Search This Blog

Saturday, December 20, 2014

સંત વાણી

માનવ નડે છે માનવી ને 


માનવ નડે છે માનવી ને, મોટો થયા પછી
ચાવી મળે ગુનાઓની, જ્ઞાની થયા પછી…
માનવ નડે છે માનવી ને…
.
માતા-પિતાની ગોદમાં , મમતા હતી ઘણી
બદલી ગયો એ પરણી ને, યૌવન મળ્યા પછી…
માનવ નડે છે માનવી ને…
.
પ્રગતિ જીવનની કરવા, ભાઈ ભણતર ભણી ગયો
પડતી હવે તે નોકરી, અનુભવ કર્યા હવે પછી…
.
માનવ નડે છે માનવી ને, મોટો થયા પછી
ચાવી મળે છે ગુનાઓની, જ્ઞાની થયા પછી
માનવ નડે છે માનવી ને …
.
ગાતો હતો તું ગીત, કાયમ પ્રભુ તણા
ભૂલી ગયો એ ભાવના, પૈસો થયા પછી…
.
માનવ નડે છે માનવી ને, મોટો થયા પછી
ચાવી મળે છે ગુનાઓની, જ્ઞાની થયા પછી
માનવ નડે છે માનવી ને …
.
નમતો હતો તું સર્વ ને, નિર્ધન પણા મહીં
જગડા હવે કરે બધે, કૃપા મળ્યા પછી…
.
માનવ નડે છે માનવી ને, મોટો થયા પછી
ચાવી મળે છે ગુનાઓની, જ્ઞાની થયા પછી
માનવ નડે છે માનવી ને …
.
હું પ્રભુ બની હવે, ભાઈ પૂજાવું છું ઘણે
આપ્ કહે છે આપની, સિદ્ધિ મળ્યા પછી…
.
સાધનાઓ ખૂબ કીધી, નાદિર કહે આ વિશ્વમાં
માનવી ને મેં કદી, પ્રભુ થતાં જોયા નથી …
.
માનવ નડે છે માનવી ને, મોટો થયા પછી
ચાવી મળે છે ગુનાઓની, જ્ઞાની થયા પછી
માનવ નડે છે માનવી ને …

સંત વાણી

મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું…
મારી મમતા મરે નહીં એનું મારે શું રે કરવું વાલીડો છે દીનનો દયાળ‚

મારું ચિત્ત રે ચડાવ્યું સંતો ચાકડે‚ થિર નહીં થાણે રે લગાર…

મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…

જોગીના સ્વરૂપ ધરીને મેં જોયું‚ પેર્યો મેં તો ભગવો રે ભેખ‚

એટલા જોગે રે મારું મન થિર નૈં‚ જોવો મારે જોગેસરનો દેશ…

મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…

એવા રાજાનું સ્વરૂપ ધરીને મેં જોયું‚ સંતો ! મારે ધનનો નહીં પાર રે

એટલા ધને મારું મન થિર નો થિયું લૂંટયો મેં સઘળો સંસાર રે….

મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…

ગુરુ ! મેં તો પંડિતનું રૂપ ધરી જોઈ લીધું‚ સંતા ! હું તો ભણ્યો વેદ ને પુરાણ રે

એટલી વિદ્યાએ મારું મન થિર નો થિયું‚ કીધા મેં પેટને માટે પાપ રે…

મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…

એવી છીપનું સ્વરૂપ ધરીને મેં જોયું‚  કીધો મે તો મધદરિયે વાસ રે‚

એટલા જળે મારું મન થિર નો થિયું‚ લાગી મને કાંઈ સુવાંતુંની આશ રે…

મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…

મારાં ચિત્ત રે ચડાવ્યા સંતો ! ચાકડે‚  થિર નહીં થાણે રે લગાર

કાજી રે મામદશાની વીનતી‚ સુણો તમે સંત સુજાણ‚ સુણી લેજો ગરીબનિવાજ…

મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…