જપનો મહિમા
ભગવાન શંકર ભગવતી પાર્વતીજીને ઉદ્દેશીને કહે છે :
जपात् सिद्धि: जपात् सिद्धि: जपात् सिद्धि: वरानने |
'હે દેવી ! જપથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે। જપથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે। જપથી સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે.
यज्ञानां जप यज्ञोस्मि |
भगवद् गीता १०/१५
'હે અર્જુન ! યજ્ઞો માં હું જપ યજ્ઞ છું.
ભગવાન ચૈતન્ય મહાપ્રભુ , તેમની એક માત્ર રચના શિક્ષાષ્ટકમાં કહે છે-
नाम्नामकारि निज सर्वशक्ति स्तत्रार्पिता नियमित स्मरणे न काल : |
एतादशी तव कृपा भगवन् ममापि दुदैवमीदशमिहाजनिनानु राग : ||
शिक्षाष्टक,२
'નામમાં પ્રભુએ પોતાની પૂર્ણ શક્તિ સ્થાપિત કરી છે. સ્મરણમાં કોઈ વિધિનિષેધ નથી. છતાં હે ભગવાન ! અમારું કેવું દુર્ભાગ્ય કે એવા સર્વસુલભ સાધન તરફ અમારા હ્રદયમાં પ્રેમ જાગતો નથી."
रामनाम मनि द्वीपधर , जीह देहरी द्वार ।
तुलसी भीतर बाहेर हूँ चाहसि उजियार ॥
बालकांड दो २३
' જો તમે અંદર અને બહાર,એમ બંને બાજુ પ્રકાશ ઈચ્છતા હો તો જીભરુપી ઉંબરા પર રામનામ રૂપી મણી રાખો"
નામજપનો આવો અપરંપાર મહિમા છે.