અરે ગુલામ માનવી જરા વિચાર તો ખરા?
ગૃહ ને શોભાવી તું ઉત્સવ મનાવતો !
આ સઘળી ધરા ને શોભાવતો કોણ હશે ?
નાનું પરબ બંધાવી તું મોટું નામ ટંકારતો !
આ વાદળીયો ઝરમર વરસાવતું કોણ હશે?
એક બીજ વાવી તું મુશીબત અનુભવતો !
તો બીજથી સઘળાં બીજો તને અપાવતું કોણ હશે?
નામ નો નાશ એવું કહેતો ફરે બધાંને !
તો એ અદૃશ્ય અવિનાશી તત્વ દેખાતું કોણ હશે?
અસ્તિત્વ જેવું નથી જગતમાં એવું કહેતો ફરે બધાંને !
તો એ વિચારો ની અકળામણ તને અપાવતું કોણ હશે?
માણસ બની તું ભલે નિર્માણ કરીલે તું માનવ નું !
પણ તેમાં આત્માનું તેજ પુરાવતું કોણ હશે?
અરે ગુલામ માનવી જરા વિચાર તો ખરા?
જીતેશભાઈ શુક્લ

No comments:
Post a Comment