Search This Blog

Monday, July 19, 2010

(Mooldas)

અનુભવીને- મૂળદાસ


અનુભવીને એકલું આનંદમાં રહેવું રે ;

ભજવાં શ્રી પરિબ્રહ્મ, બીજું કાંઈ ના જોવું રે… અનુભવીને..

વેદ જોયા, કિતાબ જોઈ, સરવ જોઈને જોયું રે;

પણ પ્રભુના નામ વિના, સરવે ખોયું રે… અનુભવીને…

અવર કોઈના આત્માને દુ:ખ ન દેવું રે ;

સુખદુ:ખ જ્યારે આવી પડે, ત્યારે સહીને રહેવું રે… અનુભવીને…

જાપ અજપા જાપ જપે, ત્રણ લોકમાં તેવું રે ;

મૂળદાસ કહે મોહ મદ મૂકી, મહાપદમાં રહેવું રે… અનુભવીને…

મૂળદાસ

જીવનકાળ: 1675- 1779

પણ પ્રભુ તને કહેવાથી હ્રદય હળવુ બની જાય છે


છુપાવી વેદના અનેક તેથી
હ્રદયનો ભાર વધી જાય છે


નથી કહેવાતુ નથી સહેવાતુ
મન લાચાર બની જાય છે

ખોલુ છુ દિલ જો લોકો પાસે
તો વાત હાંસી બની જાય છે

પણ પ્રભુ તને કહેવાથી
હ્રદય હળવુ બની જાય છે

-અજ્ઞાત.