Search This Blog

Thursday, September 22, 2011

શ્રાદ્ધ માં પિતૃઓની શ્રાદ્ધવિધિ કોણ કરી શકે?

શ્રાદ્ધમાં શુભ કાર્યો થઈ શકે! શ્રાદ્ધ અશુભ ત્યારે હોય જ્યારે...?
    આ આસાન વિધિથી કરો શ્રાદ્ધ, પિતૃઓ તૃપ્ત થશે
    શ્રાદ્ધ પક્ષ: જાણો કઇ તિથિ પર કયા પિતૃઓનું શ્રાદ્ધ કરવું

- હિંદુ ધર્મમાં શ્રાદ્ધ પક્ષનું ઘણું મહત્વ છે. આ સમય પોતાનાં પિતૃઓને તૃપ્ત કરી તેમનાં આશીર્વાદ અને કૃપા મેળવવાનો હોય છે.

- શ્રાદ્ધ કોણે કરવું જોઇએ આ અંગે શાસ્ત્રોમાં લખ્યું છે કે પિતૃઓનાં શ્રાદ્ધ માટે અને પિંડદાન સંસ્કાર માટે પુત્રને જ પ્રથમ હક આપવામાં આવ્યો છે.

એવાં ઘણાં લોકો હોય છે જેમને પુત્ર હોતાં નથી, કાં તો કોઇને એક કરતાં વધારે પુત્ર હોય અથવા ઘણાં લોકોનાં કુંટુંબમાં કોઇ પિતૃપક્ષ તરફથી કોઇ સભ્ય ના હોય કે જે શ્રાદ્ધવિધિ કરી શકે.
આવામાં શ્રાદ્ઘ કોણે કરવું જોઇએ એ પ્રશ્ન વિશેની જાણકારી અહીં આપેલ છે.


-પૂત્ર ન હોય ત્યારે પત્ની શ્રાદ્ધ કરી શકે છે.

- એકથી વધારે પૂત્ર હોય ત્યારે સૌથી મોટા પૂત્ર શ્રાદ્ધ કરે છે.

- પત્ની ન હોય ત્યારે સગો ભાઇ અને તે ન હોય તો સંપિંડોએ શ્રાદ્ધ કરવું જોઇએ.

- પૂત્રીનો પતિ અને પૂત્રીનો પૂત્ર પણ શ્રાદ્ધનો અધિકારી છે.

- પૂત્ર ન હોય ત્યારે પૌત્ર અથવા પ્રપૌત્ર પણ શ્રાદ્ધ કરી શકે છે.

- પત્ની ત્યારે શ્રાદ્ધ કરી શકે છે. જ્યારે કોઇ પૂત્ર કે પૌત્ર કે પ્રપૌત્ર ના હોય.

- પૂત્ર, પૌત્ર અથવા પૂત્રીનો પૂત્ર ન હોય ત્યારે ભત્રીજો શ્રાદ્ધ કરી શકે છે.

- દત્તક લેવામાં આવેલો પૂત્ર પણ શ્રાદ્ધનો અધિકારી છે.

No comments:

Post a Comment