Search This Blog

Thursday, August 28, 2014

ગણપતિ ની આરતી

ૐ જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા 
પ્રેમ ધરી પ્રભુ તારી ,ભાવ ધરી પ્રભુ તારી કરીએ નિત્ય સેવા ....ૐ જય 
વિઘ્નેશ્વર વરદાયક શંભુ સુખ દાતા  ....... પ્રભુ 
પ્રથમ તમારું પૂજન , કરીએ વિભુ દાતા  ........ૐ જય 
શુક્લ ચતુર્થી તિથી માસ જ ભાદરવો  ......પ્રભુ 
સર્વ ભક્તો એ સેવે , ઉત્સવ આદરવો  ......ૐ જય 
પૂજન કરી પ્રભુ તારી આરતી ઉતારું  .......પ્રભુ 
બેઉ કર જોડી વિનવું , કરો સૌનું સારું  .......ૐ જય 
વિઘ્નેશ્વર ની આરતી જે કોઈ ગાશે    ....... પ્રભુ 
શંભુ વચન પ્રતાપે , સંકટ સૌ જાશે  ........ૐ જય