કઠણ ચોટ છે કાળ ની મરણ મોટેરો માર
કંઈક રાજા ને કંઈક રાજવી છોડી ચાલ્યા ઘરબાર
હેતે હરી નો રસ પીજીએ
હે,,,સંસાર ધુમાડા ના બાચકા રે સાથે આવે નહિ કોઈ
રંગ પતંગ નો ઉડી જશે હરે જેમ આંકડા નો થોર
હેતે હરી નો રસ પીજીએ
હે,,,કોના છોરું ને કોના વાછરું રે કોના માં ને રે બાપ
અંત કાળે જાવું એકલું સાથે આવશે પુણ્ય ને પાપ
હેતે હરી નો રસ પીજીએ
હે,,,માળી વીણે રૂડા ફૂલડાં રે કડીયો કરે વિચાર
આજનો દિન રળિયામણો હારે કાલે આપણા શીર
હેતે હરી નો રસ પીજીએ
જાયા તે તો સર્વે જશે નથી કાયા રહેનાર
મારનારા ને તમે શું રે રૂવો રોનારા નથી રહેનાર
હેતે હરી નો રસ પીજીએ
ધીરો રમે રંગ મહેલ માં રે રમે દિવસ ને રાત
હું મારૂં મીથ્યા કરો હારે રમો પ્રભુ ની સંગાથ