કોઈ પણ પાઠ અથવા મંત્ર કરવા માટે ભાવ શુદ્ધિ અને ભાષા શુદ્ધિ બન્ને જોઈએ એટલે જયારે પાઠ કરો ત્યારે કેવળ ભાવ શુદ્ધ નહિ , ભાષા શુદ્ધિ પણ જોઈએ એટલે તમારે મંત્ર નો પાઠ જપ કરવાનો હોય તો કેવું ધ્યાન રાખવાનું ! આપણે ત્યાં એક બહુ મોટા વ્યાકરણકાર થયાં પાણિની ,તમે બધાં એ નામ સાંભળ્યું હશે ? ન સાંભળ્યું હોય તો આશ્ચર્ય કહેવાય.આ ત્રણ મુનિ નું નામ બધા સાંભળવું જોઈએ યાદ રાખવું જોઈએ
वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिम् |
पाणिनिं सूत्रकारं च प्रणतोस्मि मुनित्रयम् ||
એમાં પાણિની નામનાં મુનિ એ પાણિની શિક્ષા લખી. એમાં એમણે આ નિયમ લખ્યો કે પાઠ કરવાનો હોય તો કેવી રીતે કરવાનો તમારે કઈ વસ્તુ નું ધ્યાન રાખવાનું. તો કહે છે - गीती शीघ्री शिर : कम्पी तथा लिखितपाठका : || આ છ પ્રકારના પાઠ કરવાવાળા અધમ કહેવાય. કોણ - गीती એટલે કેટલાક લોકો પાઠ કરતા હોય ત્યારે લાંબા - લાંબા રાગડા તાણે એવી રીતે પાઠ કરાય નહિ. તમારે હનુમાન ચાલીસા નો પાઠ કરવાનો હોય ત્યારે જ .... ય ....એમ લાંબુ લાંબુ ગવાય નહિ, કેટલાક લોકો शीघ्री એટલે એટલું જલદી - જલદી બોલે કે વચ્ચે નાં શબ્દ ખાઈ જાય.એટલું જલ્દી ન બોલો કે વચ્ચે ના શબ્દ ખલાસ થઇ જાય. शिर : कम्पी- કેટલાક લોકો પાઠ કરે ત્યારે માથું હલાવતા હોય જાણે હનુમાનજી તેના શરીર માં જ આવી ગયા હોય એમ માથું ધુણાવતા પાઠ ન થાય , लिखितपाठका : વીસ વરસ થી પાઠ કરતા હોય પણ ચશ્માં ચઢાવી ને જોઈ જોઈ ને બોલતો હોય . તે ના થાય

No comments:
Post a Comment