Search This Blog

Sunday, January 6, 2013

પાઠ કેવી રીતે થાય

કોઈ પણ પાઠ અથવા મંત્ર કરવા માટે ભાવ શુદ્ધિ અને ભાષા શુદ્ધિ બન્ને જોઈએ એટલે જયારે પાઠ કરો ત્યારે કેવળ ભાવ શુદ્ધ નહિ , ભાષા શુદ્ધિ પણ જોઈએ એટલે તમારે મંત્ર નો પાઠ જપ કરવાનો હોય તો કેવું ધ્યાન રાખવાનું ! આપણે ત્યાં એક બહુ મોટા વ્યાકરણકાર થયાં પાણિની ,તમે બધાં એ નામ સાંભળ્યું હશે ? ન સાંભળ્યું  હોય તો આશ્ચર્ય કહેવાય.આ  ત્રણ મુનિ નું નામ બધા સાંભળવું જોઈએ યાદ રાખવું જોઈએ
                   वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिम् |
                  पाणिनिं सूत्रकारं च प्रणतोस्मि मुनित्रयम्  ||
એમાં પાણિની નામનાં મુનિ એ પાણિની શિક્ષા લખી. એમાં એમણે આ નિયમ લખ્યો કે પાઠ કરવાનો હોય તો કેવી રીતે કરવાનો તમારે કઈ વસ્તુ નું ધ્યાન રાખવાનું. તો કહે છે - गीती शीघ्री शिर : कम्पी तथा लिखितपाठका : || આ છ પ્રકારના પાઠ કરવાવાળા અધમ કહેવાય. કોણ - गीती એટલે કેટલાક લોકો પાઠ કરતા હોય ત્યારે લાંબા - લાંબા રાગડા તાણે એવી રીતે પાઠ કરાય નહિ. તમારે હનુમાન ચાલીસા નો પાઠ કરવાનો હોય ત્યારે જ .... ય ....એમ લાંબુ લાંબુ ગવાય નહિ, કેટલાક લોકો  शीघ्री એટલે એટલું જલદી - જલદી બોલે કે વચ્ચે નાં શબ્દ ખાઈ જાય.એટલું જલ્દી ન બોલો કે વચ્ચે ના શબ્દ ખલાસ થઇ જાય. शिर : कम्पी- કેટલાક લોકો પાઠ કરે ત્યારે માથું હલાવતા હોય જાણે હનુમાનજી તેના શરીર માં જ આવી ગયા હોય એમ માથું ધુણાવતા પાઠ  ન થાય ,   लिखितपाठका : વીસ વરસ થી પાઠ કરતા હોય પણ ચશ્માં ચઢાવી ને જોઈ જોઈ ને બોલતો હોય . તે ના થાય