Search This Blog

Monday, October 28, 2013

ભજન

તારો લોટો ને મારી થાળી (2)
હેજી એવી જીવન માં થઇ છે મારા મારી (2)
                       તારો લોટો ને મારી થાળી।.............
નાના મટી તમને મોટા બનાવ્યા 
ભણાવી ગણાવી તમને સાહેબ બનાવ્યા 
હેજી એને બઈરી મળી છે કજીયાળી (2)
                      તારો લોટો ને મારી થાળી। ..............
નાના હતા ત્યારે સૌનું કહ્યું માનતા 
પરણ્યા પછી માં બાપ ને મારતા 
હેજી એવી કળિયુગ ની છે બલિહારી (2)
                     તારો લોટો ને મારી થાળી। ................
નાના હતા ત્યારે સેવા માહી લાગતા 
પરણ્યા પછી તેઓ સૌને દુભાવતા 
હેજી એતો પૈસા ની લીલા છે ન્યારી (2)
                     તારો લોટો ને મારી થાળી। .............
જલ્દી જે સમજ્યા તેના ઝઘડાં છે જુઠા 
સમજ્યા નથી તેને લાગે છે મીઠડાં 
હેજી એને જીન્દગી લાગે છે અંતે ખારી (2)
                    તારો લોટો ને મારી થાળી। ...........

No comments:

Post a Comment