akam ||16||Aevee Tari Krupa Agadha, Kem Sune Na Maro Sad |Dod Anta Na Dekh Anant, Ma Kar Adhavacha Shishuno Ant ||18||Joee Dwija Stree Kero Sneha, Thayo Putra Tun Nihsandeha.Smartugaamee Kalitaat Krupaad! Taaryo Dhobee Chheka Gamaar. ||20||Petpeedthi Taryo Vipra, Brahman Sheth Ugaaryo Kshipra |Kare Kem Na Mari Vhar, Jo Aanigam Ek Ja Var || 22 ||Shushka Kashtne Aanyan Patra, Thayo Kem Udaseen Atra |Jarjar Vandhya Keran Swapana, Karyan Safal Ten Sutana Krutran || 24 ||Karee Door Braahman Naa Kodha, Keedha Pooran Aenaa Kod |Vandhyaa Bhens Doozavee Dev, Haryun Daaridrya Ten Tatkhev || 26 ||Zalar Khaee Rizyo Aem, Deedho Suvarnaghat Saprem|Brahmanstreeno Mrut Bharthar, Keedho Sajivan Ten Nirdhar || 28 ||Pishach Peeda Keedhee Door, Vipraputra Uthadyo Shoor |Haree Vipramad Antyaj Hath,Rakshyo Bhakt Trivikram Taat || 30 ||Nimishmatre Tantuk Ek, Pahonchadyo Shree Shaile Dekh|Aekee Sathe Aath Swaroop, Dharee Dev Bahuroop Aroop || 32 ||Santoshya Nij Bhakt Sujat, Aapee Parchao Sakshat|Yavanrajnee Tadi Peed, Jatpatnee Tane Na Cheed || 34 ||Raamkrishna Roope Tain Aem, Keedhee Leelao Kai Tem |Taryan Patthar Ganikaa Vyadh, Pashupankhee Pan Tujne Sadh || 36 ||Adham Odharan Tarun Nam, Gata Sare Na Shan Shan Kam |Aadhi Vyadhi Upadhi Sarva, Tade Smaran Matrathee Sarva || 38 ||Moothchot Na Lage Jan, Pame Nar Smarane Nirvan | Dakan Shakan Bhensasur, Bhoot Pishacho Jand Asur || 40 ||Nase Moothee Dayeene Toorta, Duttadhoon Sambhadata Moort |Karee Dhoop Gaaye Je Aem, Duttabawani Aa Saprem || 42 ||Sudhare Tena Banne Lok, Rahe Na Tene Kyaanye Shok |Dasee Siddhi Tenee Thaya, Dukh Daridrya Tena Jay || 44 ||Bawan Guruware Nit Nem, Kare Path Bawan Saprem |Yathavakashe Nitya Niyam, Tene Kadee Na Dande Yam || 46 ||Anek Roope Aej Abhang, Bhajatan Nade Na Maaya_rangSahastra Name Namee Ek, Dutt Digambar Asang Chhek || 48 ||Vandu Tujne Varamvar, Ved Shwas Tara Nirdhar |Thake Varnavata Jyan Shesha, Kona Rank Hun Bahukrutvesha || 50 ||Anubhav Trupteeno Udgar, Soonee Hase Te Khase Mar|Tapasee Tattvamasee E Dev, Bolo Jay Jay Shree Gurudev || 52 |||| Shree Avadhootchintan Shree Gurudev Dutta ||