સપનાં જોશો નહીં Beauty ના,
એનાથી બગડી જશે તમારી Duty,
સપનાં જુઓ તમારી Duty ના,
એનાથી વધી જશે તમારી જિંદગીની Beauty ..!!
પત્તાંથી મહેલ નથી બનતો,
નદીને રોકવાથી દરિયો નથી બનતો,
આગળ વધતા રહો જિંદગીમાં દરેક ક્ષણે,
એક જીત મેળવવાથી કોઈ સિકંદર નથી બનતો...
ભણેલા લોકો પરિસ્થિતિઓ અનુસાર સ્વયંને બદલી નાખે છે.
અનુભવી લોકો સ્વયંને અનુસાર પરિસ્થિતિઓને બદલી નાખે છે..
સમયને મહત્વ આપનારા જ જીવનમાં પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે...
પાત્ર અને કુપાત્રમાં મોટો ફરક છે...
ગાય ઘાસ ખાઈને પણ દૂધ આપે છે,,
જ્યારે સાપ દૂધ પીને પણ ઝેર ઓકે છે..
સફળ વ્યક્તિઓનાં હોઠ પર બે ચીજ હંમેશાં રહેતી હોય,
'મૌન' અને 'સ્મિત'.
'મૌન' સમસ્યાઓ ટાળવા માટે અને,
'સ્મિત' સમસ્યાઓ ઉકેલવા માટે..
મારા વાળ સફેદ થવા માંડ્યા છે તો મારે શું સમજવું..?
સફેદ વાળ એમ કહે છે કે,,
'હવે જીવનને વધુ સ્વચ્છ અને વૃત્તિઓને સાત્વિક બનાવો..'
અંધારામાં પ્રકાશ ફેલાવીને તો જુઓ,
ઘમંડને દિલમાંથી ભગાડીને તો જુઓ,
દ્રઢવિશ્વાસ દિલમાં હોય તો સફળતા ચોક્કસ મળે છે,
એક ડગલું આગળ વધારીને તો જુઓ...
તમારું કર્તવ્ય ‘હોવાનું’ છે, ‘આ’ કે ‘તે’ થવાનું નહિ. ‘હું છું તે હું છું’
એમાં સમગ્ર સત્ય આવી જાય છે. ‘શાંત રહો’ ...એ પધ્ધ્તિનો સાર છે.
No comments:
Post a Comment