Search This Blog

Tuesday, December 27, 2011

ઈશ્વર ને મેં રડતા જોયા

આ જગમાં આવીને, માનવ , માનવતા વિસરતાં જોયા 
પૈસા માટે  આંખ   મીંચીને,   કાળા  ધોળા  કરતા  જોયા 
સત્યાસત્ય વિવેક ભૂલીને , સ્વાર્થ ને સત્ય સમજતા જોયા 
ભોગો  માટે દીન બની , કીડા સમ જીવન જીવતા જોયા 
સૃષ્ટી માં આવીને , સર્જનહારને ભૂલતા માનવ  જોયા 
ત્યારે સત્ય હકીકત કહું છું , ઈશ્વર ને મેં રડતાં જોયા ....(૧)

ઈશ્વરની સુંદર સૃષ્ટીમાં , વિકારી ઓને ભમતા જોયા 
રૂપ જોઇને લટ્ટુ થાતાં, વિચલિત મનના માનવ જોયા 
કોમળ કંઈ પુષ્પો ને મેં તો, વણખીલ્યે ચુંટાતા જોયા 
સુંદરતા જોઈ ના હસતાં , હણીને હર્ષિત થાતાં જોયા 
પૂજન છોડી સુંદરતા નું ,   લુંટનાર  શિકારી   જોયા 
ત્યારે સત્ય હકીકત કહું છું , ઈશ્વર ને રડતાં   જોયા....(૨)

ભાઈ ભાઈ ની ભાવના ભૂલી , ખોટા ભેદો ધરતાં જોયા 
સમાનતાની વાતો કરતાં , ઉંચ નીચ ગણનારા જોયા 
દંભ અહં જીવનમાં ભરીને , વર્તનમાં તદન ઉલ્ટા જોયા 
કામ ન કરવું નામ ધરીને , મોટા મોટા ફરતાં  જોયા 
સેવાના નામે જયારે મેં , સહુ ને મેવા જમતાં જોયા 
ત્યારે સત્ય હકીકત કહું છું , ઈશ્વર ને મેં રડતાં જોયા ....(૩)
 




No comments:

Post a Comment