Search This Blog

Thursday, January 9, 2014

કબીર

સદગુરૂ ચારોં વરણ વિચારી… ।।

                   બ્રાહ્મણ વહી બ્રહ્મકો જાનૈ, પહિર જનેઉ વિચારી,

              સાધુકે સૌગુણ જનેઉ નૌગુણ, સો પહિરે બ્રહ્મચારી… ।। ૧ ।।

                   ક્ષત્રિય સોઈ જો પાપ ક્ષય કરઈ, બાંધિ જ્ઞાન તરવારી,

              અંતર દિલમેં દયા રાખૈ, કબહૂં ન આવૈ હારી… ।। ૨ ।।

                   વૈશ્યા સોઈ જો વિષયા ત્યાગૈ, ત્યાગ દેઈ પર નારી,

              મમતા મારિકે મંજન લાવૈ, પ્રાણ દાન દૈ ડારી… ।। ૩ ।।

                   શૂદ્ર સોઈ જો સૂધો રહતા, છોડ દેત અપકારી,

              ગુરૂકી દયા સાધુકી સંગતિ, પાવ અચલ પદ ભારી… ।। ૪ ।।

                   જો મન ભજૈ સોઈ જન ઉબરૈ, યામેં જીત ન હારી,

              કહૈ કબીર સુનો ભાઈ સાધો, સદગુરૂ ભક્તિ પ્યારી… ।। ૫ ।।

કબીર

સંતો કોઈ જન શબ્દ વિચારા.

                   સંતો કોઈ જન શબ્દ વિચારા,

              શબ્દ ભેદ યહ હૈ સતગુરૂકા, પરખ લેહુ ટકસારા… ।। ૧ ।।

                   શબ્દ હિં સુનિ સુનિ વેષ ધરત હૈ, શબ્દ સુનૈ અનુરાગી,

              ષટ દર્શન સબ શબ્દ કહત હૈ, શબ્દ કહૈ બૈરાગી… ।। ૨ ।।

                   શબ્દ હિ વેદ પુરાણ કહત હૈ, શબ્દ હિ સબ ઠહરાવૈ,

              શબ્દ હિ મુનિજન સાધુ કહત હૈ, શબ્દ કે ભેદ ન પાવૈ… ।। ૩ ।।

                   શબ્દ હિ સે ભ્રમ ઉપરાજત, શબ્દ કે ક્રિયા પસારા,

              કહૈ કબીર જાસુ શબ્દ ઉઠત હૈ, તા કો કોઈ ન વિચારા… ।। ૪ ।।

કોણ હશે ?

અરે ગુલામ માનવી જરા વિચાર તો ખરા?
ગૃહ ને શોભાવી તું ઉત્સવ મનાવતો !
આ સઘળી ધરા ને શોભાવતો કોણ હશે ?
નાનું પરબ બંધાવી તું મોટું નામ ટંકારતો !
આ વાદળીયો ઝરમર વરસાવતું કોણ હશે?
એક બીજ વાવી તું મુશીબત અનુભવતો !
તો બીજથી સઘળાં બીજો તને અપાવતું કોણ હશે?
નામ નો નાશ એવું કહેતો ફરે બધાંને !
તો એ અદૃશ્ય અવિનાશી તત્વ દેખાતું કોણ હશે?
અસ્તિત્વ જેવું નથી જગતમાં એવું કહેતો ફરે બધાંને !
તો એ વિચારો ની અકળામણ તને અપાવતું કોણ હશે?
માણસ બની તું ભલે નિર્માણ કરીલે તું માનવ નું !
પણ તેમાં આત્માનું તેજ પુરાવતું કોણ હશે? 
અરે ગુલામ માનવી જરા વિચાર તો ખરા?
                                                          જીતેશભાઈ શુક્લ