Search This Blog

Tuesday, October 16, 2012

મારા પિતાશ્રી લલીતભાઈ દ્વારા ગવાયેલું ભજન

દુનિયા ને આરે એક સર્જન ઘડાયું 
                     એનો ઘડનારો સર્જન હાર રે 
હે ના કોઈ ચાવી એને ના કોઈ કરામત 
                           ચલાવનારો અણજાર રે
પાંચ તત્વ નું એણે  તનડું  બનાવ્યું 
           અને હાડ ચામ લોહી ના મસાલાજી
હે જેવા જેના કર્મો તેના તેવાજ ઘાટો 
                          ઘડતો ચાકડે રામજી ......દુનિયા ને 
મનના મંદિરે મારો આતમ પુરાણો 
                 એણે પ્રગટાવી પ્રેમ ની જ્યોત રે 
હે સુખ દુખ ના એમાં સાથીયા પુરાણા 
                રંગો ની મીલાવટ અણેરી રે .....દુનિયા ને 
સ્નેહી સગાં ના એણે સોગઠાં બનાવ્યા 
              અને બ્રહ્મા એ માંડી રમત જી 
હે આરે જુગઠા માં મારો આતમ મુજાણો 
                     કોને  જીતું ને કોને હારું રે ....દુનિયા ને  

સુવિચાર


knowledge leads to unity ignorance to diversity 
જ્ઞાન એકતા અજ્ઞાનતા  વિવિધતા તરફ દોરી જાય છે
                sri ramakrishna શ્રી રામકૃષ્ણ