Search This Blog

Wednesday, January 11, 2012

प . पू .श्री चन्द्रशेखर पण्डितजी

ભોગોલીક દ્રષ્ટિ એ પૃથ્વી પર ના વિવિધ દેશો ને તેની એક આગવી વિશેષતા છે . જેમકે પેલેસ્ટાઈન  એટલે પવિત્રભૂમિ, પવિત્ર શહેર એટલે જેરુસલેમ , ઉગતા સૂર્ય નો દેશ એટલે જાપાન , હિંદી મહાસાગર નું મોતી એટલે શ્રીલંકા , ચલ ચિત્ર નું શહેર એટલે હોલીવુડ ,અંધારિયો ખંડ એટલે આફ્રિકા ,ડેરી નો દેશ એટલે ડેન્માર્ક , તેમ ઋષિ ઓ નો દેશ ,ઋષિ ઓ ની ભૂમિ એટલે ભારત . ભા શબ્દ ના તેજ , કાંતિ , દીપવું , પ્રકાશવું ,( To shine , be bright or splendid) વિશાળ , મહાન અને ભવ્ય એમ ઘણાં અર્થો થાય છે . તે સર્વ અર્થો ભારત ને માટે યોગ્ય હતા અને રહે તેને માટે આપણે પ્રયત્ન શીલ રહેવું જોઈએ .
ભા એટલે જ્ઞાન અને તેમાં જે રત રહે તે ભારત . ઋષિઓના દિવ્ય જ્ઞાન માં રત રહી એ તો આપણે સાચા અર્થ માં ભારતીય . બાકી ઘણા ભૂંડ પણ આ ભૂમિ માં રહે છે . આ દેશમાં હજારો ઋષિ ઓ જ્ઞાન નો દીપ હાથ માં લઇ ને ફરતાં રહ્યાં , જેને કારણે આજે પણ આપણે વિશ્વ ના સામે ઉન્નત મસ્તકે ફરી શકીએ છીએ . આપણે સર્વ ઋષિ ઓનાં જ સંતાન છે . તેથી સર્વ ને આ વાત નો ગર્વ હોવો જોઈએ . અને તેથી વિશેષ તો वयं अमृतस्य पुत्रा:| આપણે પરમાત્માના પુત્ર અર્થાત અંશ છીએ . ઉત્ક્રાંતિ વાદ ને માનવા વાળા ઓનાં પૂર્વજો ભલે વાંદરા હોય પણ અમારાં તો પૂર્વજો ના પણ પૂર્વજ ભગવાન આદિનારાયણ છે. તેથી નરના મૂલ ઉદ્ગમ નારાયણ ને પ્રાપ્ત કરવા કૃત નિશ્ચયી બનીએ .

 
તપ સ્વાધ્યાયનિરત સહસ્ત્રાબ્દી કે સર્વશ્રેષ્ઠ ધર્માધિકારી 
પૂજ્યપાદ શ્રી ચંદ્રશેખરપંડિતજીમહારાજ  

No comments:

Post a Comment