Search This Blog

Saturday, December 4, 2010

વાણીશૂરા નહીં, વર્તનશૂરા બનો પૂ. રંગ અવધૂતજી



પૂ.મોટાએ હરિ ઓમ ની ધૂનથી સમગ્ર ગુજરાતને ગુંજવ્યું છે, તો બાપજીએ ત્રિદેવ (બ્રહ્ના-વિષ્ણુ-મહેશ)ને અત્રિનંદન (ભગવાન દત્તાત્રેય) રૂપે આરાધીને અદ્રિતીય પ્રદાન આપ્યું છે. બાપજીનું સર્જન એટલે અવધૂતી સાહિત્ય. ગુજરાતની અધ્યાત્મપ્રેમી જનતા માટે સાચી સાધનામાં પ્રવૃત્ત થવાની પ્રેરણા આપતું આ સત્સાહિત્ય ઉત્તમ છે. આજે સમાજને જરૂર છે, આચરણ અને કર્મઠતાની. પૂ. બાપજી સત્યના સાધક અને અલખના આરાધક હતા. બાપજી જેવા મહાપુરુષનું ગુજરાત સાથે સંબંધિત હોવું મોટા બહુભાગ્યનું પ્રતીક છે.

શ્રી દત્તપાદારવિન્દમિલિન્દ બ્રહ્નચારી પાંડુરંગ તરીકે પોતાની જાતને ઓળખાવતા એ મહાન સંતને ‘બાપજી’ કહેવાનું જ મને ગમશે, કારણ કે બ્રહ્નચારી હોવાની સાથે હું પૂજય શ્રીમદ્ રંગ અવધૂતજીને બહુ શરણભાવે સમજવામાં માનું છું. બાપજીનું સર્જન એટલે અવધૂતી સાહિત્ય. ગુજરાતની અધ્યાત્મપ્રેમી જનતા માટે સાચી સાધનામાં પ્રવૃત્ત થવાની પ્રેરણા આપતું આ સત્સાહિત્ય ઉત્તમ છે. અહીં વાત કરવી છે, શ્રી રંગ અવધૂતજી (પૂ.બાપજી)ના અધ્યાત્મવિશ્વમાં મહત્વના સ્થાનની અને એમના મનનીય સાહિત્યની.

જે પરમજ્ઞાન આપીને આ દુનિયાને સાચા વિકાસ તરફ પ્રતિબદ્ધ બનાવી શકાય છે, એવું જ્ઞાન દક્ષિણ ભારત તરફથી મળ્યું છે, એટલું બીજે ક્યાંયથી નથી મળ્યું. ભગવાન જગદ્ગુરુ શંકરાચાર્યજીથી માંડીને શ્રી રમણ મહર્ષિ જેવા અનેક સંતોની સમકક્ષ પ્રતિભાઓને આપણી આ માતૃભૂમિએ પણ જન્મ આપ્યો છે. પૂ.મોટાએ હરિîની ધૂનથી સમગ્ર ગુજરાતને ગુંજવ્યું છે, તો બાપજીએ ત્રિદેવ (બ્રહ્ના-વિષ્ણુ-મહેશ)ને અત્રિનંદન (ભગવાન દત્તાત્રેય) રૂપે આરાધીને અદ્રિતીય પ્રદાન આપ્યું છે. બાપજી જેવા મહાપુરુષનું ગુજરાત સાથે સંબંધિત હોવું મોટા બહુભાગ્યનું પ્રતીક છે. પૂ. બાપજી સત્યના સાધક અને અલખના આરાધક તો હતા જ, પરંતુ તેઓશ્રી કઇ કક્ષાના જ્ઞાનીપુરુષ હતા એ તો એમના સાહિત્યના સૂક્ષ્મ પરિચય પહેલાં હું સમજી શક્યો જ નહોતો.

ગ્રંથ એ મારા જીવનમાં સૌથી પ્રિય પુસ્તકોમાંનું એક છે અને એમાંના એક-એક સ્તક્ષેત્રમાં જે અનુભવવાણી પ્રગટ થઇ છે એનો આસ્વાદ માણીને જે આહ્લાદ મેં અનુભવ્યો છે, એને શબ્દોમાં કહેવો મુશ્કેલ છે. ‘અવધૂતી આનંદ’ના એકે-એક ભજનમાં અદ્વૈતનો જે મધુર ગુંજારવ એને તુલનાત્મક વિશ્લેષણો કે વિદ્વાનોનાં પ્રવચનો મારફતે સમજી શકાય એમ નથી. ‘શ્રી ગુરુલીલામૃત’ ગ્રંથ તો જાણે દત્તોપાસક ગુજરાતીઓ માટે ગુરુની ગરજ સારનારો પવિત્ર ધર્મગ્રંથ છે એવું લાગે છે. અને ‘શ્રી દત્તબાવની’ના પાઠથી પ્રત્યક્ષ રીતે જે લાભ મેળવ્યો છે, એ વિશે લખવામાં તો એક પુસ્તક પણ ઓછું પડે એમ છે. ‘અમર આદેશ’ પુસ્તક અને પૂજય બાપજીના જ અવાજમાં એના ઓડિયો રેકોડિ•ગનું શ્રવણ તો મારા માટે સ્વયં ભગવાન દત્ત જેવા ગુરુવરની નિશ્રામાં ભણવા મળતું હોય એવો અહેસાસ કરાવનારું બની ગયું છે.

પૂ. મહર્ષિ શ્રીમદ્ કર્દમાચાર્યજી દ્વારા પૂ. બાપજીના જ્ઞાનાત્મક સ્ત્રોતોનું જે અનુભવસિદ્ધ અર્થઘટન કરાયેલું છે એ ખૂબ ગહન ગ્રંથ રૂપે વિધ્યમાન છે. એ ઉપરાંત શ્રદ્ધેય જમિયતરામ અધ્વયું વિરચિત અને ડો. ઇન્દુભાઇ દવે દ્વારા પ્રકાશિત ગ્રંથત્રય ‘અવધૂતી મસ્તી’માંથી ઘણું માર્ગદર્શન મળ્યું છે. ભગવાન દત્તાત્રેયની ભક્તિ અને પૂજય બાપજીનું સાહિત્યિક સાંનિધ્ય સાંપડ્યું.

પૂ. બાપજીના પૂર્વકાળમાં છપાયેલ સાહિત્યમાં પણ ઘણી ઊંચી વિચારણા પ્રસ્તુત થાય છે. એમાં ૧૯૨૧માં લખાયેલ સંવાદાત્મક પુસ્તક ‘રેંટિયાનું રહસ્ય’ અને ‘સ્વરાજ કીર્તન’ ઉપરાંત, ‘અહિંસા એટલે શું?’ તથા ‘એક વિચિત્ર ઝાડ’ (૧૯૨૨), ગીતાના ૧૫મા અધ્યાયનું અર્થઘટન, ‘ભાંગનો લોટો’, ‘ઉપનિષદની વાતો’, ‘ટોલ્સટોયથી પ્રભાવિત પુસ્તકો’, ‘સદ્બોધ શતક’, ‘બાલબોધિની’, ‘બુદ્ધસંઘનો પરિચય’ અને એવા ગ્રંથો મહત્વપૂર્ણ છે.

અન્ય અધ્યાત્મલક્ષી કૃતિઓમાં ‘ઓધમાલિકા (૧૯૨૬),’ ‘વાસુદેવનામસુધા’ (૧૯૨૮), ‘નર્મદાષ્ટકમ્’, ‘પ્રશ્નોત્તરગીતા’, ‘મુક્તિસ્તક્ષેત્રમ્’, ‘પંચપદી’ (૧૯૨૯) અને ‘પત્રગીતા’ તથા ‘સંગીતગીતા’ પણ અમૂલ્ય અવધૂતી કૃતિઓ છે. ‘ગિવૉણ ભાષાપ્રવેશ-૧ અને ૨’ (૧૯૨૩-૨૪) વ્યાકરણ અને સંસ્કૃતના અમૂલ્ય ગ્રંથો છે, તો ‘વિષ્ણુપુરાણની વાતો’માં એક ઉત્તમ વાર્તાકાર તરીકે બાપજી વ્યક્ત થાય છે. ‘શ્રી રંગપત્રમંજૂષા’ જેવા ઉત્તમ પુસ્તક દ્વારા એવું અનુભવાય છે. જાણે ભગવાન પોતે જ આપણને પત્રો દ્વારા કાંઇક સમજાવતા હોય! ‘રંગતરંગ’ અને ‘દત્તયાગ પદ્ધતિ’ પણ તદ્વિષયક ભક્તો માટે અણમોલ માર્ગદર્શન રૂપ છે.

અવધૂતી સાહિત્યનો જેટલો વિસ્તાર થાય તેટલું જ માનવીય ગૌરવ વધતું જશે એવું જોઉં છું અને એટલે જ આ લખાણ લખી રહ્યો છું. પ્રવચનો, વિવરણો, ભાષણો અને વિ®લેષણો કરતાં આજે સમાજને જરૂર છે, આચરણ અને કર્મઠતાની. પૂ.શ્રી બાપજી પણ કહે છે કે, ‘વાણીશૂરા નહીં પણ વર્તનશૂરા બનો’.

બાપજીએ એક સંસ્થાની જાહેરખબર લખેલી. એમાં લખેલું કે, ‘ઉપદેશકો જોઇએ છે’ અને એ પણ એવા કે જે આચરણથી ઉદ્બોધે તેવા, બધાના શિષ્ય બનવા દોડે એવા, ઉધાર આદર્શવાદી નહીં, પણ રોકડા વાસ્તવવાદી. પૂ. બાપજી એ જાહેરખબરમાં આગળ લખે છે કે, સ્વપ્નસેવી નહીં, પણ જાગ્રતજીવી ઉપદેશકો એમને જોઇએ. જે લોકો આવા હોય એમને પગારની જિજ્ઞાસા પણ થાય? બાપજી પગારમાં આપે છે, ‘આત્મસંતોષ’, ‘અમરઆનંદ’ અને ‘શાશ્વતશાંતિ’ બાપજીની એ ઓફિસનું કાર્યાલય હંમેશાં ખુલ્લું રહે છે.

અરજી ‘અંતરના ઊંડાણમાં’ કરવા કહેલું છે અને નિશ્વય પાકો થાય ત્યારે તરત જ કામે ચઢી જવા બાપજી સૂચવે છે. જ્યાં હો ત્યાં જ હાજર થવાનું છે અને ઉરનો ઉલ્લાસ લાગે તો સમજવું કે અરજી સ્વીકૃત થઇ છે. આ અરજી પૂ. બાપજી ‘અંતરાત્મા અવધૂત’ને કરવા જણાવે છે. બાપજીના આ કાર્યાલયને ક્યારેય તાળાં નથી લાગતાં. સેવા, સદાચાર અને સ્વૈચ્છિક અનુશાસનના આ માર્ગ પર આગેકૂચ થતી રહે એ જ સાધના.

જે લોકોને સાચો માર્ગ નથી મળ્યો એમણે હજી વિચારવું જોઇએ અને એમને વિચારવા દો. આપણમાં સન્માર્ગ અને સદ્ગુરુ બંને ભળેલા છે. આપણે હજી વિચાર્યા કરીશું તો કામ ક્યારે કરીશું? આપણે કામ કરવાનું છે. આ જ સાચી શ્રદ્ધાંજલિ આપણા સૌ તરફથી પૂ. રંગ અવધૂતજી અર્પણ કરીએ.

Tuesday, November 9, 2010

સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા






ઋષિઓ યજ્ઞો કરતા હતા ત્યારે સાક્ષસો તેનો ધ્વંશ કરતા હતા. ત્યારે સવાલ એ થાય છે કે જંગલમાં કોઇ ઠેકાણે યજ્ઞ થતો હોય તો રાક્ષસોને તેનો ધ્વંસ કરવાનું કારણ શું? તેમાં રાક્ષસોનું શું લૂંટાઇ જતું હતું? તો આ સહજ ઉદ્ભવતા પ્રશ્નની પૂજય પાંડુરંગ શાસ્ત્રીજીએ તર્કશુદ્ધ સમજણ આપી હતી.

‘યજ્ઞના માધ્યમથી સમાજમાં ઐકય નિર્માણ થતું હતું. સમાજ એક વિચારનો, એક ધ્યેયનો બનતો હતો. સમાજમાં સ્થિરતા નિર્માણ થતી હતી અને ઇશ્વરના નામે તે સંગઠિત થતો હતો. સમાજ જો સંગઠિત થાય, તેનામાં ઐકય નિર્માણ થાય તો રાક્ષસોનું વર્ચસ્વ ઘટે. (આ રાક્ષસો એટલે આજની ભાષામાં કહેવું હોય તો સભ્ય ગુંડાઓ) તેઓ મનમાની કરી ના શકે. તેથી તેમનું વર્ચસ્વ ટકાવવા તે યજ્ઞનો ધ્વંસ કરતા હતા.’

આજે પણ સમાજમાં એવી જ પરિસ્થિતિ નિર્માણ થઇ છે. રાક્ષસીવૃત્તિનું આસુરીવૃત્તિનું ગુંડારાજ પ્રવર્તે છે. સમાજમાં-રાષ્ટ્રમાં તેમનું વર્ચસ્વ છે. સત્તા-સંપત્તિનું એક અભેધ્ય સંગઠન થયું છે કે જે સમાજને-રાષ્ટ્રને અસ્વસ્થ અને અશાંત બનાવી રહ્યું છે. તેનો નાશ કરવો હોય તો ઇશ્વરનિષ્ઠ-ધર્મનિષ્ઠ સંગઠનની જરૂર છે.

પાંડુરંગ શાસ્ત્રીજીએ ભક્તિનું માધ્યમ સ્વીકારતાં ધર્મમાં ઘૂસેલી સંકુચિતતા દૂર કરી. બૌદ્ધિક પ્રામાણ્ય ઉપર આધારેલી ધર્મની સમજણ આપી અને ભક્તિનું માધ્યમ સ્વીકારતાં ઐકય અને એખલાસતાની ભાવના સહજ કેળવી શકાય છે તે સિદ્ધ કરી દેખાડ્યું તેનું પ્રત્યક્ષ પરિણામ આજે પણ હજારો લોકો નિ:સ્વાર્થ ભાવે, પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતા ભાવના વ્યક્ત કરવાના ઉદ્દેશથી ગાંઠનું ગાડીભાડું ખર્ચી ગામમાંથી કોઇની પાસે કશું ન લેવાનું વ્રત લઇ ગામે ગામ વૈદિક વિચારો-ગીતાના વિચારો પોતાની યથામતિ જનમાનસમાં પહોંચાડે છે. એટલું જ નહીં, ભક્તિના માધ્યમથી તૈયાર થયેલી આ એખલાસતાની ભાવનાના પરિણામે અખાતી દેશોમાં ઠેકઠેકાણે સ્વાધ્યાય પ્રવૃત્તિને ત્યાંના શેખ અને આરબોએ અનુમતિ આપી છે અને ત્યાં સ્વાધ્યાય કેન્દ્રો ચાલે છે.

પાંડુરંગ શાસ્ત્રીજી ઋષિઓના રાહે ચાલ્યા હતા. તે કેવળ ચિંતક, સુધારક કે સંત ન હતા. કેવળ ઋષિ કે મહર્ષિ પણ ન હતા. પરંતુ તે Activist Philosopher પણ હતા.કેવળ તત્વજ્ઞાનના વિચાર નહીં પણ તેનું આચરણમાં અમલીકરણ કરનારા તત્વજ્ઞાની હતા. તેમના વિચાર કૃતિશૂન્ય નહીં પણ કૃતિપૂર્ણ હતા. સામાન્ય માનવી પણ જીવનમાં તત્વજ્ઞાન આત્મસાત્ કરી શકે તેવી તેમની રજૂઆત હતી. તેથી જનમાનસે તેમને આવકાર્યા હતા.

‘તત્વજ્ઞાન એટલે ન સમજાય એવી વાતો’ એ ભ્રામક સમજણ દૂર કરી પાંડુરંગ શાસ્ત્રીજીએ તેને એટલું સરળ અને સહજ બનાવ્યું હતું કે પ્રત્યેક તેનું આચરણ કરી શકે.સર્વેણ સુખિન: સન્તુ! એ કેવળ ભાવનાયુક્ત પ્રાર્થના નહીં પણ સમાજ તેવો થાય તે માટે પાંડુરંગ શાસ્ત્રીજીએ કૃતિ દ્વારા સમાજને એક આગવું દર્શન કરાવ્યું.પાંડુરંગ શાસ્ત્રીજીએ સ્ત્રીનું મહત્વ વધારી તેને અબળા નહીં પણ મહિલા ગણી છે અને ઘરની ચાર દીવાલોમાં પુરાયેલી સ્ત્રીશક્તિને જાગૃત કરી હજારો ગામોમાં પ્રભુકાર્યનો સંદેશો લઇ તેમના વિકાસ માટે ભક્તિની ભાવનાથી દોડતી કરી.

ઋષિઓએ કંડારેલી કેડી ઉપર અંધશ્રદ્ધા, વહેમ તથા સ્વાર્થીમલિનવૃત્તિનું નિંદામણ ચડ્યું છે તે તેમણે સાફ કરી રસ્તો ખુલ્લો કરી ભારતીય સંસ્કૃતિની વિચારસંહિતા, આચારસંહિતા તથા ઉપાસના સંહિતાનું શુદ્ધ રૂપમાં આબાલવૃદ્ધને સ્પષ્ટ દર્શન કરાવી તે મુજબ જીવતાં શિખવાડ્યું છે. સ્વાધ્યાય પરિવાર અને આપણે સહુ તેમણે ચિંધેલા રાહે સારા અર્થમાં પારિવારિક ભાવનાથી ભક્તિની-સમજણથી કાર્ય કરી શકીએ તો તેમને આપેલી શ્રદ્ધાંજલિ સાર્થક બનશે. તેમના નિર્વાણ દિવસ આસો વદ અમાસે સાચા અર્થમાં તેમને આપેલી શ્રદ્ધાંજલિ છે. પ્રભુ તેવી શક્તિ આપણને સૌને આપે એ જ પ્રાર્થના.

Monday, August 23, 2010

બીલીપત્રનું મહત્વ


બીલીવૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે. મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે, જે મંગલ સ્વરૂપે ત્યાં વિરાજે છે. તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ છે, તેમાં ઉચ્ચતર જ્ઞાનભંડાર છે, અને થડને વિશે વેદાન્તના અર્કની અભિવ્યક્તિ છે. બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે, માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઇએ. બીલીવૃક્ષનું સાધકે પૂજન કરવું જોઇએ અને દીપ પ્રગટાવવો જોઇએ. બિલ્વની ઉત્પત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે, તેમાંની એક ઉલ્લેખનીય છે: એક વખત દેવી ગિરિજાના કપાળ પર પરસેવાનું બિંદુ હતું તે લૂછીને જમીન પર નાખ્યું. આ પ્રસ્વેદ બિંદુમાંથી ઘેઘૂર વૃક્ષ થયું. એક સમયે ફરતા-ફરતા દેવીએ તે વૃક્ષ જોયું અને પોતાની સખી જયાને કહ્યું કે, આ વૃક્ષ નિહાળી મારું હ્રદય પુલકિત બને છે. જયાએ કહ્યું "દેવી! આ વૃક્ષ આપના પ્રસ્વેદ બિંદુમાંથી પાંગર્યું છે..." અને ગિરિજા દેવી એ આ વૃક્ષનું નામ "બિલ્વ" રાખ્યું. બિલ્વ વૃક્ષનો મહિમા અપરંપાર છે. એક માન્યતા એવી પ્રવર્તે છે કે, બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપશ્ચર્યાના પરિણામરૂપ છે. તેના ફળથી આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે. બીલીના ફળની વિશિષ્ટતા એ છે કે, તેના પર કળી કે ફૂલ બેસતા નથી, પણ સીધાં જ ફળ બેસે છે. કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ બિલ્વ વૃક્ષની કુંજોમાં છે. બિલ્વ ફળ લક્ષ્મીજીની તપશ્ચર્યાનું ફળ છે. ભગવાન વિષ્ણુએ આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું હતું ત્યારે બિલ્વ લક્ષ્મીજીની હથેળીમાં ઊગેલું! જે "શ્રીવૃક્ષ" તરીકે ઓળખાયું છે. બીલીના ત્રણ પાંદડા ત્રણ અંગોનું સૂચન કરે છે. તે સૂર્ય, ચન્દ્ર અને અગ્નિ સ્વરૂપ શિવજીના ત્રણ નેત્રો છે. તદુપરાંત તે શિવજીના ત્રિશૂળનો પણ નિર્દેશ કરે છે. મુનિવર્ય યાજ્ઞવલ્ક્યના મતાનુસાર જો શિવની પૂજા બીલીપત્ર દ્વારા હ્રદયની સરળતા, સહજતા અને શિદ્ધિથી એકાગ્ર ચિત્તે કરવામાં આવે તો તે મનોવાંછિત ફળને આપે છે. અને ભક્તની મનોકામના મહેશ્વર પરિપૂર્ણ કરે છે, તેને મુક્તિ પ્રાપ્ત થાય છે. બીલીપત્રો કેટલીક વખત અપ્રાપ્ય હોય છે. ભાવિક ભક્તો કે સાધકને પૂજન કરવા માટે બીલીપત્રો આપવામાં પણ મોટું પુણ્ય મળે છે. બિલ્વ વૃક્ષ અનેક રીતે શુભ ફળ આપનારું વૃક્ષ છે. - બીલી પત્રો દ્વારા ભગવાન શંકરનું પૂજન કરાય છે. - બીલી પત્ર મસ્તકે ધરનારને યમનો ભય રહેતો નથી. - બિલ્વ વૃક્ષના મૂળમાં શિવ-પાર્વતીનો વાસ છે. - આ વૃક્ષની શાખાઓમાં મહેશ્વરી વસે છે. - આ વૃક્ષના પત્રોમાં પાર્વતીજી વસે છે. - ફળમાં કાત્યાયનીનો વાસ છે. - આ વૃક્ષની છાલમાં ગૌરીનો વાસ છે. - આ વૃક્ષના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો વાસ છે. - બિલ્વ વૃક્ષનું ફળ ઔષધિઓમાં ઉત્તમ ગુણકારક ગણાય છે. - આ ફળ યજ્ઞમાં પણ હોમવામાં આવે છે.

Thursday, August 12, 2010

શિવ – શ્રી શિવ વંદના – વન્દે શિવમ્ શંકરમ્




વન્દે દેવમુમાપતિં સુરગુરું વન્દે જગત્કારણમ્, વન્દે પન્નગભૂષણં મૃગધરં વન્દે પશૂનાં પતિમ્ ।
વન્દે સૂર્યશશાઙ્ગ વહ્નિનયનં વન્દે મુકુન્દપ્રિયમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૧ ॥
ઉમાપતિ દેવ, સુરગુરુ, જગતની ઉત્પત્તિ કરનાર, સર્પનાં આભૂષણ પહેરનાર, મૃગ (મુદ્રા) ધારણ કરનાર, પ્રાણીઓના સ્વામી, સૂર્ય-ચન્દ્ર અને અગ્નિ જેનાં નેત્રો છે તેવાં વિષ્ણુને પ્રિય, ભક્તજનોના આશ્રયરૂપ, વરદ, શિવશંકરને હું વન્દું છું.

વન્દે સર્વજગદ્વિહારમતુલં વન્દેઽધંકધ્વંસિનમ્, વન્દે દેવશિખામણિં શશિનિભં વન્દે હરેર્વલ્લભમ્ ।
વન્દે નાગભુજઙ્ગ ભૂષણધરં વન્દે શિવં ચિન્મયમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૨ ॥
અખિલ વિશ્વવિહારી, અનુપમ, અંધક રાક્ષસનો નાશ કરનાર દેવોના મસ્તકમણિરૂપ, ચન્દ્ર જેવાં, વિષ્ણપ્રિય, નાગ અને સર્પનાં ભૂષણ પહેરનાર, કલ્યાણકારી, ચિન્મય, ભક્તજનોના આશ્રયરૂપ, વરદ, શિવશંકરને હું વન્દું છું.

વન્દે દિવ્યમચિન્ત્યમદ્વયમહં વન્દે કંદર્પાપહમ્, વન્દે નિર્મૂલમાદિમૂલમનિશં વન્દે મખધ્વન્સિનમ્ ।
વન્દે સત્યમનંતમાદ્યમલયં વન્દેઽતિશાન્તાકૃતિમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૩ ॥
દિવ્ય, અચિન્ત્ય, અનન્ય, કામદેવના વિનાશક, નિર્મૂલ, આદિમૂલ, દક્ષના યજ્ઞનો ભંગ કરનાર, સત્ય, અનન્ય, આદ્ય, અવિનાશી, અતિ શાંત મૂર્તિ, ભક્તજનોના આશ્રયદાતા, વરદ, શિવશંકરને હું વન્દું છું.

વન્દે ભૂરથમમ્બુજાક્ષવિશિખં વન્દે શ્રુતિધોટકમ્, વન્દે શૈલશરાસનં ફણિગુણં વન્દેઽધિતૂણીરકમ્ ।
વન્દે પદ્મજસારથિ પુરહરં વન્દે મહાભૈરવમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૪ ॥
પૃથ્વી રૂપી રથવાળા, અંબુજાદેવીની આંખ રૂપી બાણવાળા, વેદ રૂપી અશ્વોવાળા, શૈલાધિરાજ રૂપી ધનુષ્યવાળા, સર્પો રૂપી પણછવાળા, પ્રજ્ઞા રૂપી ભાથાવાળા, બ્રહ્મા રૂપી સારથિવાળા, ત્રિપુરને મારનાર, મહાભૈરવ, ભક્તોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને વન્દું છું.

વન્દે પઞ્ચમુખામ્બુજં ત્રિનયનમ્ વન્દે લલાટેક્ષણમ્, વન્દે વ્યોમગતં જટા સુમુકુટં ચન્દ્રાર્ધગઙ્ગાધરમ્ ।
વન્દે ભસ્મકૃતં ત્રિપુણ્ઙજટિલં વન્દેઽષ્ટમૂર્ત્યાત્મકમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૫ ॥
કમળ સમાન પંચ મુખવાળા, ત્રણ નેત્રવાળા, કપાળમાં નેત્રવાળા, આકાશમાં રહેલ, જટા અને મુકુટવાળા, અર્ધચન્દ્ર તથા ગંગાને ધારણ કરનાર, ભસ્મથી ત્રિપુંડ રચનાર, જટિલ અષ્ટમૂર્તિરૂપ, ભક્તજનોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.

વન્દે કાલહરં હરં વિષધરં વન્દે મૃડં ધૂર્જટિમ્, વન્દે સર્વગતં દયામૃતનિધિં વન્દે નૃસિંહાપહમ્ ।
વન્દે વિપ્રસુરાર્ચિતાંધ્રિકમલં વન્દે ભગાક્ષાવહમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૬ ॥
કાલજીત, કંઠમાં વિષ ધારણ કરનાર, દયાળું, ધૂર્જટિ, સર્વવ્યાપક, દયાના સાગર, નૃસિંહના કરાલક્રોધને શાંત કરનાર, જેના ચરણકમલને દેવો અને બ્રાહ્મણો પૂજે છે તેવાં, કામદેવને મારનારા, ભક્તોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.

વન્દે મઙ્ગ લરાજતાદ્રિનિલયં વન્દે સુરાધીશ્વરમ્, વન્દે શઙ્કરમપ્રમેયમતુલં વન્દે યમદ્વેષિણમ્ ।
વન્દે કુણ્ડલિરાજકુણ્ડલધરં વન્દે સહસ્ત્રાનનમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૭ ॥
મંગળ શ્વેત ચાંદી જેવાં કૈલાસ પર વસનાર, દેવાધિદેવ, કલ્યાણ કરનાર, અનંત, અતુલ, કાળને જીતનારા, સર્પરાજના કુંડળવાળા, હજાર મુખવાળા ભક્તજનોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.

વન્દે હંસમતીન્દ્રિયં સ્મરહરં વન્દે વિરૂપેક્ષણમ્, વન્દે ભૂતગણેશાવ્યયમહં વન્દે વિરૂપેક્ષણમ્ ।
વન્દે સુન્દરસૌરભેયગમનં વન્દે ત્રિશૂલાયુધમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૮ ॥
હંસ (વિશુદ્ધ આત્મારૂપ) ઈન્દ્રિયાતીત, કામદેવને હણનાર, વિરૂપાક્ષ, ભૂતગણોના અધિપતિ, અવિકારી, સંપત્તિ અને સત્તા આપનાર, સુંદર વૃષભ ઉપર બિરાજીને ગમન કરનાર, ત્રિશૂલનું આયુધ રાખનાર, ભક્તજનોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.

વન્દે સૂક્ષ્મમનન્તમાદ્યમભયં વન્દેઽન્ધકારાપહમ્, વન્દે રાવણનન્દિભૃઙ્ગીવિનતં વન્દે સુવર્ણાવૃતમ્ ।
વન્દે શૈલસુતાર્થભદ્રવપુષં વન્દે ભયં ત્ર્યમ્બકમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૯ ॥
સૂક્ષ્મ, અનંત, આદ્ય, અભય, અંધકાર (અજ્ઞાન) ને હરી લેનાર, રાવણ-નંદી-ભૃંગી વગેરેથી પૂજાતા, સુંદર વર્ણવાળા, શૈલસુતા પાર્વતી સારુ ભદ્રદેહ ધારણ કરનાર, ભયાનક,ત્ર્યમ્બક, ભક્તજનોને આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.

વન્દે પાવનમમ્બરાત્મવિભવમ્ વન્દે મહેન્દ્રેશ્વરમ્, વન્દે ભક્તજનાશ્રયામરતરું વન્દે નતાભીષ્ટદમ્ ।
વન્દે જહ્નુસુતામ્બિકેશ મનિશં વન્દે ગણાધીશ્વરમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૧૦ ॥
પાવન આકાશ જેનું સ્વરૂપ છે, ઈન્દ્રિના અધિપતિ, ભક્તજનોને આશ્રય આપનાર દિવ્ય કલ્પવૃક્ષ, નમન કરનારને ઈચ્છિત વસ્તુ આપનાર, જહ્નુપુત્રી ગંગા તથા અંબિકા (પાર્વતી) ના સ્વામી, ગણાધિપતી, ભકતજનોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું નિત્ય વન્દું છું.

શિવ – શ્રી શિવ ષડાક્ષર સ્તોત્ર



ૐ કારં બિન્દુસંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ । કામદં મોક્ષદં ચૈવ ‘ૐ’ કારાય નમો નમઃ ॥ ૧ ॥
બિન્દુથી સંયુક્ત એવા જે ૐ કારનું યોગીઓ નિત્ય ધ્યાન ધરે છે, તે ઈચ્છા પૂરી કરનાર, અને મોક્ષ આપનાર ૐ કારને વારંવાર નમસ્કાર.

નમન્તિ ઋષયો દેવાઃ નમન્ત્યપરસાં ગણઃ । નરાઃ નમન્તિ દેવેશઃ ‘ન’ કારાય નમો નમઃ ॥ ૨ ॥
જેને ઋષિઓ, દેવો અને અપ્સરાઓનો સમુદાય નમન કરે છે, અને જે દેવાધિદેવને મનુષ્યો નમે છે તે ન કારરૂપ શિવ શંકરને વારંવાર નમસ્કાર.

મહાદેવં મહાત્માનં મહાધ્યાનપરાયણમ્ । મહાપાપહરં દેવં ‘મ’ કારાય નમો નમઃ ॥ ૩ ॥
મહાદેવ, મહાત્મા, મહાધ્યાનમાં મગ્ન, મહાપાપ હરનારા તે મ કારરૂપ શિવ શંકરને વારંવાર નમસ્કાર.

શિવં શાન્તં જગન્નાથં લોકાનુગ્રહકારકમ્ । શિવમેકપદં નિત્યં ‘શિ’ કારાય નમો નમઃ ॥ ૪ ॥
શિવ, શાંત, જગન્નાથ, લોક ઉપર અનુગ્રહ કરનાર, નિત્ય એકમાત્ર કલ્યાણ કરનાર, શિ કારરૂપ શિવ શંકરને વારંવાર નમસ્કાર.

વાહનં વૃષભો યસ્ય વાસુકિઃ કણ્ઠભૂષણમ્ । વામે શક્તિધરં દેવં ‘વ’ કારાય નમો નમઃ ॥ ૫ ॥
વૃષભ જેનું વાહન છે, વાસુકિ જેનાં કંઠનું આભૂષણ છે, જેનાં વામભાગે શક્તિ (પાર્વતી) છે, તેવાં વ કારરૂપ દેવ શંકરને વારંવાર નમસ્કાર.

યત્ર યત્ર સ્થિતો દેવઃ સર્વવ્યાપી મહેશ્વરઃ । યો ગુરુઃ સર્વદેવાનાં ‘ય’ કારાય નમો નમઃ ॥ ૬ ॥
આ મહેશ્વર દેવ જ્યાં-જ્યાં સર્વવ્યાપી બનીને રહ્યાં છે, અને જે સર્વદેવોના ગુરુ છે તે ય કારરૂપ શિવ શંકરને વારંવાર નમસ્કાર.

ષડ્અક્ષરમિદં સ્તોત્રં યઃ પઠેચ્છિવસન્નિધૌ । શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે ॥ ૭ ॥
આ છ અક્ષરના (ૐ નમઃ શિવાય) સ્તોત્રનું જે કોઈ ભગવાન શિવના સાન્નિધ્યમાં પઠન કરશે, તે શિવલોકને પામશે અને શિવની સાથે આનંદ કરશે.

શિવ – શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર



નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માઙ્ગરાગાય મહેશ્વરાય।
નિત્યાય શુદ્ધાય દિગમ્બરાય તસ્મૈ ‘ન’ કારાય નમઃ શિવાય॥૧॥
ભાવાર્થ – જેમના કંઠમાં સર્પોનો હાર છે, જેમના ત્રણ નેત્રો છે, ભસ્મ જ જેમનું અનુલેપન છે, દિશાઓ જ જેમના વસ્ત્ર છે (અર્થાત્ જે નગ્ન છે), એવાં શુદ્ધ અવિનાશી મહેશ્વર “ન” કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર.

મન્દાકિનીસલિલચન્દનચર્ચિતાય નન્દીશ્વરપ્રમથનાથમહેશ્વરાય।
મન્દારપુષ્પબહુપુષ્પસુપૂજિતાય તસ્મૈ ‘મ’ કારાય નમઃ શિવાય॥૨॥
ભાવાર્થ – ગંગાજળ અને ચંદનથી જેમની અર્ચના થઈ છે, મંદાર પુષ્પ તથા અન્યોન્ય કુસુમોથી જેમની સુંદર પુજા થઈ છે, એવાં નંદીના અધિપતિ પ્રમથગણોના સ્વામી મહેશ્વર “મ” કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર.

શિવાય ગૌરીવદનાબ્જવૃન્દ‐સૂર્યાય દક્ષાધ્વરનાશકાય।
શ્રીનીલકણ્ઠાય વૃષધ્વજાય તસ્મૈ ‘શિ’ કારાય નમઃ શિવાય॥૩॥
ભાવાર્થ – જે કલ્યાણ સ્વરૂપ છે, પાર્વતીજીના મુખકમળને વિકસિત (પ્રસન્ન) કરવા માટે જે સૂર્ય સ્વરૂપ છે, જે દક્ષના યજ્ઞને નાશ કરનાર છે, જેમની ધ્વજામાં ઋષભનું (આખાલાનું) ચિન્હ છે, એવાં શોભાશાળી નીલકંઠ “શિ” કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર.

વસિષ્ઠકુમ્ભોદ્ભવગૌતમાર્ય‐મુનીન્દ્રદેવાર્ચિતશેખરાય
ચન્દ્રાર્કવૈશ્વાનરલોચનાય તસ્મૈ ‘વ’ કારાય નમઃ શિવાય॥૪॥
ભાવાર્થ – વસિષ્ઠ, અગસ્ત્ય અને ગૌતમ આદિ શ્રેષ્ઠ મુનિઓએ તથા ઇન્દ્ર આદિ દેવતાઓએ જેમના મસ્તકની પૂજા કરી, ચંદ્રમા, સૂર્ય અને અગ્નિ જેમના નેત્ર છે, એવાં “વ” કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર.

યક્ષસ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય
દિવ્યાય દેવાય દિગમ્બરાય તસ્મૈ ‘ય’ કારાય નમઃ શિવાય॥૫॥
ભાવાર્થ – જેમણે યક્ષ રૂપ ધારણ કર્યું છે, જે જટાધારી છે, જેમના હાથમાં પિનાક (ધનુષ) છે, જે દિવ્ય સનાતન પુરુષ છે, એવાં દિગંબર દેવ “ય” કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર.

પઞ્ચાક્ષરમિદં પુણ્યં યઃ પઠેચ્છિવસન્નિધૌ।
શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે॥
અર્થ – જે શિવજીની સમીપ આ પવિત્ર પંચાક્ષરનો પાઠ કરે છે, તે શિવલોક પ્રાપ્ત કરે છે અને ત્યાં શિવજીની સાથે આનંદિત થાય છે.

|| ઇતિ શ્રીમચ્છંકરાચાર્યવિરચિતં શિવપઞ્ચાક્ષરસ્ત્રોતં સમ્પૂર્ણમ્ ||

શિવ – શ્રી શિવ માનસ પૂજા



રત્નૈઃ કલ્પિતમાસનં હિમજલૈઃ સ્નાનં ચ દિવ્યામ્બરં નાનારત્નવિભૂષિતં મૃગમદામોદાઙ્કિતં ચન્દનમ્ ।
જાતીચમ્પક બિલ્વપત્રરચિતં પુષ્પં ચ ધૂપં તથા દીપં દેવ દયાનિધે પશુપતે હૃત્કલ્પિતં ગૃહ્યતામ્ ॥૧॥
હું એવી ભાવના કરું છું કે હે દયાળુ પશુપતિ દેવ! સંપૂર્ણ રત્નોથી નિર્મિત આ સિંહાસન પર આપ વિરાજમાન થાઓ. હિમાલયના શીતળ જળથી હું આપને સ્નાન કરાવું છું. સ્થાન ઉપરાંત રત્નજડિત દિવ્ય વસ્ત્ર આપને અર્પિત કરું છું. કેસર-કસ્તૂરીથી બનાવેલ ચંદનના તિલક આપના અંગો પર લગાવું છું. જુહી, ચંપા, બિલ્વપત્ર આદિની પુષ્પાંજલિ આપને સમર્પિત હો. બધા પ્રકારના સુગંધિત ધૂપ અને દીપક માનસિક રૂપે આપને દર્શિત કરી રહ્યો છું, આપ કૃપયા ગ્રહણ કરો.

સૌવર્ણે નવરત્ન ખંડરચિતે પાત્ર ધૃતં પાયસં ભક્ષ્મં પંચવિધં પયોદધિ યુતં રમ્ભાફલં પાનકમ્ ।
શાકા નામ યુતં જલં રુચિકરં કર્પૂર ખંડૌજ્જ્વલં તામ્બૂલં મનસા મયા વિરચિતં ભક્ત્યા પ્રભો સ્વીકુરુ ॥૨॥
હું એ નવીન સ્વર્ણપાત્ર, કે જેમા વિવિધ પ્રકારના રત્નો જડિત છે, ખીર, દૂધ અને દહિ સહિત પાંચ પ્રકારના સ્વાદવાળા વ્યંજનની સાથે કદલીફળ, સરબત, શાક, કપૂરથી સુવાસિત અને સ્વચ્છ કરેલ મૃદુ જળ તેમજ તાંબુલ આપને માનસિક ભાવો દ્વારા બનાવી પ્રસ્તુત કરું છું. હે કલ્યાણ કરનાર! મારી આ ભાવનાનો સ્વીકાર કરો.

છત્રં ચામર યોર્યુગં વ્યજનકં ચાદર્શકં નિમલં વીણા ભેરિ મૃદંગ કાહલકલા ગીતં ચ નૃત્યં તથા ।
સાષ્ટાંગ પ્રણતિઃ સ્તુતિ-ર્બહુવિધા હ્યેતત્સમસ્તં મમા સંકલ્પેન સમર્પિતં તવ વિભો પૂજાં ગૃહાણ પ્રભો ॥૩॥
હે ભગવાન, આપના ઉપર છત્ર લગાવી, ચંવર અને મંદ પવન નાખું છું. નિર્મળ દર્પણ, જેમાં આપના સ્વરૂપ સુંદરતમ અને ભવ્ય દેખાય છે, એ પ્રસ્તુત કરું છું. વીણા, ભેરી, મૃદંદ, દુન્દુભિ આદિની મધુર ધ્વનીઓ આપની પ્રસન્નતા માટે કરવામાં આવી રહી છે. સ્તુતિ ગાયન, આપનું પ્રિય નૃત્ય કરી હું આપને સાષ્ટાંગ પ્રણામ કરતા સંકલ્પ રૂપથી આપને સમર્પિત કરી રહ્યો છું. પ્રભુ! મારી આ વિવિધ પ્રકારની સ્તુતિ-પૂજા કૃપયા ગ્રહણ કરો.

આત્મા ત્વં ગિરિજા મતિઃ સહચરાઃ પ્રાણાઃ શરીરં ગૃહં પૂજા તે વિષયોપભોગરચના નિદ્રા સમાધિસ્થિતિઃ ।
સંચારઃ પદયોઃ પ્રદક્ષિણવિધિઃ સ્તોત્રાણિ સર્વા ગિરો યદ્યત્કર્મ કરોમિ તત્તદખિલં શમ્ભો તવારાધનમ્ ॥૪॥
જે શંકરજી, મારી આત્મા આપ છો. મારી બુદ્ધિ આપની શક્તિ પાર્વતીજી છે. મારા પ્રાણ આપના ગણ છે. મારું આ પંચભૈતિક શરીર આપનું મંદિર છે. સંપૂર્ણ વિષય ભોગની રચના આપની જ પૂજા છે. હું જે નિદ્રા લઊ છું તે આપની ધ્યાન સમાધિ છે. મારું ચાલવું-ફરવું આપની પરિક્રમા છે. મારી વાણીથી નિકળેલ પ્રત્યેક ઉચ્ચારણ આપના જ સ્તોત્ર અને મંત્ર છે. આ પ્રકારે, હું આપનો ભક્ત, જે કોઈ કર્મ કરું છું, તે આપની આરાધના જ છે પ્રભુ.

કર ચરણ કૃતં વાક્કાયજં કર્મજં વા શ્રવણનયનજં વા માનસં વાપરાધમ્ ।
વિહિતમવિહિતં વા સર્વમેતત્ક્ષમસ્વ જય જય કરણાબ્ધે શ્રી મહાદેવ શમ્ભો ॥૫॥
હે પરમેશ્વર! હુંએ હાથ, પગ, વાણી, શરીર, કર્મ, કર્ણ, નેત્ર અથવા મન દ્વારા જે કોઈ પણ અપરાધ કર્યા છે, વિહિત હોય કે અવિહિત, એ બધા પર આપની ક્ષમાપૂર્ણ દ્રષ્ટિ પ્રદાન કરો. હે કરુણાસાગર ભોળા ભંદારી, શ્રી મહાદેવજી, આપની જય હો, જય હો, જય હો.

આ સુંદર ભાવાત્મક સ્તુતિ દ્વારા આપણે માનસિક શાંતિ તથા ઈશ્વરની કૃપા સાથે કોઈ પણ સાધન, સહાયક, વિધિ વગર ભગવાન સદાશિવની પૂજા સંપન્ન કરી શકીએ છીએ. માનસિક પૂજા શાશ્ત્રોમાં શ્રેષ્ઠત્તમ પૂજાના રૂપમાં વર્ણિત છે. ભૈતિક પૂજાનો ઉદ્દેશ્ય પણ માનસિક રૂપથી ઈશ્વરની સાન્નિધ્યમાં થવી જ જોઈએ. આ શિવ માનસ પૂજાની રચના આપણા માટે આદિગુરૂની કૃપાની દિવ્ય સાક્ષાત્ પ્રસાદી જ છે. આવશ્યકતા ફક્ત આ પ્રસાદીને નિરંતર ગ્રહણ કરતા રહેવાની છે.


શ્રી ગણેશાય નમ: ||
પુષ્પદંત ઉવાચ ||

મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશો સ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર: |
અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન્ મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર: || 1 ||
[અર્થ : હે ભગવાન ! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો જાણતા નથી, કારણકે આપના નિર્ગુણ સ્વરૂપ મનવાણીથી પર છે, તેમજ આપને પુરુષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી. બ્રહ્માદિનો સંસ્કૃતભાષાનો શબ્દભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતો નથી. બ્રહ્માદિકની વાણી પણ હે હર ! તમને વર્ણવવા માટે સમર્થ નથી, પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઊડે છે, તે જ પ્રમાણે સર્વ જન પોતપોતાની બુદ્ધિને અનુસરીને આપની સ્તુતિ કરે છે. તેથી સર્વે સ્તુતિ કરનારાઓ તેમનો દોષ હોય તો પણ નિર્દોષ છે, આ મહિમ્નસ્તોત્ર બાબત મારો પ્રયત્ન પણ તે જ દ્રષ્ટિનો નિર્દોષ છે.]

અતીત: પંથાન તવ ચ મહિમા વાડમનસયો –રતદ્વયાવૃત્યા યં ચકિતમભિધત શ્રુતિરપિ
સંકરસ્ય સ્તોતવ્ય: કતિવિધગુણ: કસ્ય વિષય: પદે ત્વાર્ચાચીને પતિત ન મન: કસ્યા ન વચ: || 2 ||
[અર્થ : ‘હે ભગવાન ! આપનો મહિમા, મન તથા વાણી વડે જાણવામાં આવતો નથી અને આપના મહિમાનું શ્રુતિઓ પણ ગૌરવપૂર્વક એ જ રીતનું વર્ણન કરે છે. વાક્ય વડે ભેદ સગુણ સ્વરૂપનો નિષેધ કરવા છતાં બીજા અર્થ વડે સગુણ વસ્તુનું પ્રતિપાદન પણ કરે છે. આપનો એ રીતનો અપાર મહિમા વર્ણવવાને કોઈ પુરુષ શક્તિમાન નથી. તેમજ આપ કોઈપણ પુરુષને ઈન્દ્રિયગોચર પણ નથી. આમ તમારું નિર્ગુણ સ્વરૂપ બધાને અગમ્ય છે અને તમારા સગુણ સ્વરૂપને વર્ણવવા માટે સંસ્કૃતાદિ ભાષાઓમાં શક્તિ નથી, તે છતાં તમારા સગુણ સ્વરૂપની તો શંકર ! બધા જ સ્તુતિ કરે છે.]

મધુસ્કીતા વાચ: પરમમૃતં નિર્મિતવત્ સ્તવ બ્રહ્મનિક વાગપિ સુરગુરોર્વિસ્મય પદમ્ |
મમ ત્વેતા વાણી ગુણકથનપુણ્યેન ભવત: પુનામીત્યર્થેડસ્મિનપુરમથન ! બુદ્ધિર્વ્યોચસિતા: || 3 ||
[અર્થ : ‘હે ભગવાન ! મારી સ્તુતિ તમને કોઈ પણ પ્રકારે યથાર્થ વર્ણવી શકતી નથી, કારણકે તમે વેદોની મધ જેવી મધુર વાણીનો રચાયિતા છો. હે ભગવાન ! વાણીના ભંડાર રૂપ બ્રહ્માદિની સ્તુતિ પણ ખુશ ન કરી શકે, તો મારી સ્તુતિ તમને ક્યાંથી સંતોષ આપી શકે ? હું આ બધું જાણું છું. છતાં તમારી સ્તુતિ કરું છું, કારણ એ છે કે, હું તમારા સ્તવનથી મારી વાણીને નિર્મળ કરું છું એમ જ હું માનું છું. મારી વાણીથી તમે આનંદ પામો એ મારી ધરણા જ નથી. આ જ કારણથી હું તમારી સ્તુતિ કરવા પ્રવૃત્ત થયો છું.]

તવૈશ્વર્ય યત્તજયગદુદયરક્ષાપ્રલયકૃત ત્રયી વસ્તુ વ્યસતં તિસૂષુ ગુણભિન્નાસુ તનુષુ |
અભવ્યાનામસ્મિન્વરદ ! રમણોયામરમણી વિરંતુ વ્યક્તોશીં વિદધત ઈહૈકે જડધિય || 4 ||
[અર્થ : હે ભગવાન ! આપનું ઐશ્વર્ય જુદે જુદે રૂપે જુદા જુદા ગુણોએ કરીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – એ ત્રણે વ્યક્તિમાં આરોપિત છે. અને તે બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર, સત્વ, રજસ અને તમસ –એ ત્રણે ગુણો વડે જુદે જુદે રૂપે પ્રતિત થાય છે. વળી, એ ઐશ્વર્ય ત્રણે લોકથી ઉત્પત્તિ સ્થિતિ તથા ત્રણેનો પ્રલય કરવા છતાં બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર રૂપે રહે છે. હે ભગવાન ! તમારું રૂપ ન સમજી શકવાના કારણથી જડબુદ્ધિવાળાઓ આપના ઐશ્વર્યની નિન્દા કરે છે, અને નિંદા પાપી પુરુષોને લાગે છે, પરંતુ આપના સર્વજ્ઞાતિ ગુણયુક્ત ઐશ્વર્યની નિંદા શુદ્ધ મુમુક્ષુઓને અતિ અપ્રિય લાગે છે.]

કિમીહ: કિકાર્ય સ ખલુ કિમુપાયસ્ત્રિભુવનં કિમાધારો ધાતા સૂજતિ વિમૂપાક્ષ ન ઈતિ ચ |
આતકયૈશ્વર્થે તવય્યનવ સરયુ:સ્યો હતવિય: કુતર્કોર્ય કાશ્રિન્સુખરયતિ મોહાય જગત: || 5 ||
[અર્થ : ‘હે ભગવાન ! પરમેશ્વર ત્રણ ભુવનની ઉત્પત્તિ કરે છે. પરંતુ જડબુદ્ધિવાળાઓ ‘જગતને ઉત્પન્ન કરવા બાબત શી ક્રિયા થતી હશે, તે ક્રિયા ક્યા પ્રકારની હશે, તેના અમલમાં ક્યા ક્યા પ્રકારો યોજાયા હશે, જગતનો આધાર તણા જગતને ઉત્પન્ન કરવામાં નિમિત્ત અને ઉપાદાન કારણ શું હશે ?’ આવો કુતર્ક કરે છે, પ્રભુ, એ કુતર્કનું તાત્પર્ય એ છે કે, જગતભરના આપણા ભક્તોના ચિત્તને ભ્રમણા પમાડવી. આપને વિષે આવા કુતર્ક એ જ અયોગ્ય છે, કારણકે આપ તો અચિંત્ય માહાત્મયથી યુક્ત છો.]

અજન્માનો લોકા: કિમવ વંતોડપિ જગતા મધિષ્ઠાતરં કિં ભવવિધિરનાદત્ય ભવતિ |
અનીશો વા કુર્યાદભુવનજનને ક: પરિકરો વ તો મદાસત્વા પ્રત્યમરવર ! સંશેરક ઈમેં || 6 ||
[અર્થ : હે ભગવાન ! આપ સર્વદેવોમાં શ્રેષ્ઠ છો, છતાં ‘આ દ્રશ્યમાન સપ્તલોક સાકાર છે. આમ જગત સાકાર હોવા છતાં અજન્મા હશે એ સંભવિત નથી, કારણકે જે સાકાર વસ્તુ છે તેનો જન્મ પણ હોય છે જ. જેમ ઘડો સાકાર છે, તેથી તે ઉત્પત્તિમાન છે, તેમ આ જગત અધિષ્ઠાન પરમેશ્વરની અપેક્ષા વગર ઉત્પન્ન કેવી રીતે થયું હશે, ઈશ્વર સિવાય બીજો કોઈ જગતકર્તા હશે !’ બ્રહ્માંડને ઉત્પન્ન કરવામાં આપ વિષે અનેક પ્રકારના સંદેહ મૂઢજનોમાં થાય છે. પરંતુ આપને વિષે સંશય કરવો યોગ્ય નથી. તેમજ આપ કરતાં બીજો કોઈ સમર્થ પણ નથી.]

ત્રયી સાંખ્યયોગ: પશુપતિમતં વૈષ્ણનમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ: પથ્યમિતિ ચ |
રુચિનાં વૈચિત્ર્યાદ્દજકુટિલનાનાપથનુષાં નૃણાંમેકો ગમ્યસ્ત્વસિ પયસામર્ણવ ઈત્ર || 7 ||
[અર્થ : ત્રણ વાક્યો વડે ત્રણ વેદ તમારી પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. સાંખ્ય વડે કપિલ, યોગશાસ્ત્રદ્વારા પતંજલિમુનિ તથા ન્યાય વૈશેષિક શાસ્ત્રદ્વારા ગૌતમ કણાદમુનિ પશુપતિ વડે શૈવો, તથા નારદ-જેઓ ‘નારદપંચરાત્ર’ ના રચનાર છે તેઓ વૈષ્ણવ મત દ્વારા તમારી પ્રાપ્તિના ભિન્ન ભિન્ન માર્ગ બતાવે છે. આ મુખ્ય પાંચ ભેદ છે. અને સકલ મતવાદીઓ અહંકાર વડે પોતપોતાના સિદ્ધાંતને જુદા માને છે, પરંતુ જેમ સર્વ નદીઓના જળ પૃથક્ પૃથક્ માર્ગો વડે એક સમુદ્રમાં મળી જાય છે તેમ અધિકારી ભેદ વડે આપ એક પ્રભુ સઘળા જ મુમુક્ષુઓને પ્રાપ્ત થાઓ છો.]

મહોક્ષ: ખટવાંગં પરશુરજિનં ભસ્મ ફણિન: કપાલં ચતીયતવ વરદ ! તંત્રીપકરણમ્ |
સુરાસ્તાં તામૃદ્ધિ દધતિ તુ ભવદભ્રૂપ્રણિહિતાં નહિ સ્વાત્મારામ વિષયમૃગતૃષ્ણા ભ્રમયતિ || 8 ||
[અર્થ : ‘હે વરદાન આપનાર : નંદી ખટવાંગ ફરશી, વ્યાધચર્મ, ભસ્મ, સર્પ, કપાળ વગેરે તારા જીવનનિર્વાહનાં સાધનો છે. છતાં તેં આપેલી સંપત્તિને રાજાઓ પણ ભોગવે છે. અભયના દાતા ! વિષયો ઝાંઝવાના જળ જેવા છે. તે આત્માથી જ પ્રસન્ન એવા યોગીને બ્રહ્મનિષ્ઠાથી ચલાયમાન કરી શકતા નથી.]

ધૃવં કશ્ચિત્સર્વં સફલમપરસ્ત્વદધૃવમિદં પરો ધ્રૌવ્યાધ્રૌવ્યે જગતિ ગદતિ વ્યસ્તવિષયે |
સમસ્તેષ્યેતસ્મિન્પુરમથન ! તેવિ સ્મિત ઈવ સ્તુવન્જિહોમ ત્વાં ન ખલુ નનુ ધૃષ્ટા મુખરતા || 9 ||
[અર્થ : ‘હે પુરમથન ! કેટલાક સાંખ્ય અને પાતંજલ મતવાળા મિમાંસકો સર્વ જગતને નિત્ય અનિત્ય માને છે, બીજા મતવાળા નાસ્તિકો આ જગતને નિત્યાનિત્ય માને છે. એ રીતે ભિન્ન ભિન્ન મતવાદી લોકો આ જગતને ભિન્ન ભિન્ન પ્રકૃતિ માને છે. આ ભિન્ન ભિન્ન મતોવાળા તમારા સ્વરૂપને જાણતાં નથી. તેમજ હું પણ સ્વરૂપને જાણતો નથી. તો હું મારી હાંસી થવાનો ભય તજીને તમારી જ પ્રાર્થના મારા શબ્દોથી કરું છું.]

તવૈશ્વર્ય યત્નાધદુપર વિરંચિહરિરધ: પરિચ્છેતુંયાતાવતલમનલસ્કંધવપુષ: |
તતો ભક્તિશ્રદ્ધા ભરગુરૂગણદભ્યાં ગિરિશ ! યત્ સ્વયંતસ્થેતાભ્યાંતવકિથમુવૃતિન ફલતિ || 10 ||
[અર્થ : ‘આપના ઐશ્વર્યનો અંત લેવા સારુ બ્રહ્મદેવ આકાશ તરફ અને વિષ્ણુ પાતાળમાં ગયા હતા. પરંતુ ઉભયમાંના કોઈને પણ આપની લીલાનો અંત પ્રાપ્ત થયો નહિ, કારણકે આપ પ્રભુ તો વાયુ અને અગ્નિ છો, તેમાં વાયુગત્વગયંત લિંગનું મૂળ છે. બ્રહ્મદેવ માત્ર બ્રહ્માંડના અને વિષ્ણુ માત્ર જળ તત્વના નિવાસ છે. માટે આપનું ઐશ્વર્ય જાણવાને કોઈ સમર્થ થતા નથી. અને એ બ્રહ્મા વિષ્ણુના અંતરમાં આપ સ્વત: પ્રાકટ્ય માનો છો. તેથી જ બ્રહ્મા અને વિષ્ણુ શ્રદ્ધા અને ભક્તિ વડે આપની સ્તુતિ કરે છે. હે ભગવાન ! આપની સેવા ફળની પ્રાપ્તિ કરતી નહિ હોય, એમ માનવું એ કેવળ મૂર્ખતા છે. આપ ઈશ્વરની ભક્તિ તો સાક્ષાત્ પરંપરાગત ફળને આપનારી છે.]

અત્યનાપાદાપાદ્ય ત્રિભુવનમવૈરતધ્યતિકરં દશાસ્યો દયબાહૂનમૃત રણકુંડપરવશાન |
શિર: પદ્મશ્રણી રચિતચરણામ્ભોરુંહબલે સ્થિરાયાસ્ત્વબદભક્તસ્ત્રિપૂરંહર ! વિસ્ફૂર્જિતમિદમ્ || 11 ||
[અર્થ : હે ત્રિપુરવિનાશક ! યુદ્ધની ઈચ્છાને લીધે સદા ઉન્મત થઈ રહેલા વીસ હજાર ભુજાઓ યુક્ત રાવણને યંત્રહિતપણે નિ:શત્રુયુક્ત ત્રિભુવનનું રાજ્ય પરાક્રમ માત્ર આપની સ્થિર ભક્તિને જ આભારી છે. એ ભક્તિ એવી છે કે, રાવણે પોતાનાં દશ મસ્તક પોતાની હાથે જ છેદી, તેની પંક્તિ કરી કમળની પેઠે આપ પ્રભુને ચરણે બલિદાન આપ્યાં હતાં. વિશેષ કરીને આપનું પૂજન સકળ વસ્તુની અધિકતાથી પ્રાપ્ત થવાના હેતુ રૂપે છે.]

અમુષ્ય ત્વસેવાસમધિગતસાર ભુજવનં બલાત્કેલાસેડપિ ત્વદધિવસંતૌ વિક્રમયત: |
અલભ્યા પાતાલેડપ્યલસચલિતાંગુષ્ઠશિરસિ પ્રતિષ્ઠા ત્વય્યાસીદધ્રુવમુપચિતો મુહયતિ ખલ: || 12 ||
[અર્થ : હે ભગવાન ! રાવણ આપની સમીપ કૈલાસમાં વસતો હતો, ત્યારે પણ તે પોતાની વીસ ભુજાઓનું પરાક્રમ દેખાડતો હતો. આપના બળને લીધે એ પાતાળમાં ટકી શક્યો નહિ. આપની સેવાભક્તિને લીધે રાવણને બળ પ્રાપ્ત થયું. રાવણના મસ્તક પર અનાયાસે અંગૂઠાનો ભાર રાવણથી સહન ના થવાથી પાતાળમાં રહેવાયું નહિ. વિશેષ કરીને પારકા ઐશ્વર્યને પામેલા જે દુષ્ટ જન મોત પામે, તેમને મહાપુરુષની કૃપા ફલદાતા થતી નથી.]

યદ દ્વિં સુત્રામણો વરદ ! પરમોચ્ચેરપિ સતી મધશ્ચકે બાણ: પરિજનવિધેયત્રિભુવન: |
ન તિચ્ચિત્રં તસ્મિન્વરિવસિતરિ ત્વચ્વરણયોનં કસ્યાં ઉન્નત્મૈ ભવતિ શિરસ્ત્વન્યવનતિ || 13 ||
[અર્થ : હે વરદાતા પ્રભુ ! ઈન્દ્રથી પણ અતિ ઉત્કૃષ્ટ સમૃદ્ધિથી ભરેલા આ ત્રણે ભુવનોને દાસત્વપણે વરતાવનારો બાણાસુર પાતાળમાં લઈ ગયો હતો એમાં કોઈ આશ્ચર્ય નથી. કારણ કે તે આપણાં ચરણની પૂજા કરનારો હતો, જે જનો આપને વંદે છે, તેઓને ફળની પ્રાપ્તિ થાય છે એ પ્રત્યક્ષ છે.]

અકાંડ બ્રહ્માંડ ક્ષયચકિતદેવાસુરકૃપા -વિધેયયસ્યાસીધસ્ત્રિમયન વિષં સંહૃસવત: |
સ કલ્માષ: કંઠે તવ ન કુરુતે ન શ્રિયમહો વિકારોડપિશ્લાધ્યો ભુવનમયભગડ યસનિન: || 14 ||
[અર્થ : હે ત્રિનયન ! આપે કૃષ્ણ પડુંર વર્ણના વિષનું પાન કર્યું છતાં એ વિષ આપના કંઠમાં જ સ્થિર રહ્યું હોવાથી તે આપને અતિશય શોભા આપે છે. કાળ સમયે આવેલા બ્રહ્માંડ નાશને દેખીને દેવો તથા અસુરો ભય પામવા લાગ્યા. તેમજ દેવ તથા અસુરોના કલેશના સારું આપે કૃપા કરીને વિષનું પાન કર્યું તો પ્રભુ ! સંસારીજનોનાં દુ:ખ દૂર કરવાનું આપને વ્યસન જ છે.]

અસિદ્ધાર્થા નૈવ કચિદપિ સદેવાસુરનરે નિવર્તન્તે નિત્યં જગતિ જયિનો યસ્ય વિશિખા:
સ પશ્યન્નીશ ! ત્વામિતરસુધારણમભૂત સ્મર: સ્મર્તવ્યાત્માન હિ વિશિષુ પથ્ય: પરિભવ: || 15 ||
[અર્થ : હે ઈશ ! કામદેવનું બાણ ભાલા રહિત છે. તેનું બાણ આ જગતમાં દેવ અસુર તથા નરલોકને જીતવાને નિષ્ફળ ન થતાં સર્વને વશ કરે છે. આપની સાથે પણ કામદેવ બીજા ઈન્દ્રાદિદેવોની પેઠે વર્તવા લાગ્યો છે, તેથી તેનું આપે દહન કર્યું અને સ્મરણ માત્રનું જ કામદેવનું શરીર બાકી રાખ્યું. એ કનિષ્ટ થયો એનું કારણ માત્ર જિતેન્દ્રિય પુરુષોને ભય પમાડવાનું છે. એ સુખનો હેતુ નથી, કારણકે ઈશ્વરનો અનાદર એ વિનાશકારક છે.]

મહી પાદાતાદ વ્રજતિ સહસા સંશયપદં પદં વિષ્ણોર્ભ્રામ્યદ ભુજપરિઘરૂગ્ણગ્રહણમ્ |
મુહુધૌ દૌસ્થ્યં યાત્યનિભૃતિજટાનાડિતતટા જગદ્રક્ષાયૈત્વં નટસિ નનું વામય વિભુતા || 16 ||
[અર્થ : હે ભગવાન ! આપે જગતનાં રક્ષણ તથા દુષ્ટોના નાશને અર્થે, પૃથ્વી ઊંચી નીચી થવા લાગી હતી એવું તમે નૃત્ય કર્યું. તાંડવ નૃત્ય વખતે હાવભાવ માટે આપે ભુજાઓ હલાવી તેના આઘાતથી વિષ્ણુલોક, તારા, નક્ષત્રો આદિનો નાશ થવાની શંકા થવા લાગી અને ઉભયસ્વર્ગદ્વાર વ્યથા પામ્યાં. તેમજ તમારા નૃત્યથી સ્વર્ગનું એક પાસુ તાડિત થયું. આપનું એ ઐશ્વર્ય દેખીતી રીતે વિપરીત છે, તો પણ તે જગતની રક્ષા માટે જ છે.]

વિયદવ્યાપી તારાગણ ગુણિત તેનાન્દ્રરૂચિ: પ્રવાહો વારાં ય: પૃષતલઘુડદ્રષ્ટ શિરસિ તે |
જગદદ્વીપાકારં જલધિવલયં તેન કૃતમિ ત્વનેનંનોન્નેર્યું ધૃતમહિમ ! દિવ્યં તવ વપુ: || 17 ||
[અર્થ : હે જગદાધાર ! આપના શરીર પર ગંગાનો મહાન પ્રવાહ ઝીણી ફરફરની પેઠે વરસતો દેખાય છે. તેથી તમારા વિરાટ સ્વરૂપનું ભાન થાય છે. આ જળ પ્રવાહના આકાશવત્ વ્યાપક અને તારા તથા નક્ષત્રોના સમૂહમાં ફીણ સમાન છતાં તેનો ભાસ થાય છે. જેમ નગરની પાછળ ચોતરફ ખાઈ હોય છે તેમ જ ગંગાના એ પ્રવાહે પૃથ્વીની ચોતરફ સર્વ જગતને આવરણ કર્યું છે, એથી આપના વિરાટ શરીરને અનુમાનથી જાણી શકાય છે કે, આપનું શરીર દિવ્ય પ્રભાયુક્ત છે.]

રથ ક્ષોણિ યંતા શતધતિરંગેંદ્રો ધનુરથો રથાંગે ચંદ્રાર્કૌ રથચરણપાણિ: શિર ઈતિ |
દિઘક્ષોસ્તે કોડ્યં ત્રિપુરતૃણમાંડબર વિધિ વિધેયૌ: ક્રોડન્ત્યો ન ખલુ પર તંત્રા: પ્રભુધિય: || 18 ||
[હે દેવ ! જે સમયે ત્રિપુરને દહન કરવાની આપની ઈચ્છા થઈ તે સમયે પૃથ્વીરૂપી રથ, બ્રહ્મરૂપી સારથી, હિમાચળ પર્વતરૂપી ધનુષ, સૂર્ય તથા ચંદ્રરૂપી રથનાં પૈંડાં, જળરૂપી રથચરણ એટલે રથની પિંજણીઓ તથા વિષ્ણુરૂપી બાણ યોજીને તમે ત્રિપુરને હણ્યો. હે પ્રભુ ! બળ, વીર્ય શક્તિ તથા બુદ્ધિ થકી યુક્ત પુરુષો નિશ્ચય કરીને પરાધીનપણે ક્રીડા ન કરતાં, તમારી જ શક્તિથી યશ આનંદ મેળવે છે.]

હરિસ્તે સહસ્ત્રં કમલબલિમા ધાય પદયો ર્યદેકોનં તસ્મિન્નિજમુદહરન્નેત્રકમલમ્ |
ગતો ભક્ત્યુદ્રેક: પારિણતિમસૌ ચક્રવપુષા ત્રયાણાં રક્ષાયૈ ત્રિપુરહર ! જાગર્તિ જગતામ્ || 19 ||
[હે ત્રિપુરહર ! આપની ચરણની પૂજા વિષ્ણુ સહસ્ત્ર કમળ વડે કરવા લાગ્યા ! તેમાં એક કમળ ઓછું હોય તો પોતાના નેત્ર કમળની તુલ્ય સંકલ્પ કરીને અથવા પોતાના શરીરના કોઈપણ બીજા અવયવ આપને અર્પણ કરતા હતા. આવી દઢ ભક્તિને લીધે ચક્રરૂપ ધારણ કરીને સ્વર્ગ કરીને મૃત્યુ તથા પાતાળ – એ ત્રણે લોકનું રક્ષણ આપ જ કરો છો. એ રીતે સુદર્શનચક્રની શક્તિ વિષ્ણુને આપે જ આપેલી છે.]

ક્રતૌ સુપ્તે જાગ્રત્વમસિ ફલયોગે ઋતુમત્તાં કવ કર્મ પ્રધ્વસ્તં ફલતિં પુરુષારાધનમૃતે |
અતસ્ત્વાં સંપ્રેક્ષ્ય ઋતુષુ ફલદાનપ્રતિભૂવં શ્રુતૌ શ્રદ્ધાંબદ્ધાંકૃતપરિકર: કર્મ સુજન: || 20 ||
[અર્થ : હે ત્રિલોકના સ્વામી ! યજ્ઞાદિ ક્રિયાઓ પૂરી થઈ ગયા પછી, ઘણે વખતે અને જે દેશમાં યજ્ઞ કર્યો હોય તેનાથી બીજે જ સ્થળે તથા આ જન્મમાં કરેલા યજ્ઞાદિ ક્રિયાઓનું ફળ બીજા જન્મમાં પણ અર્પવાને તું હંમેશાં જાગ્રત રહે છે. ચેતનરૂપ ઈશ્વરની આરાધનાથી અને તેને પ્રસન્ના કર્યાથી યજ્ઞનાં બધાં ફળો મળે છે. હે પ્રભો ! તું સર્વવ્યાપી છે. તારી ઈચ્છા વગર તૃણ પણ હાલી શકતું નથી. આથી યજ્ઞાદિ કર્યોનાં ફળ આપવામાં તેમને આધારભૂત માનીને લોકો શ્રુતિ વગેરે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખી કાર્યનો આરંભ કરે છે.]

ક્રિયા દક્ષો દક્ષ: ક્રતુપતિરધીશસ્તનુભૃતાં ઋષીણામાર્ત્વિજય શરણદ ! સદસ્યા સુરગણા: |
ઋતુભ્રંષસ્ત્વત્ત: ઋતુફલવિધનવ્યસનિને ધ્રૂવં કર્તુ: શ્રદ્ધા વિધુરમભિચારાય હિ મખા: || 21 ||
[અર્થ : હે શરણે આવનારને શરણ આપનારા યજ્ઞાદિ તત્કર્મો કરવામાં કુશળ, દશનામે પ્રજાપતિ પોતે જ યજ્ઞ કરવા બેઠા હતા. ત્રિકાળદર્શી ભૃગુ વગેરે ઋષિઓ યજ્ઞ કરાવનાર હતા અને બ્રહ્માદિ દેવસભામાં પ્રેક્ષકો તરીકે બેઠા હતા. આટલા ઉત્તમ સામગ્રી અને સાધન હોવા છતાં પણ યજ્ઞકર્તા દક્ષે ફળની ઈચ્છા કરી હોવાથી, તમે એ યજ્ઞને ફળરહિત કરી દીધો હતો, એ યોગ્ય જ હતું. યજ્ઞાદિ ક્રિયાઓ નિષ્કામપણે ન કરતા તથા તમારા ઉપર શ્રદ્ધા રાખ્યા વિના યજ્ઞ કરીએ, તો એ યજ્ઞકર્તા માટે વિનાશરૂપ ન નિવડે.]

પ્રજાનાથં નાથ ! પ્રસભભિમકં સ્વાં દુહિતરં ગતં રોહિદભૂતાં રિરમયિષુમૃષ્યસ્ય વપુષા |
ઘનુષ્પ્રાણેયતિં દિવમપિ સપત્રાકૃતમમું ત્રસતં તેડધાપિ ત્યકાત ન મૃગવ્યાધાદાભસ: || 22 ||
[અર્થ : પ્રજાનાથ ઈશ્વર ! પોતાના દુહિતા સરસ્વતીનું લાવણ્ય જોઈ, કામવશ થવાથી બ્રહ્મા તેની પાછળ દોડ્યા એટલે સરસ્વતીએ મૃગલીનું રૂપ લીધું. ત્યારે બ્રહ્માએ મૃગશીર્ષ નક્ષત્ર કહેવાય છે તે મૃગનું રૂપ લઈને તેની સાથે ક્રીડા કરવા હઠ લીધી, એવામાં આપે જોયું કે, આ અધર્મ થાય છે, માટે તેને ખચીત દંડ દેવો જોઈએ. તેથી આપે વ્યાઘ નામક આર્દ્રાનક્ષત્ર રૂપી શરને તેની પાછળ મૂક્યું હતું. આજ સુધી પણ તે બાણરૂપી નક્ષત્ર કામી પ્રજાપતિની પૂંઠ મૂકતું નથી.]

સ્વલાવણ્યાજ્ઞસાધ્ર તદ્યંનુષમહાય તૃણવત્ પુર: પ્લુષ્ઠં દષ્ટવા પુરમથન ! પુષ્પાયુધમપિ |
યદિ સ્ત્રૈણ દેવી યમનિરત ! દેહાર્ઘઘટના દવૈતિ ત્વામદ્ધા બત વરદ ! મુગ્ધા યુકતય: || 23 ||
[અર્થ : ત્રિપુરારિ ! દક્ષ કન્યા સતીએ પોતાના પિતાને ત્યાં પોતાનું અને પતિનું અપમાન થવાથી યજ્ઞમાં ઝંપલાવી યજ્ઞ ભ્રષ્ટ કર્યો હતો ત્યાર પછી તે જ પતિને વરવાને બીજે જન્મે પર્વતની પુત્રી પાર્વતી થઈ. તેણે ભિલડીનો વેશ ધારણ કર્યો અને મહાદેવજી તપ કરતા હતા, ત્યાં તેમને મોહ પમાડવાના અનેક પ્રયત્નો કર્યા, પણ તે વ્યર્થ નિવડ્યા. દેવોએ ધાર્યું કે, યજ્ઞ વેળા થયેલા અપમાનથી ક્રોધાયમાન થયેલા મહાદેવજીનો ઉગ્રતાપ હવે આપણાથી સહન થઈ શકશે નહિ. તેથી તે તાપને દૂર કરવાને પાર્વતી સાથે મહાદેવ કામવશ થઈ પરણે, એવા હેતુથી દેવોએ કામદેવને મોકલી આપ્યો હતો. કામદેવના પ્રભાવથી એકેએક બ્રહ્મજ્ઞાની બ્રહ્મમય જગતને નારીમય જોવા લાગ્યા, પરંતુ મહાદેવે તરત ત્રીજું નેત્ર ખોલી પાર્વતીની સાથે કામદેવને ભસ્મ કરી દીધો. આમ છતાં પણ પાર્વતીને માત્ર વિરહ દુ:ખથી ઉગારવાને માટે તમે અર્ઘાંગના પદ આપ્યું હતું. આ તમારું કાર્ય જેઓ મૂઢ છે, તેઓ જ સ્ત્રી આસક્તિવાળું ગણે છે.]

સ્મશોષ્વા ક્રીડા સ્મરહર પિશાચા: સહચરા શ્ચિતાભસ્માલેપ: સ્ત્રગપિ નૂકરોટીપરિકર: |
અમંગલ્ય શિલં તવ ભવતુ ન મૈવમખિલં તથાડપિ સ્મર્તૃણાં વરદ ! પરમં મંગલમસિ || 24 ||
[અર્થ : હે કામ વિનાશન, સ્મશાન ભૂમિમાં ચારે દિશાઓમાં ક્રીડા કરવી, ભૂત-પ્રેતોની સાથે નાચવું, કૂદવું અને ફરવું, ચિતાની રાખોડી શરીરે ચોળવી અને મનુષ્યની ખોપરીઓની માળા પહેરવી, આવા પ્રકારનું તમારું ચરિત્ર કેવળ મંગલશૂન્ય છે. છતાં તમારું વારંવાર જે સ્મરણ કરે છે, તેને તમારું નામ મંગળમય હોઈ તેને માટે તમારી ભક્તિ મંગળકારી છે.]

મન: પ્રત્યક્ ચિત્તે સવિધમવધાય: ત્તમરુત: પ્રહૃષ્યેદ્રોણમાણ: પ્રમદસલિલોત્સં ગિતદશ: |
યદાલોક્યાહલાદં હૃદઈવ નિમજ્જયામૃતમયે દધત્વં તરતત્વં કિમપિ યમિનસ્તત્કિલ ભવાન્ || 25 ||
[અર્થ : હે દાતા ! સત્ય-બ્રહ્માને શોધવા માટે અંતમૂઢ થયેલા જે યોગીઓ છે, તેઓ મનને, હૃદયને રોકીને, યોગ-શાસ્ત્રમાં બતાવેલા, યમ, નિયમ, આસન વડે પ્રાણાયામ કરે છે અને બ્રહ્માનંદનો અનુભવ મેળવે છે. એ અનુભવથી તેમના રોમાંચ ઊભા થઈ આનંદથી આંખોમાં હર્ષનાં આંસુ આવી જાય છે. આવા દુર્લભ સ્થળને પ્રાપ્ત થયેલા યોગીઓ, વળી ઈન્દ્રિયોને અગમ્ય, માત્ર અનુભવીએ જાણી શકનારા અવર્ણનીય એવાં તારા તત્વને, અનુભવીને જાણે અમૃતથી ભરેલા સરોવરમાં સ્નાન કરતાં હોય એવો આનંદ મેળવે છે.]

ત્વમર્કત્સ્વ સોમત્સ્વમપિ પવનસ્ત્વં હુતવહ સ્ત્વમાપસ્ત્વ વ્યોમ ત્વમુ ધરણિરાત્મા ત્વમિતિચ |
પરિચિછન્નામેવં ત્વયિ પરિજતા બિભ્રતુ ગિરં ન વિદ્મસ્તત્તત્વં વયમહિ તુ યત્વં ન ભવસિ || 26 ||
[અર્થ : ‘હે વિશ્વંભર ! તું સૂર્ય છે, તું ચંદ્ર છે, તું પવન છે, તું અગ્નિ છે, તું જ જલ તથા આકાશ રૂપે છે. તું પૃથ્વી છે અને આત્મા પણ તું જ છે. એમ જુદાં જુદાં સ્વરૂપમાં અનુભવી પુરુષો તને ઓળખે છે. પરંતુ હે પ્રભો ! તે બધાંનાં રહસ્યો રૂપે તું આખા બ્રહ્માંડમાં સર્વવ્યાપી સર્વનો કર્તા, ભોક્તા અને નાશકર્તા બની રહેલો છે.]

ત્રયી તિસ્ત્રો વૃત્તિસ્ત્રીભુવમથો ત્રીનપિ સુરા નકરાર્વધણૈ સ્ત્રીભિરભિદધત્તીર્ણ વિકૃત્તિ |
તુરીયં તે ધામ ધ્વનિભિરવરુંધાનમયૂભિ: સમસ્ત વ્યક્તં ત્વાં શરણદ ! ગૃણાત્યોમિતિ પદમ || 27 ||
[અર્થ : હે અશરણશરણ ! ત્રણ વેદો, ત્રણ અવસ્થાઓ, ત્રિલોક અને અકારાદિ ત્રણ અક્ષરોના ને ભલા ૐકાર પદ એ બધા તમારું જ વર્ણન કરે છે અને તમને અકારથી સ્થૂળ પ્રપંચરૂપી ઉપકારથી સૂક્ષ્મ પ્રપંચરૂપી અને મકારથી સ્થૂલસૂક્ષ્મ પ્રપંચયુક્ત માયારૂપ જણાવે છે. વળી, યોગની ચોથી અવસ્થા વખતે ઉપજતો સૂક્ષ્મતર ધ્વનિ તમને સ્થૂળ અને સૂક્ષ્મ પ્રપંચો તેમજ માયાદિ સર્વ ઉપાધિઓથી રહિત અખંડ ચૈતન્ય સ્વરૂપાત્મા ૐકાર રૂપ સિદ્ધ કરે છે.]

ભવ: શર્વો રુદ્ર: પશુપતિરથોગ્ર: સહ મહાં સ્તથાં ભીમેશાનાવિતિ યદભિનાષ્ટકમિદમ |
અમુષ્મિનપ્રત્યેકં પ્રવિચરતિ દેવો શ્રુતિરપિ પ્રિયા યાસ્મૈ ધામ્ને પ્રણિહિતનમ સ્યોસ્મિ ભવતે || 28 ||
[અર્થ : હે દેવ ! તું જગતકર્તા ભક્તો માટે જન્મ લેનાર, સર્વ પશુઓના પાલક રૂપે પશુપતિ, પાપીઓના પાપ વિનાશન રૂપ રુદ્ર, અધર્મીઓને દંડ દેનારો ઉગ્ર, સર્વના સ્વત્વરૂપે સહમહાન વિષપાન, રાવણને દંડ, ત્રિપુરનાશ અને કામદહન જેવાં ભયંકર કર્મોથી ભીમ અને જગતને યથેચ્છ અને યથાર્થ નિયમમાં રાખનાર ‘ઈશાન’ છે. આવી રીતે જેમ શ્રુતિ ‘પ્રણવ’ નો બોધ કરાવે છે. તેમ આ તમારા આઠ નામોનો પણ શ્રુતિ બોધ કરાવે છે. હે દેવ ! પોતાના પ્રકાશકના ચૈતન્યપણાને લીધે સર્વદા અદશ્ય, સર્વને આધારરૂપ કેવળ ચિત્ત વડે જાણી શકાય એવા આપને બીજી કોઈ યથાર્થ રીતે નહિ જાણતો હોવાથી, હું માત્ર વાણી, મન અને શરીર વડે આપને જ નમસ્કાર કરું છું.]

નમો નેદિષ્ઠય પ્રિયદવ દવિષ્ઠાય ચ નમો નમ: ક્ષોદિષ્ઠાય સ્મરહર ! મહિષ્ઠાય ચ નમો |
નમોવષિષ્ઠાય ત્રિનયન યવિત્ઠાય ચ નમો: નમ: સર્વસ્મૈ તે તદિદમિતી સર્વાંય ચ નમ: || 29 ||
[અર્થ : નિર્જન વન વિહારની સ્પૃહા રાખનાર ભક્તોની ખૂબ સમીપ તેમજ અધર્મીઓથી દૂર વસેલા ! હું તમને વંદન કરું છું. હે કામનો નાશ કરનાર અણુથી પણ અણુ તેમજ સર્વથી મહાન તમને હું નમું છું. હે ત્રિનેત્રોને ધારણ કરનાર ! વૃદ્ધ અને યુવાન રૂપે પ્રકટતા તમને મારા નમસ્કાર હો. એક બીજાની અતિ વિરુદ્ધ સ્થિતિમાં રહેનાર હે સર્વરૂપ ભગવન્ તમને હું નમું છું અને તેથી આ તમારું દ્રશ્યરૂપ છે ને પેલું અદશ્યરૂપ છે, એવો ભેદ ન પાડી શકવાથી અભેદરૂપ એક સ્વારૂપાત્મક એવા તમને હું વંદું છું. કારણ કે આખું જગત તમારામય છે.]

બહલરજસે વિશ્વોત્પતૌ ભવાય નમોનમ: પ્રબલતમસે તત્સંહારે હરાય નમોનમ: |
જનસુખકૃતે સત્વોદ્વિકતૌ મુંડાય નમોનમ: પ્રમહસિ પદે નિસ્ત્રૈગુણ્યે શિવાય નમોનમ: || 30 ||
[અર્થ : હે દીનાનાથ ! બ્રહ્માંડને રચવા માટે તમસ તથા સત્વથી વધારે રજસવૃત્તિને રાખનાર ભવ ! તમને હું નમું છું. આ વિશ્વનો વિનાશ કરવાને સત્વ તથા રજસથી અધિક તમસવૃત્તિને ધારણ કરનાર હું તમને નમું છું. જનોના સુખ માટે તેઓનું પાલન કરવાને રજસ તથા તમસથી અધિક સાત્વિક વૃત્તિને ધરનાર મુંડ તમને નમું છું. આપ ત્રિગુણાત્મક છો અને જ્યોતિરૂપ છો તેથી સત્વ, રજસ અને તમસ – એ ત્રણે ગુણોથી રહિત પ્રકાશમય એવા તારા પદને પામવા માટે એક સ્વરૂપાત્મક શિવ ! એવા તમને હું વારંવાર વંદન કરું છું.]

કૃતપરિણતિચેત: કલેશવશ્ય કવ ચેદં કવ ચ તવ ગુણસીમાલ્લંઘિમી શશ્વદદ્ધિ: |
ઈતિ ચકિતમમંદીકૃત્ય માં ભક્તિરોધા દ્વરદ ચરણયોસ્તે વાક્યપુષ્પોપહારમ || 31 ||
[અર્થ : હે કલ્પતરુની જેમ કામનાઓને પૂર્ણ કરનાર ! અમારા અલ્પવિષયક, અજ્ઞાન રાગદ્વેષાદિ દોષોથી મલિન ચિત્ત ક્યાં આ અને આપનું ત્રિગુણ રહિત યથાર્થ ગુણગાન પણ ન થઈ શકે એવું શાશ્વત ઐશ્વર્ય ક્યાં ? આ બેની અત્યંત અયોગ્ય તુલના કરતાં હું આશ્ચર્ય પામું છું. મને તમે દયા કરીને તમારી ભક્તિ કરવા પ્રેર્યો છે અને તેથી તમારાં ચરણકમળોમાં અમારી વાક્યો રૂપી પુષ્પોની ભેટ આપવાને હું શક્તિમાન થયો છું.]

અસિતગિરિ સમસ્યાત્કજ્જલં સિંધુપાત્રે સુરતરુવરશાખા લેખનીં પત્રમુર્વી |
લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં તદપિ તવ ગુણાનામીશ ! પારં ન યાતિ || 32 ||
[અર્થ : હે સ્થાવર અને જંગમને નિયમમાં રાખનારા ! સમુદ્રરૂપી પાત્રમાં કાળા પમાક્સમી શાહીથી, કલ્પવૃક્ષની ડાળીને કલમ રૂપે લઈને તથા આખી પૃથ્વીને પત્ર બનાવી, આવા, સર્વોત્તમ સાધન વડે, અનંતવિદ્યાનો પાર પામેલી સરસ્વતી પોતે જો તમારા ગુણોનું વર્ણન જરા પણ થોભ્યા વગર હરહંમેશ લખ્યા કરે, તો પણ તે તેનો અંત પામે તેમ નથી.]

અસુરસુરમુનીન્દ્રે રચિતસ્યેન્દુમૌલે ગ્રંથિતગુણમહિમ્નો નિર્ગુણસ્યેશ્વરસ્ય |
સકલગુણવરિષ્ઠ: પુષ્પદંતાભિધાનો રુચિરમલઘુવૃત્તે સ્તોત્રમેતરચ્ચરકા || 33 ||
[અર્થ : હે ઈશ્વર ! દેવો, દાનવો અને મોટા મોટા મુનિઓથી પૂજિત, ચન્દ્રને કપાળમાં ધરનાર જેના ગુણોનો મહિમા અહીં વર્ણવ્યો તે તથા સત્વ, રજસ અને તમ, એવા ત્રિગુણોથી રહિત તમારું આ સ્તોત્ર બધા ગુણોથી યુક્ત એવા આચાર્ય શ્રેષ્ઠ પુષ્પદંત નામે એક યક્ષે રચ્યું છે.]

અહરહરનવધં ધૂર્જટે ! સ્તોત્રમેત ત્વઠતિ પરમભકત્યા શુદ્ધચિતા પુમાન્યં |
સ ભવતિ શિવલોકે રુદ્રતુલ્યસ્તથાડત્ર પ્રચુરતરધનાયુ પુત્રવાન કીર્તિમાંશ્ય || 34 ||
[અર્થ : હે જટાધારી ! નિર્મળ મનવાળો જે કોઈ મનુષ્ય દરરોજ પરમ ભક્તિથી આ ઉત્તમ સ્તોત્રોનો પાઠ કરે છે, તે શિવ સ્તુતિના પુણ્ય મેળવે છે. અંતે શિવલોકમાં રુદ્રના પદને પામે છે. તથા આ મહીલોકમાં મોટો ધનાઢ્ય, દીર્ધ આયુષ્યવાળો, પુત્રવાળો અને કીર્તિને વરનારો થાય છે.]

મહેશાન્નાપરો દેવો મહિમ્નો નાપરા સ્તુતિ: |
અઘોરાન્નાપરો મંત્રો નાસ્તિ તત્વં ગૂરો: પરમ || 35 ||
[અર્થ : ખરેખર ! મહેશના જેવા બીજા કોઈ શ્રેષ્ઠ દેવ નથી. આ ‘મહિમ્નસ્તોત્ર’ જેવી બીજી કોઈ સ્તુતિ નથી, ‘અઘોર’ નામના મંત્રથી બીજો કોઈ મહાન મંત્ર નથી અને ગુરુ પરંપરા વિનાનું અન્ય કાંઈ શ્રેષ્ઠ નથી. આથી ગુરુ પરંપરા હે ઈશ્વર ! તને હું સ્તોત્ર દ્વારા નમસ્કાર કરું છું.]

દીક્ષા દાનં તપસ્તીર્થ જ્ઞાનં યાગાદિકા: ક્રિયા: |
મહિમ્નસ્તવ પાઠસ્ય કલાંનાર્હન્તિ ષોડશીમ્ || 36 ||
[અર્થ : દીક્ષા, દાન, તપ, તીર્થ, જ્ઞાન અને યજ્ઞાદિ ક્રિયાઓ જે લોકો સકામપણે કરે તેના કરતાં પણ તમારા મહિમાના આ પાઠથી જે સોળમી કળા, તે વધી જાય છે. માટે તમારી આ સ્તોત્રથી ભક્તિ કરવી એ જ ઉત્તમ છે.]

કુસુમદશનનામા સર્વગંધર્વરાજ: શિશુશશિધરા મૌલેદેવેદસ્ય દાસ |
સ ખલુ ર્નિજમહિમ્નો ભ્રષ્ટ એવાસ્ય રોષા ત્સ્તવનામિદકાર્ષી દિવ્ય દિવ્યં મહિમ્ન: || 37 ||
[અર્થ : કોઈ રાજાના બગીચામાંથી પુષ્પદંત વિમાનમાંથી અદશ્ય રહી પુષ્પ ચોરતા હતા, તેથી રાજાએ બિલ્વપત્ર કે તુલસીદલ તેમના માર્ગમાં વેર્યાં. એમ કરવાનો ઉદ્દેશ એ હતો કે શિવ કે, વિષ્ણુનો ભક્ત નિર્માલ્ય ઓળંગી જઈ શકશે નહિ. ગંધર્વરાજ પુષ્પદંતે એ નિર્માલ્ય ઓળંગવાથી મહાદેવ કોપાયમાન થયા અને પુષ્પદંતની અદશ્ય રહેવાની શક્તિ નાશ પામી. આથી શિવજીને પ્રસન્ન કરવાને સર્વ ગંધવો રાજા અને બાલેન્દુને કપાળ વિષે ધરાવનાર શંકરના દાસ કુસુમદર્શને પુષ્પદંતે આ અતિ દિવ્ય સ્તોત્ર રચ્યું છે.]

સુરવરમુનિપૂજ્યં સ્વર્ગમોક્ષેક હેતુ પઠતિ યદિ મનુષ્ય: પ્રાંજર્લિર્નાંન્યચેતા:
વજતિ શિવસમીપં કિન્નરે: સ્તુયમાન: સ્તવનમિદમતીઘં પુષ્પદંત પ્રણીતમ્ || 38 ||
[અર્થ : આ શ્લોકમાં આ સ્તોત્રનો મહિમા વર્ણવ્યો છે. ઈન્દ્ર અને મુનિઓથી પૂજાયેલું સ્વર્ગ મોક્ષપ્રાપ્તિના એક જ સાધન સમું, હંમેશ ફલદાયક અને શ્રીપુષ્પદંતે રચેલું આ સ્તોત્ર જે કોઈ મનુષ્ય બે હાથ જોડી નમ્રભાવે તથા એકાત્મ થઈને ભક્તિથી સ્તવે છે, તે કિન્નરોથી સ્તુતિ પામતો શિવની પાસે જાય છે.]

આસમાપ્તિમિદં સ્તોત્ર પુણ્યં ગંધર્વભાષિતમ |
અનૌપમ્યં મનોહારિ શિવમીશ્વરર્ણન || 39 ||
[અર્થ : આ સમાપ્તિ સુધીનું સ્તોત્ર ઉપમા આપી શકાય નહિ તેવું છે. તે (સુગંધિત વાયુની જેમ મનને પ્રફુલ્લિત કરે છે તેમ આત્માને પ્રફુલ્લિત કરે છે.) મનોહર, મંગલમય ઈશ્વરના વર્ણનરૂપ હોઈ, તે પુષ્પદંત નામે યક્ષે રચ્યું છે.]

ઈત્યેષા વાંડમયી પૂજા શ્રીમચ્છંકરપાદયો: |
અર્પિતા તેન દેવેશ: પ્રીયતાં મે સદાશિવ: || 40 ||
[અર્થ : હે દેવના દેવ ! મારી વાણી રૂપી આ પૂજા તમારાં ચરણકમળમાં અર્પણ કરી છે, તો આપ સર્વદા પ્રસન્ન થજો.]

તવ તત્વં ન જાનામિ કોદ્દ્શોડસિ મહેશ્વર: |
યાદશોડશિ મહાદેવ ! તાદશાય નમોનમ: || 41 ||
[અર્થ : હે મહેશ્વર ! હે મહાદેવ ! હું તો અજ્ઞાની છું. આપનું તત્વ કયું અને આપ કેવા હોઈ શકો તેની મને ખબર નથી. પણ જેવી રીતે પોતાની કર્તવ્ય પરાયણતાને ન સમજનાર માનવ સ્નેહવશ થઈને વડિલને નમે છે, તેવા ભાવથી હું આપને પુન: પુન: નમું છું.]

એકકાલં દ્વિકાલં વા ત્રિકાલં ય પઠેન્નર: |
સર્વપાપવિનિર્મુક્ત શિવલોકે મહીયતે || 42 ||
[અર્થ : જે મનુષ્ય દિવસમાં એકવાર, બેવાર, કે ત્રણવાર આ સ્તોત્રનો પાઠ કરે છે, તે બધાં ય પાપોથી છુટીને શિવલોક વિષે પૂજાને પાત્ર થાય છે.]

શ્રી પુષ્પદંત મુખ પંકજનિર્ગતેન સ્તોત્રેણ કિલ્વિષહરેણ હરિપ્રિયેણ |
કંઠસ્થિતેન પઠિતેન સ્માનહિતેન સપ્રીણિતા ભવતિ ભૂતગતિર્મહેશ || 43 ||
[અર્થ : જે કોઈ શ્રી પુષ્પદંતના મુખકમળમાંથી નીકળેલું સર્વપાપોને નાશ કરનારું, શિવજીને અતિપ્રિય એવું આ સ્તોત્ર મોઢે કરે છે અને તેનો ધ્યાનપૂર્વક પાઠ કરે છે તેના પર અખિલ બ્રહ્માંડના પાલકપિતા શ્રી મહેશ પ્રસન્ન થાય છે.]

ઈતિ શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર સમાપ્ત.

શિવ – શ્રી દ્વ્રાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર



સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ|
ઉજ્જયિન્યાં મહાકાલમ ૐકારમ અમલેશ્વરમ. ||૧||
સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓંકારેશ્વર, અમલેશ્વર…

પરલ્યાં વૈદ્યનાથં ચ, ડાકિન્યાં ભીમશંકરમ|
સેતુબન્ધૈ તુ રામેશં, નાગેશં દારુકાવને. ||૨||
પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારુકાવનમાં નાગેશ્વર…

વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંબકં ગૌમતીતટે|
હિમાલયે તુ કેદારં, ધુશ્મેશં તુ શિવાલયે. ||૩||
વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીના તટ પર ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, શિવાલયમાં ઘુષ્ણેશ્વર…

એતાનિ જ્યોતિર્લિગાનિ, સાયંપ્રાત: પઠેન્નર:|
સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિય. ||૪||
જે કોઈ પણ મનુષ્ય પ્રતિદિન પ્રભાત અને સાયંકાલમાં આ બાર જ્યોતિર્લિંગના નામનો પાઠ કરે છે,
તો આ લિંગોના સ્મરણ માત્રથી સાત જન્મોમાં કરેલ પાપ નષ્ટ થઈ જાય છે.
બાર જ્યોતિર્લિંગ

સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર, રામેશ્વર, બૈદ્યનાથ.
સોમનાથ

સૌરાષ્ટ્ર (ગુજરાત) માં આવેલું આ સૌથી જૂનું અને મહત્વપૂર્ણ જ્યોતિર્લીંગ છે. આ જ્યોતિર્લીંગનું વર્ણન ઋગ્વેદમાં પણ છે. સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું ત્યાર બાદ રાવણે ચાંદીથી કરાવ્યું હતું. રાવણ બાદ ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનની લાકડીઓથી કરાવ્યું હતું અને ત્યાર બાદ ભીમદેવે પત્થરથી આનું નિર્માણ કરાવ્યું હતું.

સોમનાથ મંદિર પર છ વખત આક્રમણકારીઓએ હુમલો કર્યો હતો. દરેક વખતે આ મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરના વર્તમાન ભવન અને પરિસરનું નિર્માણ શ્રી સોમનાથ ટ્રસ્ટે કરાવ્યું છે. આને સન 1995માં રાષ્ટ્રને સમર્પિત કરાયું હતું. સોમનાથનું મંદિર એ વાતની સાક્ષી પુરે છે કે સર્જનકર્તાની શક્તિ હંમેશા વિનાશકર્તાથી વધું હોય છે.
નાગેશ્વર

દ્વારકામાં આવેલું આ જ્યોતિર્લીંગની ઋગ્વેદની કથા પણ ખુબ જ રોચક છે. શિવપુરાણમાં પણ આ જ્યોતિર્લીંગની કથાનું વર્ણન છે. દાસ્કા નામના એક રાક્ષસે નિરપરાધ એક શિવભક્ત સુપ્રીયાને કારાવાસમાં કેદ કરી દીધો હતો.

નિર્દોષ સુપ્રીયાએ પોતાની રક્ષા માટે ૐ નમ: શિવાય મંત્રનો જાપ કર્યો હતો. તેને જેલના બીજા કેદીઓને પણ આ મંત્રનો જાપ કરવાનું શિખવાડી દીધુ હતું. તે બધાની ભક્તિભાવનો પરિપૂર્ણ અવાજ સાંભળીને ભગવાન શિવ અહીંયા પ્રગટ થયાં હતાં અને તેઓએ દાસ્કા રાક્ષસનો અંત કર્યો હતો. ત્યાર બાદ તેઓએ જ્યોતિર્લીંગ સ્વરૂપે ત્યાં જ નિવાસ કર્યો હતો.
મહાકાલેશ્વર

ઉજ્જૈન (મધ્યપ્રદેશ) માં આવેલુ આ જ્યોતિર્લીંગ એકમાત્ર દક્ષિણામુખ જ્યોતિર્લીંગ છે. એટલા માટે આ જ્યોતિર્લીંગનું પૌરાણીક અને તાંત્રીક મહત્વ સૌથી વધુ છે. આ જ્યોતિર્લીંગ પણ સ્વંયંભૂ છે. મહાકાલ જ્યોતિર્લીંગના સાચા મનથી દર્શન કરનારને કદાપી મૃત્યું કે બીમારીનો ભય રહેતો નથી. હકીકતમાં મહાકાલ જ્યોતિર્લીંગને દેવતાની સાથે સાથે ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પણ પૂજાય છે. આને ઉદ્વવની કથામાં અવંતિકાના રાજાના રૂપમાં પણ પ્રતિષ્ઠિત કરાયા છે.

અવંતિકાના રાજા વૃષભસેન ભગવાન શિવના અનન્ય ભક્ત હતાં. તેઓ પોતાનો સંપૂર્ણ સમય શિવ ભક્તિમાં પસાર કરતાં હતાં. એક વખત પડોશના રાજાએ અવંતિકા પર હુમલો કરી દીધો. વૃષભસેનની સેનાએ તે હુમલાને નિષ્ફળ કરી દીધો. ત્યારે આક્રમણકારી રાજાએ એક રાક્ષસ દુશનની મદદ લીધી જેને અદ્રશ્ય થવાનું વરદાન મળેલું હતું. દુશને અવંતિકા પર ખુબ જ આતંક મચાવ્યો. આ સમયે અવંતિકાના લોકોએ ભગવાન શિવને યાદ કર્યા ત્યારે ભગવાન શિવ ત્યાં સાક્ષાત પ્રગટ થયાં અને તેઓએ અવંતિકાની પ્રજાની રક્ષા કરી. ત્યાર બાદ રાજા વૃષભસેને ભગવાન શિવને અવંતિકામાં રહેવાની અને અવંતિકાના પ્રમુખ બનવાની વિનંતી કરી. રાજાની પ્રાર્થના સાંભળી ભગવાન શીવ ત્યાં જ્યોતિર્લીંગ સ્વરૂપે પ્રગટ થયાં. ભગવાન શિવને આજે પણ ઉજ્જૈનના શાસક માનવામાં આવે છે.
મલ્લિકાર્જુન

આંધ્રપ્રદેશના કુનુર જીલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રીસેલમ જ્યોતિર્લીંગ આવેલું છે. સ્કંદ પુરાણમાં એક આખો અધ્યાય શ્રીસેલાકમંદ આ જ્યોતિર્લીંગની મહિમાનું વર્ણન કરે છે. મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે જેના અનુસાર શિવગણ નંદીએ અહીયાં તપસ્યા કરી હતી. તેઓની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને બ્રહ્મારંભના રૂપમાં દર્શન આપ્યા હતાં. આ જ્યોતિર્લીંગનું વર્ણન મહાભારતમાં પણ છે. પાંડવોએ પાંચપાંડવ લિંગની સ્થાપના અહીયાં કરી હતી. ભગવાન રામે પણ આ મંદિરનાં દર્શન કર્યા હતાં. ભક્ત પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપ પણ અહીંયા પૂજા અર્ચના કરતાં હતાં.
ભીમશંકર

મહારાષ્ટ્રમાં પુનાની નજીક ભીમશંકર જ્યોતિર્લીંગ ભમવતી નદીના કિનારે આવેલ છે. આ જ્યોતિર્લીંગ વિશે પ્રચલિત કથા આ પ્રમાણે છે. સહ્યાદ્રી અને તેના આજુ બાજુનાં લોકોને ત્રિપુરાસુર નામનો રાક્ષસ તેની આસુરી શક્તિઓથી લોકોને હેરાન કરતો હતો. આ રાક્ષસથી મુક્તિ અપાવવા માટે ભગવાન શંકર અહીં ભીમકાય સ્વરૂપે પ્રગટ થયાં અને ત્રિપુરાસુરને યુધ્ધમાં હરાવ્યાં બાદ ભક્તોના આગ્રહને કારણે તેઓ ત્યાં જ્યોતિર્લીંગ સ્વરૂપે પ્રગટ થઇ ગયાં. એવી માન્યાતા છે કે યુધ્ધ સમયે ભગવાન શંકરના શરીરમાંથી જે પરસેવો નીકળ્યો હતો તેનાથી ભીમવતી નદીનો જન્મ થયો હતો.
ઓમકારેશ્વર

મધ્યપ્રદેશમાં આવેલું આ ઓમકારેશ્વર જ્યોતિર્લીંગ નર્મદા નદીના કિનારે આવેલું છે. આ સ્થાન પર ભગવાન શિવના બે મંદિરો છે- ઓમકારેશ્વર અને મમલેશ્વર. કહેવામાં આવે છે કે દેવતાઓની પ્રાર્થનાથી આ મંદિર બે ભાગમાં છુટુ પડી ગયું હતું.

ઓમકારેશ્વરની ખાસીયત એ છે કે અહીંયાનો પર્વત ॐ ના આકારમાં દેખાય છે. આ સાથે નર્મદા નદી પણ ॐ ના આકારે વહેતી દેખાય છે. ઓમકારેશ્વરની સાથે પણ ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતાં. પૌરાણિક કથાઓ અનુસાર ઓમકારેશ્વરમાં વિધ્યાચલે પણ તપસ્યા કરી હતી.

શિવ પુરાણના અનુસાર ઓમકાર બાબા અને મમલેશ્વરજીને ઓમકારેશ્વરના સ્વામી માનવામાં આવે છે. દર સોમવારે આ બંને પોતાની પ્રજાના દુખ:સુખને જાણવા માટે નગર ભ્રમણ કરવા નિકળે છે. આ સમયે ઓમકારા ભગવાનને ગાજતાં-વાજતાં સાથે હોડીમાં બેસાડી મમલેશ્વર મંદિરવાળા ઘાટ પર લઇ જવામાં આવે છે. અને પછી અહીંથી બંને ભગવાનોની સવારી નગર ભ્રમણ માટે નિકળે છે.
કેદારનાથ

ઉત્તરાખંડમાં હિમાચલ પર્વતના ખોળામાં કેદારનાથ મંદિરનો બાર જ્યોતિર્લીંગમાં સમાવવાની સાથે ચાર ધામમાં પણ તેનો સમાવેશ થાય છે. અહીંયા પ્રતુકૂળ જળવાયુંને કારણે આ મંદિર એપ્રીલથી નવેમ્બર સુધી જ દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવે છે. પત્થરોથી બનેલ આ સુંદર મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આનું નિર્માણ વગેરે શંકરાચાર્યએ કરાવ્યું હતું.
કાશી વિશ્વનાથ

વારાણસી ભારતનું એક પ્રાચીન નગર છે. અહીંયાનું વિશ્વનાથ મંદિર પણ બાર જ્યોતિર્લીંગોમાંનું એક છે. આ મંદિર પાછળના એક હજાર વર્ષોથી અહીંયા આવેલું છે. કાશી વિશ્વનાથનું હિન્દુ ધર્મમાં એક વિશિષ્ટ મહત્વ છે. એક વખત આ મંદિરના દર્શન કરવાથી અને પવિત્ર ગંગા નદીમાં નહાવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દરેક માણસ જીવનમાં એક વખત અહીંયા દર્શન કરવા માટે આવવા માંગે છે. આ મંદિરનનાં દર્શન માટે શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ, તુલસીદાસ વગેરેનું આગમન થયેલું છે.
ત્ર્યંબકેશ્વર

નાસિક (મહારાષ્ટ્ર) માં આવેલ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સમાવેશ છે આ જ આ જ્યોતિર્લીંગની મહાન વિશેષતા છે. અન્ય બધા જ જ્યોતિર્લીંગોમાં ફક્ત ભગવાન શિવ જ બિરાજમાન છે. ગોદાવરી નદી કિનારે આવેલું આ ત્ર્યંબકેશ્વર મંદિર કાળા પત્થરોથી બનેલું છે. મંદિરનું સ્થાપત્ય અદભુત છે. આ મંદિરમાં કાલસર્પ શાંતિ, ત્રિપિંડી વિધિ અને નારાયણ નાગબલીની પૂજા થાય છે. જેને ભક્તો અલગ અલગ માનતાઓ પુરી કરવા માટે કરાવે છે.

શિવરાત્રિ અને શ્રાવણ સોમવારના દિવસે અહિંયા ઘણાં બધાં શ્રદ્ધાળુઓ કતારો બનાવીને ઊભા હોય છે, ભક્તો વહેલી સવારે નાહ્યાં પછી તેમના આરાધ્ય દેવના દર્શન કરવા માટે આવે છે. અહિંયાની એક ખાસ વાત એ છે કે કાળ સર્પ યોગ અને નારાયણ નાગ બલી નામની ખાસ પૂજા-અર્ચના પણ થાય છે. જેના કારણે અહીં આખા વર્ષ દરમિયાન ઘણાં શ્રદ્ધાળુઓ અહિંયા આવતાં હોય છે
રામેશ્વર

તમિલનાડુમાં આ જ્યોતિર્લીંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીયાં શ્રીરામે ભગવાન શંકરની પુજા કરી હતી. રાવણ સાથે યુધ્ધમાં કોઇ પાપ ન થાય તે કારણે ભગવાન રામે મંદિરમાં શિવજીની આરાધના કરી હતી. રામેશ્વર હિન્દુ ધર્મના મહત્વના તીર્થ સ્થળોમાંનું એક છે.
ધૃષ્ણેશ્વર

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદની નજીક દૌલતાબાદથી 11 કિલોમીટર દૂર ધૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પણ બાર જ્યોતિર્લીંગમાંનું એક છે. ઘણા લોકો આને ધૃશ્મેશ્વરના નામથી પણ ઓળખે છે. બૌધ્ધ સાધુઓ દ્વારા નિર્માણ કરાયેલ ઇલોરાની પ્રસિધ્ધ ગુફાઓ પણ આ મંદિરની પાસે જ આવેલી છે. આ મંદિરનું નિર્માણ દેવી અહલ્યાબાઇ હોલકરે કરાવ્યું હતું. શહેરથી દૂર આવેલ આ મંદિર સાદગીથી પરિપૂર્ણ છે.
બૈદ્યનાથ

આ જ્યોતિર્લીંગ ઝારખંડના દેવધર નામના સ્થાને આવેલ છે. ઘણા લોકો આને બૈદ્યનાથ પણ કહે છે. દેવઘર એટલે દેવતાઓનુ ઘર. બૈદ્યનાથ જ્યોતિર્લીંગ અહીં આવેલું છે તે કારણે આને દેવઘર નામ મળેલ છે. આ જ્યોતિર્લીંગ એક સિધ્ધપીઠ છે. કહેવામાં આવે છે કે અહીંયા આવનાર દરેક વ્યક્તિની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. આ લિંગને કામના લિંગ પણ કહેવામાં આવે છે.

Friday, July 30, 2010

Tratak (ત્રાટક)






अथ त्राटकम् ।
निरीक्षेन्निश्चलदृशा सूक्ष्मलक्ष्यं समाहितः ।
अश्रुसम्पातपर्यन्तमाचार्यैस्त्राटकं स्मृतम् ॥३१॥
मोचनं नेत्ररोगाणां तन्दाद्रीणां कपाटकम् ।
यत्नतस्त्राटकं गोप्यं यथा हाटकपेटकम् ॥३२॥

હઠયોગપ્રદીપિકામાં ત્રાટક વિશે ઉપર પ્રમાણેનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે. જેનો અર્થ સરળ ગુજરાતીમાં એમ કરી શકાય કે અનન્ય ચિત્તથી નિશ્ચલ દૃષ્ટિ વડે સૂક્ષ્મ લક્ષ્યને અશ્રુપાત થાય ત્યાં સુધી, એટલે કે આંખમાંથી આંસુ નીકળે ત્યાં સુધી નિરીક્ષણ કરવું તે ક્રિયા એટલે ત્રાટક.

ત્રાટકની પ્રક્રિયા
આપણે હમણાં જ અર્થઘટન કર્યું કે એકાગ્ર ચિત્તથી દૃષ્ટિને સ્થિર કરીને સૂક્ષ્મ લક્ષ્ય પદાર્થને એકધારું જોયા કરવું એ ત્રાટક. તો એ સૂક્ષ્મ લક્ષ્ય વસ્તુ અથવા પદાર્થ કયો ? એના ઉત્તરમાં કહી શકાય કે કોઈ નજદીકનું બિંદુ, સૂર્ય સિવાયનો કોઈ પણ પ્રકાશિત બાહ્ય પદાર્થ જેમ કે દીવો કે એની અચળ જ્યોત, આકાશમાં પ્રકાશિત ચંદ્ર કે કોઈ તેજસ્વી તારો, ઓમકાર જેવું કોઈ પ્રતિક કે ચિન્હ, ઈષ્ટ દેવની નાની સરખી પ્રતિમા અથવા પ્રતિમાનો આંખ કે ભ્રમરની મધ્યનો ભાગ, કે પછી પોતાના જ નાકનું ટેરવું કે બે બ્રમરની મધ્યનો પ્રદેશ. દૃષ્ટિને ક્યાં કેન્દ્રિત કરવી એનો આધાર સાધકની રુચિ અને અનુકૂળતા પર આધાર રાખે છે.

ત્રાટક કરવાની રીત આ પ્રમાણે છે - અનુકૂળ હોય તેવા કોઈ પણ આસન પર બેસો અને પોતે નક્કી કરેલા પ્રતિક, પદાર્થ કે ચિન્હ પર દૃષ્ટિ સ્થિર કરો. આંખ પલકાર્યા વગર, સહજ રીતે દૃષ્ટિને અચળ કે સ્થિર રાખીને આંખમાં પાણી આવે ત્યાં સુધી એકીટશે જુઓ. જ્યારે આંખમાં પાણી આવવા લાગે, કે એમ થવાની શરૂઆત થાય એટલે આંખો બંધ કરી આંખોને આરામ આપો. આંખોને ઠંડા પાણીથી ધોઈ નાખો. એકાગ્રતાની વાત કરીએ તો ત્રાટકની ક્રિયા ધ્યાનની ક્રિયાને મળતી આવે છે.

અભ્યાસનો સમય
ત્રાટકનો અભ્યાસ ધીમે ધીમે વધારીને વધુમાં વધુ એક કલાક સુધી કરી શકાય છે. બે ભ્રમરની મધ્યમાં ત્રાટક કરવાથી શરૂઆતમાં આંખના પલકારા વધી માથામાં દર્દ થવાનો સંભવ રહે છે. પણ થોડા અભ્યાસ પછી દૃષ્ટિમાં સ્થિરતા આવી જાય છે. શરૂઆતમાં આંખો બળજબરી પૂર્વક ઉઘાડેલી ન રાખવી. કપાળની બાજુની નાડીઓ ખેંચાવા ન દેવી. આંખમાં આંસુ આવ્યા પછી એક જ દિવસે ફરી વાર ત્રાટક કરવાનો પ્રયાસ ન કરવો. દિવસમાં કેવળ એક જ વાર પ્રાતઃકાળમાં આ ક્રિયા કરવી. બ્રાહ્મમૂહૂર્તનો વખત આ માટે ઉત્તમ છે.

ત્રાટકના પ્રકાર
ઉપનિષદમાં ત્રાટકના વિવિધ ભેદ દર્શાવવામાં આવ્યા છે. જેમ કે આંતર ત્રાટક, મધ્ય ત્રાટક કે બાહ્ય ત્રાટક. પણ એ ભેદનો આધાર કયા પદાર્થ કે વસ્તુ પર દૃષ્ટિને કેન્દ્રિત કરવામાં આવે તે ઉપર રહેલો છે. એનાથી ત્રાટકની પ્રક્રિયામાં ખાસ ભેદ પડતો નથી. સામાન્ય રીતે સૂર્ય સિવાય બાહ્ય પદાર્થમાં દૃષ્ટિ કેન્દ્રિત કરવાના પ્રકારને બાહ્ય ત્રાટક કહેવાય છે અને તે વાયુ પ્રકૃતિવાળા માટે અનુકૂળ છે. જ્યારે મધ્ય ત્રાટક - કે જેમાં દૃષ્ટિને નજદીકના બિંદુ, મૂર્તિ કે દીપ પર સ્થિર કરવામાં આવે છે, તે દોષરહિત નેત્રદૃષ્ટિવાળા, કફ પ્રકૃતિવાળા કે સમપ્રકૃતિવાળા માટે અનુકૂળ છે.

સાવધાની અને કાળજી
ત્રાટકના અભ્યાસ દરમ્યાન સાધકે આહાર વિહારનો સંયમ રાખવો. વળી, ત્રાટકનો અભ્યાસ કરવાથી મસ્તિષ્ક અને નેત્રપ્રદેશની ઉષ્ણતામાં વધારો થાય છે એથી નિયમિત જળનેતિનો આધાર લેવાથી ફાયદો થાય છે. ત્રિફળા કે ગુલાબજળથી આંખો ધોવાથી પણ આંખોને ઠંડક મળી રહે છે. ત્રાટકકર્મ કર્યા પછી તુરત આંખ પર ઠંડુ પાણી છાંટવાથી પણ આંખોનું તેજ વધે છે. ભોજનમાં ખાસ કરીને પિત્તવર્ધક અને કબજિયાત કરનાર પદાર્થો - જેવાં કે આંબલી, મરચાં, અથાણાં, દહીં વગેરે ન ખાવા. રજોગુણ કે તમોગુણ પ્રધાન સાધકોએ આ ક્રિયા ન કરવી સલાહભરી છે.

અનુભવ અને સિદ્ધિ
ત્રાટકના અભ્યાસ દરમ્યાન સાધકોને વિવિધ પ્રકારના અનુભવ થાય છે. જેમાં ભિન્ન ભિન્ન રંગો, વરાળ, અંધકાર, પ્રકાશ, વિવિધ આકૃતિઓ વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે બાહ્ય જે પદાર્થમાં દૃષ્ટિને કેન્દ્રિત કરી હોય તે આંખ બંધ કર્યા પછી પણ ભ્રૂમધ્યમાં સ્થિર રીતે જોઈ શકાય કે ખુલ્લી આંખે ભીંત પર કે અન્ય સમાનરંગી સપાટી પર તે દેખાય અને મનની એકાગ્રતા તથા સ્થિરતા જળવાય તો જાણવું કે ત્રાટકની સિદ્ધિ થઈ છે.

ફાયદા
ત્રાટક કરવાનો મુખ્ય ફાયદો ચિત્તવૃત્તિની સ્થિરતા છે. ત્રાટકથી ન માત્ર દૃષ્ટિ સ્થિર થાય છે પરંતુ મનની ચંચળ વૃત્તિનું શમન થાય છે. મન લક્ષ્ય પદાર્થમાં સ્થિર થાય છે. ચિંતા અને તાણ મટે છે, આંખ પર લોહીનું પરિભ્રમણ સુધરવાથી આંખનું તેજ વધે છે. આળસનો નાશ થાય છે. સાધકનું સંકલ્પબળ મજબૂત બને છે. ભ્રમરમધ્ય અને નાસિકાગ્ર દૃષ્ટિ કેન્દ્રિત કરનાર સાધકો સમયાંતરે એટલી એકાગ્રતા મેળવે છે કે એમની દૃષ્ટિ અચળ થાય છે (ખરેખર તેઆ આંખથી બે-ત્રણ ઈંચ દૂરનું પણ ભાગ્યે જ જોતાં હોય છે) અને તેઓ શરીરનું બાહ્ય ભાન વિસરી જાય છે. મન સંપૂર્ણપણે અંતર્મુખ બને છે. આ રીતના અભ્યાસવાળો સાધક શાંભવી મુદ્રા અને ઉન્મની મુદ્રા સહેલાઈથી કરી શકે છે. સાધક વિચારવિહીન દશાનો અનુભવ કરે છે. ત્રાટકની સાધનામાં આગળ વધેલાં સાધકો અન્યનાં મનની વાતો જાણી શકે છે. તે દૂરની ઘટનાઓ અને પદાર્થોને જોઈ અને જાણી શકે એવી પ્રજ્ઞાવાળો થાય છે.

yogeshwarji (SWARGAROHAN.ORG) માંથી 

ત્રાટક



...પછી દરેક વસ્તુ આપની તરફ ખેંચાઇ આવશે

ત્રાટક સાધના કરવા માટે આપે પોતાની જાતને અમુક દિવસો સુધી નિયમોમાં બાધવી પડશે.


આપ હંમેશા વિચારતા હશો કે કેટલીક વસ્તુઓ જોતા જ આપની તરફ ખેંચાઇ આવે તો કેટલું સારું! પણ બાદમાં તેને કપોળ કલ્પના ગણીને ભૂલી જાવ છો. શું આપ જાણો છો કે આ સંભવ છે? આ વિદ્યાને સિદ્ધ કરી શકાય છે અને તે પણ બહુ સારી રીતે. વિદ્યા સિદ્ધિ બાદ આપ જે કોઇ પણ વસ્તુને જોશો, તે આપની તરફ ખેંચાઇ આવશે, પછી તે મનુષ્ય હોય કે કોઇ પથ્થર.


વાસ્તવમાં આ વિદ્યાને સંમોહન, વશીકરણ જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. સંમોહન, વશીકરણનું જ એક રુપ છે ત્રાટક સાધના. તેના દ્વારા આપણે આપણી આંખો અને મસ્તિષ્કની શક્તિઓને જાગૃત કરીને તેને એટલા પ્રભાવી બનાવી શકીએ છીએ કે માત્ર વિચારવાથી અને જોવાથી જ કોઇપણ વસ્તુ આપણી પાસે ખેંચાઇ આવે છે.


ત્રાટક સાધના કરવા માટે આપે પોતાની જાતને અમુક દિવસો સુધી નિયમોમાં બાધવી પડશે. ત્રાટક સાધના એટલે કોઇ પણ વસ્તુને એકીટશે જોવી. આ સાધના આપ ઊગતા સૂર્ય, સળગતી મીણબત્તી, કોઇ યંત્ર, દીવાલ કે કાગળ પર કરવામાં આવેલા બિંદુમાંથી કોઇને પણ જોઇને કરી શકો છો.


ત્રાટક સાધનામાં રાખવી પડતી સાવધાનીઓ-


- આ સાધના સમયે આપની આસપાસ શાંતિ હોવી જોઇએ. આ સાધનાનો સૌથી ઉત્તમ સમય છે અડધી રાત કે પછી બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારના 3થી 5ની વચ્ચેનો સમય. - રાતે જો ત્રાટક કરવામાં આવે તો સહુથી સારું સાધન મીણબત્તી રહેશે. મીણબત્તીને સળગાવી તેને એ રીતે રાખવી કે તે આપની આંખોની બરાબર સામે રહે.- મીણબત્તીને ઓછામાં ઓછી ચાર ફૂટના અંતરે રાખવી. - પહેલાના ત્રણ-ચાર દિવસ ત્રણથી પાંચ મિનિટ સુધી એકીટસે મીણબત્તીનો સળગતો ભાગ જુઓ. આ દરમિયાન આપની આંખો પલકવી ન જોઇએ. - ધીરે-ધીરે સમય સીમા વધારતા જાવ, આપ અનુભવશો કે થોડા જ દિવસોમાં આપની આંખની ચમક વધી ગઇ છે અને તેમાં આકર્ષણ ઉત્પન્ન થવા લાગ્યું છે.

श्री द्वादश ज्योतिर्लिङ्ग स्तोत्रम्:



सौराष्ट्रे सोमनाथंच श्री शैले मल्लिकार्जुनम् | उज्जयिन्यां महाकालमोंकारममलेश्वरम् ||
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीम शंकरम् |सेतुबन्धे तु रामेशं नागेशं दारुका बने ||
वाराणस्या तु वश्वेशं त्र्यम्बकं गौतमी तटे | हिमालये तु केदारं घुशमेशं च शिवालये ||
एतानि ज्योतिर्लिंगानि सायं प्रात: पठेन्नर:| सप्त जन्म कृतं पापं स्मरणेन विनश्यति ||


Monday, July 19, 2010

(Mooldas)

અનુભવીને- મૂળદાસ


અનુભવીને એકલું આનંદમાં રહેવું રે ;

ભજવાં શ્રી પરિબ્રહ્મ, બીજું કાંઈ ના જોવું રે… અનુભવીને..

વેદ જોયા, કિતાબ જોઈ, સરવ જોઈને જોયું રે;

પણ પ્રભુના નામ વિના, સરવે ખોયું રે… અનુભવીને…

અવર કોઈના આત્માને દુ:ખ ન દેવું રે ;

સુખદુ:ખ જ્યારે આવી પડે, ત્યારે સહીને રહેવું રે… અનુભવીને…

જાપ અજપા જાપ જપે, ત્રણ લોકમાં તેવું રે ;

મૂળદાસ કહે મોહ મદ મૂકી, મહાપદમાં રહેવું રે… અનુભવીને…

મૂળદાસ

જીવનકાળ: 1675- 1779

પણ પ્રભુ તને કહેવાથી હ્રદય હળવુ બની જાય છે


છુપાવી વેદના અનેક તેથી
હ્રદયનો ભાર વધી જાય છે


નથી કહેવાતુ નથી સહેવાતુ
મન લાચાર બની જાય છે

ખોલુ છુ દિલ જો લોકો પાસે
તો વાત હાંસી બની જાય છે

પણ પ્રભુ તને કહેવાથી
હ્રદય હળવુ બની જાય છે

-અજ્ઞાત.

Saturday, July 10, 2010

नव ग्रह श्लोक


સુર્ય- ॐ जपाकुसुम संकाशं काश्यपेयं महाद्युतिम्, तमोऽरिं सर्व पापघ्नं प्रणतोऽस्मि दिवाकरम्.
ચંદ્ર- दधिशंख तुषाराभं क्षीरोदार्णव संभवम्, नमामि शशिनं सोमं शंभोर्मुकुट भूषणम्.

મંગલ- धरणी गर्भ संभूतं विद्युत्कांति समप्रभ, कुमारं शक्ति हस्तं च मंगलं प्रणामाम्यहम्.
બુધ- प्रियंगुकलिकाश्यामं रुपेणाप्रतिं बुधम्, सौम्यं सौम्यगुणोपेत तं बुधं प्रणामाम्यहम्.
ગુરુ- देवानां च ऋषिणां च गुरुं कांचन सन्निभम्, बुद्धिभूतं त्रिलोकेशं तं नमामि बृहस्पतिम्.
શુક્ર- हिमकुंद मृणालाभं दैत्यनां परं गुरुम्, सर्व शास्त्र प्रवक्तारं भार्गवं प्रणामाम्यहम्.
શની- नीलांजन समाभासं रविपुत्र यमाग्रजम्, छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम्.

રાહુ- अर्धकाय महावीर्यं चंद्रादित्य विमर्दनम्, सिंहिकागर्भ संभूतं तं राहुं प्रणामाम्यहम्.
કેતુ- पलाशपुष्प संकाशं तारकाग्रह मस्तकम् रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणामाम्यहम्.




श्री देवीसूक्त


श्री देवीसूक्त

नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः

नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणताः स्म ताम् -९

रौद्रायै नमो नित्यायै गौर्यै धात्यै नमो नमः

ज्योत्स्नायै चेन्दुरूपिण्यै सुखायै सततं नमः -१०

कल्याण्यै प्रणतां वृद्ध्यै सिद्ध्यै कुर्मो नमो नमः

नैऋत्यै भूभृतां लक्ष्म्यै शर्वाण्यै ते नमो नमः -११

दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिण्यै

ख्यात्यै तथैव कृष्णायै धूम्रायै सततं नमः -१२

अतिसौम्यातिरौद्रायै नतास्तस्यै नमो नमः

नमो जगत्प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नमः -१३

या देवी सर्व भूतेषु विष्णुमायेति शब्दिता

नमस्तस्यै ॥१४॥ नमस्तस्यै ॥१५॥ नमस्तस्यै नमो नमः -१६

या देवी सर्व भूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्ये -१७-१८-१९

या देवी सर्व भूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै -२०-२१-२२

या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै -२३-२४-२५

या देवी सर्व भूतेषु क्षुधारूपेण संस्थिता नमस्तस्यै -२६-२७-२८

या देवी सर्व भूतेषु छायारूपेण संस्थिता नमस्तस्यै -२९-३०-३१

या देवी सर्व भूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै -३२-३३-३४

या देवी सर्व भूतेषु तृष्णारूपेण संस्थिता नमस्तस्यै -३५-३६-३७

या देवी सर्व भूतेषु क्षांतिरूपेण संस्थिता नमस्तस्यै -३८-३९-४०

या देवी सर्व भूतेषु जातिरूपेण संस्थिता नमस्तस्यै -४१-४२-४३

या देवी सर्व भूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै -४४-४५-४६

या देवी सर्व भूतेषु शांतिरूपेण संस्थिता नमस्तस्यै -४७-४८-४९

या देवी सर्व भूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै -५०-५१-५२

या देवी सर्व भूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै -५३-५४-५५

या देवी सर्व भूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै -५६-५७-५८

या देवी सर्व भूतेषु वृत्तिरूपेण संस्थिता नमस्तस्यै -५९-६०-६१

या देवी सर्व भूतेषु स्मृतिरूपेण संस्थिता नमस्तस्यै -६२-६३-६४

या देवी सर्व भूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै -६५-६६-६७

या देवी सर्व भूतेषु तुष्टिरूपेण संस्थिता नमस्तस्यै -६८-६९-७०

या देवी सर्व भूतेषुमातृरूपेण संस्थिता नमस्तस्यै -७१-७२-७३

या देवी सर्व भूतेषु भ्रान्तिरूपेण संस्थिता नमस्तस्यै -७४-७५-७६

इन्द्रियाणामधिष्ठात्री भूतानां चाखिलेषु या

भूतेषु सततं तस्यै व्याप्ति देव्यै नमो नमः -७७

चितिरूपेण या कृत्स्नमेतद् व्याप्य स्थिता जगत्

नमस्तस्यै ॥७७॥ नमस्तस्यै ॥७८॥ नमस्तस्यै नमो नमः -८०

स्तुता सुरैः पूर्वमभीष्टसंश्रयात् तथा सरेन्द्रण दिनेषु सेविता

करोतु सा नः शुभहेतुरीश्वरी शुभानि भद्राण्यभिहन्तु चापदः -८१

या सांप्रतं चौद्धतदैत्यतापितैरस्माभिरीशा च सुरैर्नमस्यते

या च स्मृता तत्क्षणमेव हन्ति नः सर्वापदो भक्तिविनम्रमूर्तिभिः -८२

Friday, July 2, 2010

દત્ત બાવની


દત્ત બાવની



જય યોગીશ્વર દત્ત દયાળ ! તું જ એક જગમાં પ્રતિપાળ,
અત્રી અનસૂયા કરી નિમિત્ત, પ્રગટ્યો જગકારણ નિશ્ચિત.
બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર,
અંતર્યામી સત્ત ચિત્ત સુખ, બહાર સદગુરૂ દ્વિભુજ સુમુખ.
ઝોળી અન્નપૂર્ણા કર માંહ્ય, શાંતિ કમંડલ કર સોહાય,
ક્યાંક ચતુર્ભુજ ષડભુજ સાર, અનંતબાહુ તું નિર્ધાર.
આવ્યો શરણે બાળ અજાણ, ઊઠ દિગંબર ચાલ્યા પ્રાણ!
સુણી અર્જુન કેરો સાદ, રીઝયો પૂર્ણ તું સાક્ષાત,
દીધી રિદ્ધિ સિદ્ધી અપાર, અંતે મુક્તિ મહાપદ સાર.
કીધો આજે કેમ વિલંબ ? તુજ વિણ મુજને ના આલંબ !
વિષ્ણુશર્મા દ્વિજ તાર્યો એમ, જમ્યો શ્રાધમાં દેખી પ્રેમ,
જંભ દૈત્ય થી ત્રાસ્યા દેવ, કીધી મ્હેર ત્યાં તતખેવ,
વિસ્તરી માયા દિતિસુત, ઇન્દ્ર કરે હણાવ્યો તૂર્ત.
એવી લીલા કંઈ કંઈ સર્વ, કીધી વર્ણવે કો તે સર્વ.
દોડી આવ્યો સુતને કામ, કીધો એને તેં નિષ્કામ,
બોધ્યા યદુ ને પરશુરામ, સાધ્યદેવ પ્રહલાદ અકામ.
એવી તારી કૃપા અગાધ ! કેમ સૂણે ના મારો સાદ?
દોડ અંત, ના દેખ અનંત ! મા કર અધવચ શિશુનો અંત!!
જોઈ દ્વિજ સ્ત્રી કેરો સ્નેહ, થયો પુત્ર તું નિઃસંદેહ.
સ્મૃતીર્ગામી કલિતાર કૃપાળ ! તાર્યો ધોબી છેક ગમાર.
પેટપીડાથી તાર્યો વિપ્ર, બ્રાહ્મણ શેઠ ઉગાર્યો ક્ષિપ્ર.
કરે કેમ ના મારી વહાર? જો આણી ગમ એક જ વાર!!
શુષ્ક કાષ્ઠ ને આણ્યાં પત્ર ! થયો કેમ ઉદાસીન અત્ર ?
જર્જર વંધ્યા કેરાં સ્વપ્ન, કર્યાં સફળ તેં સુતના કૃત્ય,
કરી દુર બ્રાહ્મણનો કોઢ, કીધા પુરણ એના કોડ,
વંધ્યા ભેંશ દૂઝવી દેવ, હર્યું દારિદ્રય તેં તતખેવ.
ઝાલર ખાઈ રીઝ્યો એમ, દીધો સુવર્ણઘટ સપ્રેમ.
બ્રાહ્મણ સ્ત્રી નો મૃત ભરથાર, કીધો સજીવન તેં નિર્ધાર.
પિશાચ-પીડા કીધી દૂર, વિપ્ર પુત્ર ઉઠાડ્યો શૂર.
હરિ વિપ્ર મદ અંત્યજ હાથ, રક્ષ્યો ભક્ત ત્રિવિક્રમ તાત.
નિમેષ માત્રે તંતુક એક, પહોંચાડ્યો શ્રી શૈલે દેખ !
એકી સાથે આઠ સ્વરૂપ, ધરી દેવ બહુરૂપ અરૂપ.
સંતોષ્યા નિજ ભક્ત સુજાત, આપી પરચાઓ સાક્ષાત.
યવનરાજ ની ટાળી પીડ, જાતપાતની તને ન ચીડ,
રામકૃષ્ણ રૂપે તેં એમ, કીધી લીલાઓ કંઈ તેમ,
તાર્યાં પત્થર ગણિકા વ્યાધ ! પશુપંખી પણ તુજને સાધ !!
અધમ ઓધારણ તારું નામ, ગાતાં સરે ન શાં શાં કામ?
આધિ વ્યાધિ ઉપાધિ સર્વ, ટળે સ્મરણ માત્રથી સર્વ !
મૂઠ ચોટ ના લાગે જાણ, પામે નર સ્મરણે નિર્માણ,
ડાકણ શાકણ ભેંસાસુર, ભૂત પિશાચો જંદ અસુર.
નાસે મૂટ્ઠી દઈને તૂર્ત, દત્ત ધૂન સાંભળતા મૂર્ત.
કરી ધૂપ ગાએ જે એમ, દત્તબાવની આ સપ્રેમ,
સુધારે તેના બંને લોક, રહે ન તેને કયાંયે શોક !
દાસી સિદ્ધિ તેની થાય, દુઃખ દારિદ્રય તેના જાય.
બાવન ગુરુવાર નિત નેમ, કરે પાઠ બાવન સપ્રેમ.
યથાવકાશે નિત્ય નિયમ, તેને કદી ન દંડે યમ.
અનેક રૂપે એ જ અભંગ, ભજતા નડે ન માયા રંગ !
સહસ્ર નામે નામી એક, દત્ત દિગંબર અસંગ છેક !!
વંદુ તીજને વારંવાર, વેદ શ્વાસ તારા નિર્ધાર !
થાકે વર્ણવતા જ્યાં શેષ, કોણ રાંક હું બહુકૃત વેષ?
અનુભવ તૃપ્તિ નો ઉદગાર, સુણી હશે તે ખાશે માર !
તપસી તત્વમસિ એ દેવ, બોલો જય જય શ્રીગુરુદેવ

|| SHREE DUTT BAAWANI ||


Ohm Shree Gurudev Datt

|| SHREE DUTT BAAWANI ||

Maala Kamandalu Lase Kar Nichala Man Damaru Trishool Vachala Kar Man Biraje,
Ooncha Divya Haste Kamale Shubha Shankha Chakra Aeva Namun Vidhi Harisha Swaroop Dutt ||

Jai Yogishwar Dutta Dayal, Tunj Ek Jagman Pratipad |
Atrya Ansooya Karee Nimitta, Pragatyo Jagkaran Nischitta || 2 ||

Brahma Hariharno Avatar, Sharanagatno Taranhar|
Antaryamee Sat Chit Sukha, Bahar Sadguru Dwibhuja Sumukh ||4||

Zodi Annapoorna Kar Manhya, Shaanti Kamandal Kar Sohaaya |
Kyanya Chaturbhuj Shadbhuj Saar, Anant Baahu Tun Nirdhar || 6||

Aavyo Sharane Bad Ajan, Utha Digambar Chalya Pran |
Soonee Arjun Kero Saad, Reezyo Poorve Tun Saxat ||8||

Deedhee Riddhi Siddhi Apar, Ante Mukti Mahapad Sar |
Keedho Aaje Kem Vilamb? Tuj Vin Mujne Naa Aalamb || 10 ||

Vishnusharm Dwija Taryo Aem, Jamyo Shraddhaman Dekhee Prem |
Jambha Daityathee Trasya Dev, Keedhee Maher Ten Tyan Tatakheva ||12||

Vistari Maya Ditisut, Indra Kare Hanavyo Toorta |
Aevee Leela Kain Kain Sharva Keedhee Varnave ko te sarva || 14 ||

Dodyo Aayu Sutne Kam, Keedho Aene Ten Nishkam |
Bodhyaa Yadune Parashuram, Sadhya Dev Prahallad Akam ||16||

Aevee Tari Krupa Agadha, Kem Sune Na Maro Sad |
Dod Anta Na Dekh Anant, Ma Kar Adhavacha Shishuno Ant ||18||

Joee Dwija Stree Kero Sneha, Thayo Putra Tun Nihsandeha.
Smartugaamee Kalitaat Krupaad! Taaryo Dhobee Chheka Gamaar. ||20||

Petpeedthi Taryo Vipra, Brahman Sheth Ugaaryo Kshipra |
Kare Kem Na Mari Vhar, Jo Aanigam Ek Ja Var || 22 ||

Shushka Kashtne Aanyan Patra, Thayo Kem Udaseen Atra |
Jarjar Vandhya Keran Swapana, Karyan Safal Ten Sutana Krutran || 24 ||

Karee Door Braahman Naa Kodha, Keedha Pooran Aenaa Kod |
Vandhyaa Bhens Doozavee Dev, Haryun Daaridrya Ten Tatkhev || 26 ||

Zalar Khaee Rizyo Aem, Deedho Suvarnaghat Saprem|
Brahmanstreeno Mrut Bharthar, Keedho Sajivan Ten Nirdhar || 28 ||

Pishach Peeda Keedhee Door, Vipraputra Uthadyo Shoor |
Haree Vipramad Antyaj Hath,Rakshyo Bhakt Trivikram Taat || 30 ||

Nimishmatre Tantuk Ek, Pahonchadyo Shree Shaile Dekh|
Aekee Sathe Aath Swaroop, Dharee Dev Bahuroop Aroop || 32 ||

Santoshya Nij Bhakt Sujat, Aapee Parchao Sakshat|
Yavanrajnee Tadi Peed, Jatpatnee Tane Na Cheed || 34 ||

Raamkrishna Roope Tain Aem, Keedhee Leelao Kai Tem |
Taryan Patthar Ganikaa Vyadh, Pashupankhee Pan Tujne Sadh || 36 ||

Adham Odharan Tarun Nam, Gata Sare Na Shan Shan Kam |
Aadhi Vyadhi Upadhi Sarva, Tade Smaran Matrathee Sarva || 38 ||

Moothchot Na Lage Jan, Pame Nar Smarane Nirvan |
Dakan Shakan Bhensasur, Bhoot Pishacho Jand Asur || 40 ||

Nase Moothee Dayeene Toorta, Duttadhoon Sambhadata Moort |
Karee Dhoop Gaaye Je Aem, Duttabawani Aa Saprem || 42 ||

Sudhare Tena Banne Lok, Rahe Na Tene Kyaanye Shok |
Dasee Siddhi Tenee Thaya, Dukh Daridrya Tena Jay || 44 ||

Bawan Guruware Nit Nem, Kare Path Bawan Saprem |
Yathavakashe Nitya Niyam, Tene Kadee Na Dande Yam || 46 ||

Anek Roope Aej Abhang, Bhajatan Nade Na Maaya_rang
Sahastra Name Namee Ek, Dutt Digambar Asang Chhek || 48 ||

Vandu Tujne Varamvar, Ved Shwas Tara Nirdhar |
Thake Varnavata Jyan Shesha, Kona Rank Hun Bahukrutvesha || 50 ||

Anubhav Trupteeno Udgar, Soonee Hase Te Khase Mar|
Tapasee Tattvamasee E Dev, Bolo Jay Jay Shree Gurudev || 52 ||

|| Shree Avadhootchintan Shree Gurudev Dutta ||

Tuesday, June 22, 2010

Rudrastakam(ram charit manas)


માનસ રુદ્રાષ્ટકમ્

નમામીશમીશાન નિરવાણરુપં l વિભું વ્યાપકં બ્રહ્મ વેદસ્વરુપં ll

નિજં નિર્ગુણંનિર્વિકલ્પંનિરીહં l ચિદાકાશવાસંભજેહં ll

નિરાકારમોંકારમૂલંતુરિયં l ગિરા ગ્યાન ગોતીતમઈશં ગિરીશં ll

કરાલં મહાકાલકાલં કૃપાલં l ગુણાગાર સંસાર પારંનતોહંll
તુષારાદ્રિ સંકાશગૌરં ગભીરં lમનોભૂત કટિ પ્રભા શ્રી શરીરં ll

સ્ફુરન્મૌલિકલ્લોલિનીચારુગંગા lલસદ્ ભાલબાલેન્દુકંઠેભુજંગા ll

ચલત્કુંડલં ભ્રૂસુનેત્રં વિશાલં lપ્રસન્નાનનં નીલકંઠં દયાલં ll

મૃગાધીશચર્મામ્બરંમુણ્ડમાલંપ્રિયમ્શંકરં સર્વ નાથં ભજામિ

પ્રચંડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં lઅખંડં અજંભાનુકોટિપ્રકાશં ll

ત્રયઃશુલનિર્મૂલનં શુલપાણિ lભજેહમ્ભવાનીપતિં ભાવગમ્યં ll

કલાતીત કલ્યાણ કલ્પાંત કારી lસદાસજ્જનાનંદદાતા પુરારી ll

ચિદાનણ્દસમ્દોહમોહાપહારી lપ્રસીદપ્રસીદ પ્રભો મન્મથારી ll

ન ચાવદ્ ઉમાનાથ પાદારવિંદં lભજંતીહ લોકે પરે વા નરાણાં ll

ન તાવત્સુખં શામ્તિ સન્તાપનાશં lપ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસં ll

ન જાનામિ યોગ જપં નૈવ પૂજા lનતોહં સદા સર્વદા શંભુ તુભ્યં ll

જરાજન્મદુ;ખૌધ તાતપ્યમાનં lપ્રભો પાહિઆપન્નમામીશ શંભો ll

રુદ્રાષ્ટકમિદં પ્રોક્તં વિપ્રેણ હરતોષયે lયે પઠન્તિ નગ ભક્ત્યા તેષાં શમ્ભુઃ પ્રસીદતિ ll

Friday, June 18, 2010

SRI SUKTAM


Hiranyavarnaa harineem suvarna rajaathastrajam,
Chandraam hiranmayeem jatha vedo ma aavaha. 1

Thaam ma aavaha jatha vedo Lakshmi- manapagaaminim,
Yasyam hiranyam vindeyam kaamaswam purushanaham. 2

Aswa poorva radha madhyaam hasthi nadha prabhodhineem,
Sriyam devi upahvaye srirma deveem jupathaam. 3

Kaam sosmathim hiranya praakaram aardhra jwalantheem truptham tharpayantheem,
Padme sthithaam padma varnaam thaam ehopahvaye sriyam. 4

Chandraam prabhasam jwalanthim sriyam loke deva jushta mudhaaram,
Thaam padmineemeem saranamaham prapadhye lakshmeerme nasyatham twam vrune 5

Adhityavarne thamaso adhijaatho vanaspathisthva vrukshodha bilwa,
Tasya phalaani tapasa nudhanthu mayaantharayascha bahya alakshmi. 6

Upaithu maam deva sakhaa keertheeya maninaa saha,
Pradhur bhoothosmo rashtresmin keerthim vruddhim dadhathu me. 7

Kshupthipaasa malaam jyeshtamalakshmim nasayamyaham,
Abhoothim masamrudheem cha sarva nirnudha me grahad. 8

Gandhadwaaram dhuradapaa nithyapushtaam kareepineem,
Easwaree sarva bhoothaanam thaam ehopahvaye swayam. 9

Maanasa kamamaakrutheem vachassathya maseemahi,
Pasoonaam roopamannasya mayi sree srayathaam yasa. 10

Kardhamena prajaa bhoothaa mayi sambhava kardhama,
Sriyam vaasaya me kule matharam padmamalineem. 11

Aapa srujanthu snigdhani Chikleetha vasa me gruhe,
Ni cha deveem matharam sriyam vasaya se kule. 12

Aardhraa pushkarineem pushteem suvarna hema malineem,
Sarvaa hiranmayeem lakshmim jathaveda ma avaha. 13

Aardhraa ya karinim yashtim pingalaam padmalineem,
Chanraam hiranmayeem lakshmeem jathavedo ma avaaha. 14

Thaam ma avaha jathavedo Lakshmi managaamineem,
Yasyaam hiranyam prabhootham gaavo dasyoswaan vindheyam purushapaanaham 15

Ya suchi prayatho bhoothwa juhu yaadajya mavaham
Sriya panchadasascha cha srikaama ssathatham japeth. 16

Saturday, June 12, 2010

Thursday, April 15, 2010

Wednesday, April 14, 2010

Saturday, March 27, 2010

vijaya slok

यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः ।
तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ॥१८-७८॥

યોગેશ્વર જ્યાં કૃષ્ણ છે, પાર્થ ધનુર્ધર જ્યાં,

સિધ્ધિ, મુક્તિ, શાંતિ ને નીતિ રહે છે ત્યાં. ॥૭૮॥