Search This Blog

Wednesday, November 20, 2013

ગંગાસતી

વીજળીને ચમકારે, મોતીડા પરોવે રે  પાનબાઈ !
અચાનક અંધારાં થાશે જી  .. (૨)
જોત રે જોતામાં દિવસો, વિયા રે ગિયા પાનબાઈ !
એકવીશ હજાર છસોને કાળ ખાશે જી …  (૨)
વીજળીને ચમકારે…
જાણ્યા રે જેવી આ તો, અજાણ છે રે  વાતો
અધૂરિયાંને ન કહેવાય ..
ગુપત રસનો આ ખેલ છે અટપટો ને,
આંટી રે મેલો તો (પૂરણ) સમજાય જી … (૨)
વીજળીને ચમકારે…
(નિરમળ થઈને)  માન રે મેલી ને તમે,
આવો રે મેદાનમાં ને (પાનબાઈ !).. (૨)
જાણી લિયો જીવ કેરી (ની) જાત જી … (૨)
સજાતિ વિજાતિની જુગતી બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી … (૨)
વીજળીને ચમકારે…
પિંડ રે બ્રહ્માંડથી, પર છે ગુરુજી મારો ..(૨)
એનો (તેનો) રે દેખાડું તમને દેશ જી .. (૨)
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ !
ત્યાં નહિ માયાનો જરીએ (લેશ) રંગ  જી … (૨)
વીજળીને ચમકારે, મોતીડા પરોવે રે  પાનબાઈ !
અચાનક અંધારાં થાશે જી  ..
જોત રે જોતામાં દિવસો, વિયા રે ગિયા પાનબાઈ,
એકવીશ હજાર છસોને કાળ ખાશે જી …  (૨)

ગંગાસતી

નવધા ભક્તિમાં
નિર્મળ રેહવું ને
શીખવો વચન નો વિશ્વાસ
દાતા ની ભક્તિ
ભાઈ, દાતા ને ભોક્તા
હરિ એમ કેહવું ને
રાખવું નિર્મળ જ્ઞાન
દાતા રે ભોક્તા
હરિ એમ કેહવું ને
રાખવું નિર્મળ જ્ઞાન
સદગુરુ ચરણોમાં
શીશ નમાવવું,
સદગુરુ ના ચરણમાં
શીશ નમાવવું ને
ધરવું ગુરુજી નું ધ્યાન
એ અભિયાસી ને …
એવી રીતે રેહવું ને
એ જાણવો વચન નો મર્મ
ગંગાસતી એમ બોલ્યાં તે
ગંગાસતી ….
એ.. બોલ્યાં ને રે
છોડી દેવા અસુરી વિકર્મ
એ ભાઈ છોડી દેવા અસૂરી કર્મ
નવધા ભક્તિમાં
નિર્મળ રહેવું પાનબાઈ
એ નવધા રે ભક્તિમાં
નિર્મળ રહેવું પાનબાઈ
શીખવો વચનનો વિશ્વાસ .. (૨)

ગંગાસતી

શીલ બડા સંતોષ બડા
બુદ્ધિ બડા ગુણવંત
સબ કે પરસમ દ્રષ્ટિ હૈ
તાકો કહત હૈ સંત ..
શીલવંત સાધુ ને
વારં વાર નમીએ, જેના
બદલે નહિ વ્રતમાન 
ચિત્તની વ્રતી જેની
નિર્મળ રેહ રેહ ને .. (૨)
મા’રાજ થયા મે’રબાન ..શીલવંત સાધુ  ને
શત્રુ ને મિત્ર જેને
એકે નહિ ઉરમાં ને
પરમારથમાં જેને પ્રીત .. (૨)
મન, કર્મ, વચનથી
મન. કર્મ, વાણીએ, વચનમાં ચાલે
રૂડી પાડે એવી રીત ..શીલવંત સાધુ ને 
આઠે પો’ર મન
મસ્ત થૈ ને રે’ વે, જેને ..
જાગી ગયો તુરીયાનો તાર ..
નામ રૂપ જેણે
મિથ્યા કરી જાણ્યા ને
સદાય ભજનનો એને આહાર ..શીલવંત સાધુ ને
સંગત્યું તમે જ્યારે
એવાની રે કરશો પાનબાઈ
સંગત્યું તમે જ્યારે
એવાની રે કરશો ત્યારે ..
ઊતરશો ભવ પાર …
ગંગાસતી એમ બોલિયાં ને રે
જેને વચનો સાથે વે’વાર ..શીલવંત સાધુ ને
ચિત્તની વ્રતી જેની
નિર્મળ રેહ રેહ ને
જેને મા’રાજ થયા છે મે’રબાન …શીલવંત સાધુ ને

ઉચ્ચ જીવન


રામકૃષ્ણ પરમહંસ ના ગુરુ તોતાપૂરી કહેતા હતા: 'લોટો માંજતા રહેજો , નહિ તો કટાઈ જશે. ' મતલબ કે પ્રભુ પરાયણ જીવન રાખવા માગનારે દેહ અને મન હંમેશાં પવિત્ર રાખવાં જોઈએ।
પરંતુ ચોવીસ કલાક એ પવિત્ર રહે કેમ ? સાહિત્ય,સંગીત,અને કલા પર પ્રેમ કેળવવાથી આપણો મનરૂપી લોટો ચોખ્ખો રહેશે અને અંત:કરણ માં સોંદર્ય ગ્રહણ કરવાની શક્તિ ખીલશે।

સુવિચાર


જેનો સમય નકામો ખરચાઈ જાય છે તેણે સમય ની કિંમત સમજી નથી.