Search This Blog

Sunday, December 1, 2013

ઋતુ અનુસાર દોષની ઉત્પત્તિ

हेमन्तवर्षाशिशिरेषु वयो:पित्तस्य तोयान्त निदाघयोश्च |
कफ़स्य कोप:कुसुमागमे  च  कुर्वीत यद्यद्विहितं  तथैषां || 
                                                     (योगशतक ) 
હેમંત,વર્ષા અને શિશિર ઋતુમાં વાયુનો પ્રકોપ થાય છે;(તેથી કારતક,માગશર,અષાઢ,શ્રાવણ,પોષ અને મહા માસમાં વાયુ વિરોધી ઉપચાર આદરવા જોઈએ)વરસાદના અંતે એટલે ભાદરવા,આસો માસમાં અને ગ્રીષ્મઋતુમાં પિત્તનો પ્રકોપ થાય છે.માટે તે તે ઋતુઓમાં જે ઉપચારો કહ્યા હોય તે કરવા(તે વખતે પિત્તશામક ઉપચાર કરવા;ભાદરવા માસમાં શ્રાદ્ધાદીના બહાને દૂધપાક વગેરે મિષ્ટાન્નો અને ગ્રીષ્મ ઋતુમાં સાકરયુક્ત શરબતોનો ઉપયોગ આયુષને હિતકારક જ છે.)