શિવ એટલે કલ્યાણ. શંકર એટલે શાંતિ આપનાર. શંભુ એટલે ભલું કરનાર ! શિવ તત્વ અનાદિ અને સાર્વત્રિક છે. શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃિદ્ધના સ્ત્રોત સમા ભોળાનાથ સહુ કોઇના આરાધ્ય છે.
યજુર્વેદમાં અષ્ટાધ્યાયી રુદ્રી છે. આઠ અધ્યાયના સૌથી વધુ મંત્રોમાં રુદ્રના સર્વવ્યાપી અને સર્વ શક્તિમાન સ્વરૂપનું સુંદર વર્ણન છે. જે કંઇ સ્થૂળ કે સૂક્ષ્મ, ભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક વભિૂતિઓ છે, તે શિવનાં જુદાં જુદાં સ્વરૂપો છે. ‘અશ્મશ્વમે, મૃતિકાશ્વમે’ ગાતા ઋષિ સમિષ્ટના કણેકણમાં રુદ્રનાં દર્શન કરે છે. સમગ્ર સૌર મંડળને પ્રકાશ અને ઊર્જા આપનાર સૂર્યનારાયણ પણ મહારુદ્રના કાર્યાવતાર છે. જે અષાઢી વાદળ બની આકાશમાં મેઘગર્જના કરે અને સાથે સાથે અમૃતવર્ષા પણ કરે છે. ખેતરોમાં જીવનની આશા બનીને જે લહેરાય છે અને કામધેનુના આંચળમાંથી પયોમૃત રૂપે સ્રવે છે. શરીરમાં પ્રાણવાયુ તરીકે ધબકે છે. સત્કાર્યોમાં શ્રદ્ધા અને કર્તવ્યમાં નિષ્ઠા તરીકે ઝળકે છે. શાંત અને સ્વસ્થ મનમાં જે શિવસંકલ્પ તરીકે ચિંતવે છે. આ સઘળું શિવ તત્વ છે.
શિવલિંગના સ્વરૂપ વિશે જાત-ભાતની કલ્પનાઓ થઇ છે. એક નવો આયામ જોઇએ. તમે ક્યારેય અણુ ઊર્જાની ભઢ્ઢીનો આકાર જોયો છે? શિવલિંગ જેવો જ છે ને! આ માત્ર કલ્પનાનો અકસ્માત નથી. ભૂમિતિમાં જેને પેરાબોલા આકાર કહે છે, તે ઊર્જાના સંચય માટે આદર્શ ગણાય છે. વિશ્વની પ્રાચીનતમ આધ્યાત્મિક વભિૂતિ એટલે શિવ. વિશ્વમાં લગભગ બધે જ પ્રાચીન શિવલિંગો મળી આવ્યાં છે. શિવજીનાં પણ કેટલાંક સ્વરૂપ ! શિવનું મૃત્યુંજય સ્વરૂપ આપણને આયુર્વેદની ભેટ આપે છે, તો યોગી સ્વરૂપ શિવ રાજ્યોગથી લઇને લયયોગની પૂરેપૂરી યોગ-પ્રણાલી લઇને આવે છે. સર્વ વિદ્યાના પ્રણેતા દક્ષિણામૂર્તિ શિવ તો જગતના આદગિુરુ છે. દેવથી લઇને અસુર સુધીના બધાના સંતાપ દૂર કરનાર ભોળાનાથ સહુના કરુણાનિધાન છે. સમુદ્ર-મંથન વખતે જ્યારે હળાહળ વિષ ઊભરી આવ્યું ત્યારે શિવ આ હળાહળ વિષને અંજલિ ભરીને પી જાય છે, પરંતુ આ વિષને ગળામાં રોકી રાખે છે. આ વાતમાં ઘણું મજાનું તત્વ સમાયેલું છે. સમિષ્ટનાં દુ:ખ-દર્દને મિટાવવાનો સંકલ્પ લેનાર દરેકે નીલકંઠ બનવાની તૈયારી રાખવી પડે. કુવિચાર રૂપી વિષ જો જીભ પર આવે તો મિત્ર પણ શત્રુ બની જાય, જો તે હૈયામાં પહોંચે તો વ્યક્તિત્વના કણેકણમાં અસુરત્વ છલકાય. તેને તો કોઇ છાને છપને ખૂણે ભંડારી દેવું પડે, ખરુને ? મનોવિજ્ઞાન માટેનું કેવું સનાતન અને સાર્વદેશિક રૂપક છે !
ઉષાકાળે કે સંધ્યાવેળા કોઇ શાંત અને એકાંત સ્થળે આસન જમાવીએ. ઘડી બે ઘડીના અનુલોમ વિલોમ પ્રાણાયામ દ્વારા મનને શાંત કરીએ. ધીમા સ્વરે î નમ: શિવાય કે માત્ર îકારનો જપ કરીએ. થોડા અભ્યાસ પછી સમગ્ર સૃષ્ટિના આનંદના મહાસાગર જેવી પ્રતીતિ થશે. સૃષ્ટિના કણેકણ સાથે એકાત્મ અનુભવતું ચિત્ત ગાઇ ઊઠશે, ‘ચિદાનંદ રૂપ શિવોહમ્ શિવોહમ્!’