Search This Blog

Saturday, December 7, 2013

.ભર્તુહરિ

પોતાની પૂર્વાવસ્થામાં કરેલાં કાર્યો ઉપર તો રાજા ભર્તુહરિને પસ્તાવો થયો જ છે; અંતે વૈરાગ્યથી જ સંતોષ થયો. તેઓ કહે છે-- 
भोगा न  भुक्ता  वयमेव भुक्ता स्तपो  न   तप्तं   वयमेव   तप्ता :|
कालो न यातो वयमेव याता  स्तृष्णा न जीर्णा वयमेव जीर्णा:।।
'આપણે ભોગોને ભોગવ્યા નથી. ભોગોએ જ આપણને ભોગવી લીધા,આપણને જ સમાપ્ત કરી દીધા"ઉચ્ચ કૂળમાં જન્મ થવા છતાં પણ તેનાથી પતનનો ભય રહે છે.ધનિકોને પોતાના પુત્રથી જ ભય લાગે છે; તો પછી રાજાથી તો ભય હોય જ; એમાં તો કહેવાપણું જ શું છે ! માનમાં દીનતાનો ભય ઉત્પન્ન થતો હોય છે તો બળમાં શત્રુનો ભય પેદા થઇ જાય છે. વૃદ્ધાવસ્થાનો તો ભય પ્રસિદ્ધ જ છે.તે અવસ્થામાં મનુષ્ય ત્રણ પગે ચાલે છે.