એક સંપુર્ણ વ્યકિત હતો, તેણે ઘરની ભીંત પર મોટા અક્ષરે લખેલુ ..GOD IS NOWHERE, સમય જતાં તેના લગ્ન થયાં, બાળક પણ થયું, બાળક મોટું થયું અને તે લખતાં વાંચતાં શીક્યું, તે જ્યારે પિતા સાથે બહાર જાય ત્યારે રસ્તામાં લગાડેલા સાઇનબોર્ડ વાંચે અને એક અક્ષર વાંચી પિતાને સંભળાવે, વખત જતાં તેને અક્ષરજ્ઞાન થયું, એક દિવસ ઘરમાં જ લખેલું તેણે વાંચ્યું અને પિતાને કહેવા દોડી આવ્યો કે, જુઓ મેં આખું વાક્ય વાંચ્યું_GOD IS NOW HERE, આ સાંભળીને પેલો નાસ્તિક ચોંકી ઊઠ્યો, તેને બાળકના ઉચ્ચારણમાં નવો જ ધ્વનિ સંભળાયો, એક અર્થ બદલાઇ ગયો, પેલા માણસના મનમાં નવો જ તણખો મુકાયો, તે તુરંત જ ઈશ્વરમાં માનતો થઈ ગયો, આ જોઈ તેના સ્વભાવને ઓળખનારા પૂછવા લાગ્યા કે, તારા ગુરુ કોણ છે કે જેણે તને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી દીધો, પિતાએ તુરંત બાળક સામે આંગળી ચીંધી જવાબ આપ્યો કે, "ચાઈલ્ડ ઈઝ ધી ફાધર ઓફ ધી મેન, " અંગ્રેજીમાં કહેવત છે if the disciple is ready, the mas-ter is at hand, શિષ્ય શીખવા તૈયાર હોય તો ગુરુ હાજરાહજુર છે, તેને શોધવા જવાની જરૂર નથી
All kinds of Rites ( Pujas ) & Astrology Work. Time :(tue-Sat)Evening 6.00 to 10.00 PM. Add: 394, Anand Nagar, Karelibaug,Vadodara-18. Phone : 0265-2492559 Cell: +91-9824429520.email ID:bhatt2172@gmail.com
Search This Blog
Wednesday, January 11, 2012
प . पू .श्री चन्द्रशेखर पण्डितजी
ભોગોલીક દ્રષ્ટિ એ પૃથ્વી પર ના વિવિધ દેશો ને તેની એક આગવી વિશેષતા છે . જેમકે પેલેસ્ટાઈન એટલે પવિત્રભૂમિ, પવિત્ર શહેર એટલે જેરુસલેમ , ઉગતા સૂર્ય નો દેશ એટલે જાપાન , હિંદી મહાસાગર નું મોતી એટલે શ્રીલંકા , ચલ ચિત્ર નું શહેર એટલે હોલીવુડ ,અંધારિયો ખંડ એટલે આફ્રિકા ,ડેરી નો દેશ એટલે ડેન્માર્ક , તેમ ઋષિ ઓ નો દેશ ,ઋષિ ઓ ની ભૂમિ એટલે ભારત . ભા શબ્દ ના તેજ , કાંતિ , દીપવું , પ્રકાશવું ,( To shine , be bright or splendid) વિશાળ , મહાન અને ભવ્ય એમ ઘણાં અર્થો થાય છે . તે સર્વ અર્થો ભારત ને માટે યોગ્ય હતા અને રહે તેને માટે આપણે પ્રયત્ન શીલ રહેવું જોઈએ .
ભા એટલે જ્ઞાન અને તેમાં જે રત રહે તે ભારત . ઋષિઓના દિવ્ય જ્ઞાન માં રત રહી એ તો આપણે સાચા અર્થ માં ભારતીય . બાકી ઘણા ભૂંડ પણ આ ભૂમિ માં રહે છે . આ દેશમાં હજારો ઋષિ ઓ જ્ઞાન નો દીપ હાથ માં લઇ ને ફરતાં રહ્યાં , જેને કારણે આજે પણ આપણે વિશ્વ ના સામે ઉન્નત મસ્તકે ફરી શકીએ છીએ . આપણે સર્વ ઋષિ ઓનાં જ સંતાન છે . તેથી સર્વ ને આ વાત નો ગર્વ હોવો જોઈએ . અને તેથી વિશેષ તો वयं अमृतस्य पुत्रा:| આપણે પરમાત્માના પુત્ર અર્થાત અંશ છીએ . ઉત્ક્રાંતિ વાદ ને માનવા વાળા ઓનાં પૂર્વજો ભલે વાંદરા હોય પણ અમારાં તો પૂર્વજો ના પણ પૂર્વજ ભગવાન આદિનારાયણ છે. તેથી નરના મૂલ ઉદ્ગમ નારાયણ ને પ્રાપ્ત કરવા કૃત નિશ્ચયી બનીએ .
તપ સ્વાધ્યાયનિરત સહસ્ત્રાબ્દી કે સર્વશ્રેષ્ઠ ધર્માધિકારી
Subscribe to:
Posts (Atom)