Search This Blog

Friday, January 17, 2014

માનસ રુદ્રાષ્ટકમ્

નમામીશમીશાન નિરવાણરુપં વિભું વ્યાપકં બ્રહ્મ વેદસ્વરુપં  ll
નિજં નિર્ગુણંનિર્વિકલ્પંનિરીહં ચિદાકાશમા કાશ વાસં ભજેહં  ll
નિરાકારમોંકારમૂલંતુરિયં  ગિરા ગ્યાન ગોતીત મીશં ગિરીશં ll
કરાલં મહાકાલકાલં કૃપાલં ગુણાગાર સંસાર પારંનતોહં  ll
તુષારાદ્રિ સંકાશગૌરં ગભીરં મનોભૂત કો ટિ પ્રભા શ્રી શરીરં  ll
સ્ફુરન્મૌલિકલ્લોલિનીચારુગંગા લસદ્ ભાલબાલેન્દુકંઠેભુજંગા  ll
ચલત્કુંડલં ભ્રૂસુનેત્રં વિશાલં પ્રસન્નાનનં નીલકંઠં દયાલં  ll
મૃગાધીશચર્મામ્બરંમુણ્ડમાલંપ્રિયમ્શંકરં સર્વ નાથં ભજામિ ।।
પ્રચંડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં અખંડં અજંભાનુકોટિપ્રકાશં ll
ત્રયઃશુલનિર્મૂલનં શુલપાણિ ભજેહમ્ભવાનીપતિં ભાવગમ્યં ll
કલાતીત કલ્યાણ કલ્પાંત કારી સદાસજ્જનાનંદદાતા પુરારી ll 
ચિદાનણ્દસમ્દોહમોહાપહારી પ્રસીદપ્રસીદ પ્રભો મન્મથારી ll
ન ચાવદ્ ઉમાનાથ પાદારવિંદં ભજંતીહ લોકે પરે વા નરાણાં ll
ન તાવત્સુખં શામ્તિ સન્તાપનાશં પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસં ll
ન  જાનામિ યોગ જપં નૈવ પૂજા નતોહં સદા સર્વદા શંભુ તુભ્યં  ll
જરાજન્મદુ;ખૌધ તાતપ્યમાનં પ્રભો પાહિઆપન્નમામીશ શંભો ll
રુદ્રાષ્ટકમિદં પ્રોક્તં વિપ્રેણ હરતોષયે યે પઠન્તિ નગ ભક્ત્યા તેષાં શમ્ભુઃ પ્રસીદતિ  ll

Thursday, January 16, 2014

રામની અજબ રચના રે – કાગ.





રામની  અજબ  રચના  રે,   એનો  પાર  મનુષ્ય  કેમ  પાવે ?
પાર  મનુષ્ય  નહિ  પાવે  રે,  ભલે  ઊંચા વિમાન  ઉડાવે…..  રામની…

સુખ  ભોગવવા  કરે  કમાણી,  લક્ષ્મી  ઢસડી  લાવે;
ભોગવવાનું  ટાણું  આવે  ત્યાં,  ગેબનાં  તેડાં  આવે……  રામની…

ભૂવો  ધૂણીને  માંદો  પડે  ત્યારે,  બીજા  ભૂવાને  બોલાવે;
તાપ  તપે  જ્યારે  વૈદ્યના  તનમાં,  ઓસડ  યાદ  ન  આવે……  રામની…

જોષીડો  સહુના  જોષ  જુવે  ને,  ધનના  યોગ  બતાવે;
બીજાને  લખપતિ  બનાવે,  એને  દોકડો  હાથ  માં  ન  આવે……  રામની…

ઘેલી  લાલચમાં  ઘેલા  બનીને,  ગાંઠનો  ગરથ  ગુમાવે;
દેવી  દેવતા  પીર  પેગંબર,  આવરદા  ન  અપાવે……  રામની…

રામ   કહે   તે   કામ   કરી   લે,   હુકમ   હરદે   આવે;
‘કાગ’  કે  જીવડા  વમળે  ચડ્યો  તો,  લખચોરાશીમાં  જાવે……  રામની…

भर्तुहरि

एको देव: केशवो वा शिवो वा ह्येकं मित्रं भूपतिर्वां यतिर्वा |
एको वासः पत्तने वा वने वा ह्येका भार्या सुन्दरी वा दरी वा || 

Thursday, January 9, 2014

કબીર

સદગુરૂ ચારોં વરણ વિચારી… ।।

                   બ્રાહ્મણ વહી બ્રહ્મકો જાનૈ, પહિર જનેઉ વિચારી,

              સાધુકે સૌગુણ જનેઉ નૌગુણ, સો પહિરે બ્રહ્મચારી… ।। ૧ ।।

                   ક્ષત્રિય સોઈ જો પાપ ક્ષય કરઈ, બાંધિ જ્ઞાન તરવારી,

              અંતર દિલમેં દયા રાખૈ, કબહૂં ન આવૈ હારી… ।। ૨ ।।

                   વૈશ્યા સોઈ જો વિષયા ત્યાગૈ, ત્યાગ દેઈ પર નારી,

              મમતા મારિકે મંજન લાવૈ, પ્રાણ દાન દૈ ડારી… ।। ૩ ।।

                   શૂદ્ર સોઈ જો સૂધો રહતા, છોડ દેત અપકારી,

              ગુરૂકી દયા સાધુકી સંગતિ, પાવ અચલ પદ ભારી… ।। ૪ ।।

                   જો મન ભજૈ સોઈ જન ઉબરૈ, યામેં જીત ન હારી,

              કહૈ કબીર સુનો ભાઈ સાધો, સદગુરૂ ભક્તિ પ્યારી… ।। ૫ ।।

કબીર

સંતો કોઈ જન શબ્દ વિચારા.

                   સંતો કોઈ જન શબ્દ વિચારા,

              શબ્દ ભેદ યહ હૈ સતગુરૂકા, પરખ લેહુ ટકસારા… ।। ૧ ।।

                   શબ્દ હિં સુનિ સુનિ વેષ ધરત હૈ, શબ્દ સુનૈ અનુરાગી,

              ષટ દર્શન સબ શબ્દ કહત હૈ, શબ્દ કહૈ બૈરાગી… ।। ૨ ।।

                   શબ્દ હિ વેદ પુરાણ કહત હૈ, શબ્દ હિ સબ ઠહરાવૈ,

              શબ્દ હિ મુનિજન સાધુ કહત હૈ, શબ્દ કે ભેદ ન પાવૈ… ।। ૩ ।।

                   શબ્દ હિ સે ભ્રમ ઉપરાજત, શબ્દ કે ક્રિયા પસારા,

              કહૈ કબીર જાસુ શબ્દ ઉઠત હૈ, તા કો કોઈ ન વિચારા… ।। ૪ ।।

કોણ હશે ?

અરે ગુલામ માનવી જરા વિચાર તો ખરા?
ગૃહ ને શોભાવી તું ઉત્સવ મનાવતો !
આ સઘળી ધરા ને શોભાવતો કોણ હશે ?
નાનું પરબ બંધાવી તું મોટું નામ ટંકારતો !
આ વાદળીયો ઝરમર વરસાવતું કોણ હશે?
એક બીજ વાવી તું મુશીબત અનુભવતો !
તો બીજથી સઘળાં બીજો તને અપાવતું કોણ હશે?
નામ નો નાશ એવું કહેતો ફરે બધાંને !
તો એ અદૃશ્ય અવિનાશી તત્વ દેખાતું કોણ હશે?
અસ્તિત્વ જેવું નથી જગતમાં એવું કહેતો ફરે બધાંને !
તો એ વિચારો ની અકળામણ તને અપાવતું કોણ હશે?
માણસ બની તું ભલે નિર્માણ કરીલે તું માનવ નું !
પણ તેમાં આત્માનું તેજ પુરાવતું કોણ હશે? 
અરે ગુલામ માનવી જરા વિચાર તો ખરા?
                                                          જીતેશભાઈ શુક્લ 

Friday, January 3, 2014

જીવન જીવવાની જડીબુટ્ટી ,

જીવન જીવવાની જડીબુટ્ટી , 

દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવાજાઓ અને હાચાલતી વખતે ચહેરા પરહળવું સ્મિત હોય તો ઉત્તમ!
દરરોજ ઓછામાં ઓછી ૧૦-30  મિનિટમાટે એકાંતમાં બેસો.
દરરોજ  કલાક ઊંધો
જોશઉત્સાહ અને કરૂણા  ત્રણમહત્વના ગુણો છે જીવનમાં.
નવી રમતો શિખો/રમો..
ગયા વર્ષે કરતાં  વર્ષે વધારે પુસ્તકોવાંચો .
ધ્યાનયોગ અને પ્રાર્થના માટે સમયફાળવો
૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછીઉંમરના લોકો સાથે સમય ગાળોદરરોજશક્ય  હોય તો અઠવાડિએ.
જાગતાં સપનાં જુઓ.
૧૦
.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓકરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગેલી વસ્તુઓનેખોરાકમાં મહત્વનું સ્થાન આપો.
૧૧
પુષ્કળ પાણી પીઓ .
૧૨
દરરોજ ઓછામાં ઓછાત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
૧૩
ચર્ચા/નિંદા/કુથલીમાં સમય  બગાડો.
૧૪
ભૂતકાળ ભૂલી જાઓખાસ કરીને પતિ/પત્નીની ભૂલોવર્તમાનકાળનો આનંદ લો.
૧૫
રાજાની જેમ સવારનો નાસ્તો કરો,રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અનેભિખારી જેટલું રાત્રે જમો!
૧૬દરેક દલીલની સામે જીતી શકવાનાનથીમતભેદ સ્વિકારી લો.
૧૭
સરખામણી કરવાનું છોડોખાસ કરીનેપતિ/પત્નીની સરખામણી.
૧૮
તમારા સુખનું કારણ ફક્ત  તમે છો.
૧૯
. દરેકને (Unconditional) માફીબક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્
૨૦
બીજા લોકો તમારા માટે શું વિચારશે એવાવિચાર છોડો.
૨૧
ભગવાન સૌનું ભલું કરશે.
૨૨
ગમે તેટલી સારી કે ખરાબપરિસ્થિતિ હશેદલાશે જરૂર.
૨૩
માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણતમારા મિત્રો તમારી સંભાળ રાખશેમ ાટેમિત્રોના સંપર્કમાં રહો.
૨૪
નકામીનઠારી અને જેમાંથી આનંદ મળે તેવી વસ્તુઓથી દૂર રહો.
૨૫
 . ઈર્ષા સમયનો બગાડ છેતમને જોઈતુંબધું તમારી પાસે છે.
૨૬
ઉત્તમ હજી આવવાનું બાકી છે.
૨૭
ગમે તેવો ખરાબ મૂડ હોયઊઠોતૈયારથાઓ અને બહાર આંટો મારી આવો.
૨૮દરરોજ સવારે ઊઠીનેભગવાનનો આભાર માનો.
૨૯
 જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગાવ્હાલાઓને પણ જણાવો. 
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.‏

.સુવાક્ય


સપનાં જોશો નહીં Beauty ના,
એનાથી બગડી જશે તમારી Duty,
સપનાં જુઓ તમારી Duty ના,
એનાથી વધી જશે તમારી જિંદગીની Beauty ..!!


પત્તાંથી મહેલ નથી બનતો,
નદીને રોકવાથી દરિયો નથી બનતો,
આગળ વધતા રહો જિંદગીમાં દરેક ક્ષણે,
એક જીત મેળવવાથી કોઈ સિકંદર નથી બનતો...


ભણેલા લોકો પરિસ્થિતિઓ અનુસાર સ્વયંને બદલી નાખે છે.
અનુભવી લોકો સ્વયંને અનુસાર પરિસ્થિતિઓને બદલી નાખે છે..


સમયને મહત્વ આપનારા જ જીવનમાં પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે...

પાત્ર અને કુપાત્રમાં મોટો ફરક છે...
ગાય ઘાસ ખાઈને પણ દૂધ આપે છે,,
જ્યારે સાપ દૂધ પીને પણ ઝેર ઓકે છે..



સફળ વ્યક્તિઓનાં હોઠ પર બે ચીજ હંમેશાં રહેતી હોય,
'મૌન' અને 'સ્મિત'.
'મૌન' સમસ્યાઓ ટાળવા માટે અને,
'સ્મિત' સમસ્યાઓ ઉકેલવા માટે..


મારા વાળ સફેદ થવા માંડ્યા છે તો મારે શું સમજવું..?
સફેદ વાળ એમ કહે છે કે,,
'હવે જીવનને વધુ સ્વચ્છ અને વૃત્તિઓને સાત્વિક બનાવો..'


અંધારામાં પ્રકાશ ફેલાવીને તો જુઓ,
ઘમંડને દિલમાંથી ભગાડીને તો જુઓ,
દ્રઢવિશ્વાસ દિલમાં હોય તો સફળતા ચોક્કસ મળે છે,
એક ડગલું આગળ વધારીને તો જુઓ...

તમારું કર્તવ્ય ‘હોવાનું’ છે, ‘આ’ કે ‘તે’ થવાનું નહિ. ‘હું છું તે હું છું’
એમાં સમગ્ર સત્ય આવી જાય છે. ‘શાંત રહો’ ...એ પધ્ધ્તિનો સાર છે.

Wednesday, January 1, 2014

सुवचनानि

अति परिचयादवज्ञा  |
अति लोभो विनाशाय |
अति तृष्णा न कर्तव्या |
अति सर्वत्र वर्जयेत् |