Search This Blog

Monday, October 24, 2011

દિવાળી

દિપઆવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (સંસ્કૃત દિપ= દીવડો અને આવલી= હારમાળા, હાર). ઘણી આધુનિક ભાષાઓમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં તેને દિવાળીના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. વિવિધ સમુદાયો દિવસોની સંખ્યાને અલગ પાડવા માટે કિધાની ઉજવણી કરે છે.ભારત અને નેપાળમાં મુખ્ય દિવસો સરખા હોવા છતાં અને એક સાથે જ આવતા હોવા છતાં તેઓ અલગ-અલગ ગ્રેગેરિયન મહિનાઓમાં આવે છે, જેનો આધાર જે-તે વિસ્તારમાં પ્રચલિત હિન્દુ પંચાંગની આવૃત્તિ પર રહેલો છે. હિન્દુ પંચાંગની અમંતા ("નવા ચંદ્રનો અંત") આવૃત્તિનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં પ્રચલિત આ પંચાંગ મુજબ અશ્વિન મહિનાના છેલ્લા ચાર દિવસ અને કારતક મહિનાના શરૂઆતના બે દિવસો દરમિયાન, આમ કુલ છ દિવસ સુધી તહેવાર ઉજવવામાં આવે છે.ઉત્તર ભારતમાં પ્રચલિત પૂર્ણિમાંતા ("પૂર્ણ ચંદ્રનો અંત") આવૃત્તિ મુજબ તે અશ્વાયુજા/અશ્વિન મહિનાની મધ્યમાં આવે છે. ગ્રેગેરિયન કેલેન્ડર મુજબ તે સામાન્ય રીતે ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં આવે છે. નેપાળમાં નેપાળી પંચાંગ મુજબ તેની ઉજવણી કરાય છે. આ તહેવાર નેપાળી વર્ષના છેલ્લા ત્રણ દિવસો અને પ્રથમ બે દિવસ દર્શાવે છે.

અયોધ્યા,પુષ્પક વિમાનમાં તેમને ઉડીને જતા દર્શાવતો દિવસ, આ દિવસ હવે દિવાળી તરીકે ઉજવાય છે]. અસત પર સતના વિજયને પ્રદર્શિત કરતો આ તહેવાર અંતરના અંધકારને ઉલેચવાનો દિવસ પણ છે.રામાયણમાં દર્શાવ્યુ છે તે મુજબ પ્રતિકાત્મક સંદર્ભે તે સદગુણો અને શ્રદ્ધાના ગૃહ આગમનને દર્શાવે છે. દિવાળીના દિવસે ઘણાં લોકો નવા કપડાં પહેરે છે અને એકબીજાને મિઠાઈ તથા ફરસાણો ખવડાવે છે.કેટલાક ઉત્તરભારતીય વેપારી સમુદાયો દિવાળીના દિવસે તેમના નાણાકીય વર્ષનો પ્રારંભ કરે છે અને નવા ચોપડા શરૂ કરે છે. આની સાથે હિન્દુઓની ઘણી મહત્વની ઘટનાઓ સંકળાયેલી છે:

    રામનું અયોધ્યા આગમન :વનવાસ અને યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી 14 વર્ષે અયોધ્યાના રાજા રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અંધકારભર્યા માર્ગમા પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. દક્ષિણ ભારતમાંથી રામે પોતાના ઉત્તર ભારતમાં તેમના રાજ્ય તરફ મુસાફરી કરી હોવાથી તેઓ પહેલા દક્ષિણમાંથી પસાર થયા હતા.આ કારણથી દક્ષિણ ભારતમાં આ તહેવાર એક દિવસ વહેલો ઉજવાય છે.
    નરકાસુરનો વધ : દિવાળીના એક દિવસ પહેલા ઉજવાતો નરક ચતુર્દશીનો દિવસ અત્યાચારી રાક્ષસ નરકાસુરનો વધ કૃષ્ણના પત્ની સત્યભામાએ કર્યો હતો. આ ઘટના કૃષ્ણના અવતાર સમયે દ્વાપર યુગમાં બની હતી. અન્ય એક કથા મુજબ, રાક્ષસને કૃષ્ણએ માર્યો હતો ( કૃષ્ણએ પત્ની સત્યભામાને ઈન્દ્રને હરાવવા નર્શને મારવા ઉશ્કેર્યા હતા: ગોવર્ધન પૂજા દિવાળીના એક દિવસ બાદ ઉજવાય છે. આ દિવસે કૃષ્ણએ વરસાદ અને વીજળીના દેવતા ઈન્દ્રને હરાવ્યા હતા. કથા મુજબ, ભગવાન ઈન્દ્રની વાર્ષિક પૂજા માટેની મોટી તૈયારીઓ કૃષ્ણએ જોઈ અને તેમણે આ અંગે પિતા નંદને પ્રશ્ન પૂછ્યા.ગ્રામજનો સાથે તેમણે સાચા ‘ધર્મ’ અંગે ચર્ચા કરી. તેઓ ખેડૂત હતા અને તેમણે કૃષિ તથા પશુધનના રક્ષણ પર ધ્યાન આપવું જોઈએ અને પોતાની ફરજ નિભાવવી જોઈએ. તેઓ સતત એવું કહેતા હતા કે દરેક મનુષ્યએ પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્છ રીતે પોતાનું 'કર્મ' કરવું જોઈએ અને કુદરતના તત્વોને પ્રાર્થના કરવી જોઈએ નહિ. ગ્રામજનો કૃષ્ણ સાથે સંમત થઈ ગયા અને વિશેષ પૂજા (પ્રાર્થના) કરી નહિ.આનાથી ઈન્દ્ર ગુસ્સે ભરાયા અને ગામમાં પૂર લાવી દીધું.ત્યાર બાદ કૃષ્ણે ગોવર્ધન પર્વત ઊંચકી લીધો અને તેમના લોકો તથા પશુઓને વરસાદથી બચાવવા માટે તેને પકડી રાખ્યો. આખરે ઈન્દ્રએ પોતાનો પરાજય સ્વીકાર્યો અને કૃષ્ણની સર્વોચ્ચતાને સ્વીકારી. કૃષ્ણના જીવનના આ પાસામાં કલ્પના વધારે છે,  પરંતુ તેના દ્વારા 'કર્મ'ના સિદ્ધાંતનો પાયો નંખાય છે, જેની પાછળથી ભગવદ ગીતા માં વિસ્તૃત ચર્ચા છે.

Wednesday, October 5, 2011

શ્રી આનંદનો ગરબો

                                        જય બહુચર મા
શ્રી વલ્લભ ભટ્ટ રચીત  આનંદનો ગરબો
 આજ મને આનંદ, વાધ્યો અતિ ઘણો મા,
ગાવા ગરબા છંદ, બહુચર માત તણો મા.       ૧
અળવે આળ પંપાળ, અપેક્ષા આણી મા,
છો ઇચ્છા પ્રતિપાળ,  દ્યો અમૃતવાણી મા.        ૨
સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળ તારો મા,
બાળ કરી સંભાળ, કર ઝાલો મારો મા.            ૩
તોતળા મુખ તન્ન, તોતો તોય કહે મા,
અર્ભક માગે અન્ન, નિજ માતા મન લહે મા       ૪
નહીં સવ્ય અપસવ્ય, કંઇ કંઇ જાણું મા,
કવિ કહાવ્યા કાવ્ય, મન મિથ્યા આણું મા         ૫
કુબજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો મા,
મુરખમાં અણમીલ, રસ રટવા વિચર્યો મા         ૬
મૂઢ પ્રમાણે મતિ, મન મિથ્યા માપી મા,
કોણ લહે ઉત્પત્તિ, વિશ્વ રહ્યા વ્યાપી મા            ૭
પ્રાક્રમ પૌઢ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીછું મા,
પૂર્ણ પ્રગટ અખંડ, અજ્ઞા થકો ઇચ્છું મા            ૮        
અર્ણવ ઓછે પાત્ર, અકળ કરી આણું મા,
પામું નહીં પળમાત્ર, મન જાણું નાણું મા          ૯        
રસના યુગ્મ હજાર, તે રટતાં હાર્યો મા,
ઇશે અંશ લગાર લઇ મન્મથ માર્યો મા          ૧૦
માર્કંડ મુખે મુનિરાય, માહાત્મય તુજ ભાખ્યું મા,
જૈમિની ઋષિ જેવાય, ઉર અંતરે રાખ્યું મા.      ૧૧
અણગણગુણગતિગોત, ખેલ ખરો ન્યારો મા,
માત જાગતી જ્યોત, જળહળતો પારો મા.       ૧૨
જણ તૃણવત ગુણનાથ, કહું ઉંડળ ગુંડળ મા,   
ભરવા બુદ્ધિ બે હાથ, ઓધામાં ઉંડળ મા.         ૧૩
પાગ નમાવી શીશ, કહું ઘેલું ગાંડુ મા,
માત ન ધરશો રીસ, છો ખુલ્લું ખાંડું મા.          ૧૪
આદ્ય નિરંજન એક, અલખ અકળ રાણી મા,  
તુજથી અવર અનેક, વિસ્તરતાં જાણી મા.         ૧૫
શક્તિ સૃજવા સૃષ્ટિ, સહજ સ્વભાવ સ્વકલ્પે મા,        
કિંચિત્ કરુણા દષ્ટ, કૃત કૃત કોટી કલ્પે મા.        ૧૬
માતંગી મન મુક્ત, રમવા કીધું મન મા,         
જોવા યુક્ત અયુક્ત, રચિયાં ચૌદ ભુવન મા.      ૧૭     
નીર ગગન ભૂ તેજ, કરી નીર્મ્યાં મા,  
મારુતવાશ જે છેજ, ભાંડ કરી ભરમ્યા મા.      ૧૮
તત્ક્ષણ તનથી દેહ, ત્રણ કરી પેદા મા,
ભવકૃત કર્તા જેહ, સૃજે પાળે છેદા મા.            ૧૯
પ્રથમ કર્યો ઉચ્ચાર, વેદ ચાર વાયક મા,          
ધર્મ સમસ્ત પ્રકરા, ભૂ ભણવા લાય મા.           ૨૦
પ્રગટી પંચ મહાભૂત, અવર સર્વ જે કો મા,    
શક્તિ સર્વ સંયુક્ત, શક્તિ વિણ નહીં કો મા.     ૨૧
મૂળ મહીં મંડાણ, મહા માહેશ્વરી મા,          
જગ સચરાચર જાણ, જય વિશ્વેશ્વરી મા.        ૨૨
જળમધ્યે જળશાયી, પોઢયા જગજીવન મા,  
બેઠાં અંતરીક્ષ આઇ, ખોળે રાખી તન મા.        ૨૩
વ્યોમ વિમાનની વાટ, ઠાઠ ઠઠયો આછો મા,   
ઘટઘટ સરખો ઘાટ, કાચ બન્યો કાચો મા.         ૨૪
અજરજ ગુણ અવતાર, આકારે આણી મા,    
ર્નિિમત હિત કરનાર, નખશિખ નારાયણી મા.   ૨૫
પન્નગને પશુ પંખી, પૃથક પૃથક પ્રાણી મા,     
જુગ જુગ માંહિ ઝંખી, રૃપે રૃદ્રાણી મા.              ૨૬
ચક્ષુ મધ્ય ચૈતન્ય વચ્ચે આસન ટીકી મા,       
જણાવવા જનય મન્ય, મધ્યે માતા કીકી મા.     ૨૭
કણચર તૃણચર વાયુ, ચર વારિ ચરતા મા,       
ઉદર ઉદર ભરી આયુ, તું ભવાની ભર્તા મા.       ૨૮
રજો તમો ને સત્વ, ત્રિગુણાત્મક ત્રાતા મા,                 
ત્રિભુવન તારણ તત્ત્વ, જગત તણી જાતા મા.    ૨૯
જ્યાં જયમ ત્યાં ત્યમ રૃપ, તેજ ધર્યું સઘળે મા,
કોટી કરે જય ઘૂપ, કોઇ તુજને ન કળે મા.         ૩૦
મેરુ શિખર મહીં માંહી, ધોળગઢ પાસે મા,     
બાળી બહુચર માય, આદ્ય વસે વાસો મા.        ૩૧
ન લહે બ્રહ્મા ભેદ, ગુહ્ય ગતિ તાહરી મા,        
વાણી વખાણે વેદ, શી મતિ મહારી મા.           ૩૨
વિષ્ણુ વિમાસી મન્ય, ધન્ય જ ઉચ્ચરિયા મા, 
અવર ન તુમથી અન્ય, બાળી બહુચરિયા મા.    ૩૩
માને મન માહેશ, માત મયા કીધે મા,
જાણે સુરપતિ શેષ, સહુ તારે લીધે મા.          ૩૪
સહસ્ત્ર ફણીધર શેષ, શક્તિ સબળ સાધી મા, 
નામ ધર્યું નાગેશ, ર્કીિત જ તો વાધી મા.        ૩૫
મચ્છ કચ્છ વારાહ, નૃસિંહ વામન થઇ મા,     
અવતારો તે તારાહ, તુજ મહાત્મ્ય મ્હી મા.      ૩૬
પરશુરામ શ્રીરામ રામ, બની બળ જેહ મા,     
બુદ્ધ કલંકી નામ, દશ વિધ ધારી દેહે મા.         ૩૭
મધ્ય મથુરાથી બાળ, ગોકુળ પહોંચ્યુ તો મા,   
તેં નાખી મોહજાળ, કોઇ બીજું નહોતું મા.        ૩૮
કૃષ્ણ કૃષ્ણ અવતાર, કલી કારણ કીધું મા,        
ભક્તિ મુક્તિ દાતાર, થઇ દર્શન દીધું મા.          ૩૯
વ્યંઢળને વળી નાર, પુરુષપણે રાખ્યાં મા,       
એ અચરજ સંસાર, શ્રુતિસ્મૃતિએ ભાખ્યા મા.  ૪૦
જાણી વ્યંઢળ કાય, જગમાં અણજુક્તિ મા,    
મા મોટો મહિમાય, ઇન્દ્ર કથે યુક્તિ મા.           ૪૧
મહિરામણ મથી મેર, કીધો રવૈયો સ્થિર મા,    
કાઢયાં રત્ન એક તેર, વાસુકિના નેતર મા.         ૪૨
સુર સંકટ હરનાર, સેવકના સન્મુખ મા,         
એવી ગતિ અગમઅપાર, આનંદો દધિ સુખ મા.     ૪૩
સનકાદિક મુનિ સાથ, સેવી વિવિધ વિધે મા,  
આરાધી નવનાથ, ચોરાસી સિદ્ધે મા. ૪૪
આવી અયોધ્યા ઇશ, નામી શિશ વળ્યા મા,    
દશ મસ્તક ભુજ વીસ, છેદી સીતા મળ્યા મા.   ૪૫
નૃપ ભીમકની કુમારી તમ પૂજ્યે પામી મા,     
રૃક્ષ્મણી રમણ મુરારી મન માન્યો સ્વામી મા.    ૪૬
રાખ્યા પાંડુ કુમાર, છાના સ્ત્રી સંગે મા,          
સંવત્સર એક બાર, વામ્યા તમ અંગે મા.          ૪૭
બાંધ્યો તન પ્રધુમન, છૂટે નહીં કોઇથી મા,       
સ્મરી પૂરી સનખલ, ગયો કારાગ્રહથી મા.         ૪૮
વેદ પુરાણ પ્રમાણ, શાસ્ત્ર સકળ સાખી મા,    
શક્તિ સૃષ્ટિ મંડાણ, સર્વ રહ્યા રાખી મા.           ૪૯
જ્યાં જ્યાં  જુગતે જોઇ, ત્યાં ત્યાં તુ તેવી મા,
સમવિભમ મતિ ખોઇ, કહી ન શકું કેવી મા.     ૫૦
ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતી તું ભવની મા,
આદ્ય મધ્ય અવસાન, આકાશે અવની મા.       ૫૧
તિમિર હરણ શશીસૂર, તે પારો ધોખો મા,      
અમિ અગ્નિ ભરપૂર, થઇ પોખો શોખો મા.      ૫૨
પટ ઋતુ પટ માસ, દ્વાદશ પ્રતિબન્ધે મા,      
અંધકાર ઉજાસ, અનુક્રમ અનુસન્ધે મા.           ૫૩
ધરતી તળ ધન ધાન્ય, ધ્યાન ધર્યે નાવો મા,     
પ્રજા પાલન પ્રજન્ય, અણચિંતવ્યા આવો મા.   ૫૪
સકલ સિદ્ધિ સુખદાયી, પયદયી ધૃત માંહી મા,
સર્વે રસ સરસાઇ, તુજવણિ નહીં કાંઇ મા.       ૫૫
સુખ દુખ બે સંસાર, તારા નિપજાવ્યા મા,      
બુદ્ધિ બળ બલિહારી, ઘણું ડાહ્યા વાહ્યા મા.    ૫૬
ક્ષુધા તૃષા નિદ્રાય, લઘુ યૌવન વૃદ્ધા મા,        
શાંતિ શૌર્ય ક્ષમાય, તું સઘળે શ્રદ્ધા મા.           ૫૭
કામ ક્રોધ મોહ લોભ, મદ મત્સર મમતા મા,   
તૃષ્ણા સ્થિરતા ક્ષોભ, શાંચિ ને સમતા મા.       ૫૮
ધર્મ અર્થ ને કામ, મોક્ષ તું મંમાયા મા,
વિશ્વ તણો વિશ્રામ, ઉર અંતર છાયા માં.        ૫૯
ઉદે ઉદાહરણ અસ્ત, આદ્ય અનાદેની મા,
ભાષા ભૂર સમસ્ત, વાગ વિવાદેની મા.           ૬૦
હર્ષ હાસ્ય ઉપહાસ્ય, કાવ્ય કવિત વિત્ત તું મા,
ભાવ ભેદ નિજ ભાષ્ય, ભ્રાંતિ ભલી ચિત્ત તું મા.    ૬૧
ગીત નૃત્યુ વાજીંત્ર, તાલ તાન માને મા,
વાણી વિવિધ વિચિત્ર, ગુણ અગણિત ગાને મા.    ૬૨
રતિ રસ વિવિધ વિલાસ, આશ સક્લ જગની મા,
તન મન વધ્યે વાસ, મંમાયા મંગની મા.           ૬૩
જાણે અજાણે જગત, બે બધાં જાણે મા,
જીવ સકળ આસક્ત, સહુ સરખા માણે મા.     ૬૪
વિવિધ ભોગ મરજાદ, જગદાખ્યુ ચાખ્યું મા,
ગરથ સુરત નિઃસ્વાદ, પદ પોતે રાખ્યું મા.        ૬૫     
જડ, થડ, શાખ, પત્ર, ફૂલે ફલે ફરતી મા,
પરમાણુ એકત્ર, રસ બસ વિયરતી મા.            ૬૬
નિપટ અટપટી વાત, નામ કહું કોનું મા,
સરજી સાતે ધાત, માત અધિક સોનું મા.         ૬૭
રત્ન, મણિ માણિક્ય, નંગ મગીયા મુક્તા મા,
આભા અટળ અધિક, અન્ય ન સંયુક્તા મા.      ૬૮
નીલ પીત, અરિક્ત, શ્યામ શ્વેત સરખી મા,
ઉભય વ્યક્ત અવ્યક્ત, જગત જને નિરખી મા.    ૬૯
નગ જે અધિકુળ આઠ, હિમાચલ આદ્યે મા,
પવન ગગન ઠઠી ઠાઠ, તુજ રચિતા બાંધે મા.     ૭૦
વાપી કૂપ તળાવ, તું સરિતા સિંધુ મા,
જળ તારણ જયમ નાવ, ત્યમ તારણ ભવ બંધુ મા.      ૭૧
વૃક્ષ વન ભાર અઢાર, ભૂ ઉપર ઊભા મા,
કૃત્ય કમ કરનાર, કોશ વિધાં કુંભા મા.            ૭૨     
જડ ચેતન તું અભિધાન અંશ અંશધારી મા,
માનવી માટે માન, એ કરણી તારી મા.           ૭૩
વર્ણ ચાર વિધિ કર્મ ધર્મ સહિત સ્થાપી મા,
બેને બાર અપર્મ અનુચર વર આપી મા.           ૭૪
વાડવ વન્હિ નિવાસ, મુખ માતા પોતે મા,
તૃપ્તે તૃપ્તે આશ, માત જગત જોતે મા.          ૭૫
લખ ચોરાસી જંત, સહુ ત્હારા કીધા મા,
આણી અસુરનો અંત, દણ્ડ ભલા દીધા મા.      ૭૬
દુષ્ટ દમ્યા કંઈ વાર, દારૃણ દુઃખ દેતા મા,
દૈત્ય કર્યા સંહાર, ભાગ યજ્ઞો લેતા મા.          ૭૭
શુદ્ધ કરણ સંસાર, કર ત્રિશુલ લીધું મા,
ભૂમિ તણો શિરભાર, હરવા મન કીધું મા.         ૭૮
બહુચર બુદ્ધિ ઉદાર, ખળ ખોળી ખાવા મા,
સંત ચરણ ભવપાર, સાધ્ય કરે સાહવા મા.       ૭૯
અધમ ઉદ્ધારણ હાર, આસનથી ઊઠી મા,
રાખણ જગ વ્યવહાર, બદ્ધ બાંધી બેઠી મા.        ૮૦
આણી મન આનંદ, મહી માંડયા પગલાં મા,
તેજ કિરણ રવિચંદ, દે નાના ડગલાં મા.           ૮૧
ભર્યા કદમ બે ચાર, મદમાતી મદભર મા,
મનમાં કરી વિચાર, તેડાવ્યો અનુચર મા.          ૮૨
કુરકુટ કરી આરોહ, કરુણાકર ચાલી મા,
નખ, પંખી મેદયોહ, પગ પૃથ્વી હાલી મા.        ૮૩
ઊડીને આકાશ, થઈ અદ્ભુત આવ્યો મા,
અધક્ષણમાં એક શ્વાસ અવનિતળ લાવ્યો મા.     ૮૪
પાપી કરણ નીપાત, પૃથ્વી પડ માંહી મા,
ગોઠયું મન ગુજરાત, ભીલાંભડ સાહી મા.        ૮૫
ભોળી ભવાની માય, ભાવ ભલે ભાળે મા,
કીધી ધણી કૃપાય, ચુંવાળે આળે મા.            ૮૬
નવખંડ ન્યાળી નેટ, નજર વજર પેઢી મા,
ત્રણ ગામ ને ત્રણ તરભેટ, ઠેર ઠરી બેઠી મા.       ૮૭
સેવક સારણ કાજ, સંખલપુર સેડે મા,
ઊઠયો એક અવાજ, દેડાણા નેડે મા.   ૮૮
આવ્યા શર્ણં અશર્ણ, અતિ આનંદ ભર્યો મા,
ઉદિત મુદિતા રવિકિર્ણ, દસદિશ જસ પ્રસર્યો મા.       ૮૯
સકલ સમય જગમાત, બેઠા ચિત સ્થિર થઈ મા,
વસુધામાં વિખ્યાત, વાતવાયુ વિધિ ગઈ મા.     ૯૦
જાણે સહુ જગ જોર, જગજનની જોખે મા,
અધિક ઉડાડયો શોર, વાસ કરી ગોખે મા.         ૯૧
ચાર ખૂટ ચોખાણ, ચર્ચાએ ચાલી મા,
જનજન પ્રતિ મુખવાણ, બહુચર બિરદવાળી મા.       ૯૨
ઉદો ઉદો જયકાર, કીધો નવખંડે મા,
મંગળ વર્ત્યાં કરે ચાર, ચઉદે બ્રહ્માંડે મા.           ૯૩
ગાજ્યા સાગર સાત દૂધે મેઘ ઊઠયા મા,
અધમ અધર ઉત્પાત, સહુ કીધા જૂઠા મા.        ૯૪
હર્યા સુરનર નાગ, મુખ જોઈ ‘મા’ નું મા,
અવલોકી અનુરાગ મુનિવર સરખાનું મા.         ૯૫
નવગ્રહ નમવા કાજ, પાગ પાળી આવ્યા મા,
ઉપર ઉઘરાણ કાજ, મણિમુક્તા લાવ્યા મા.      ૯૬
દશ દિશના દિક્પાલ દેખી દુઃખ પામ્યા મા,
જન્મ મરણ જંજાળ, મટતા સુખ પામ્યા મા.     ૯૭
ગુણ ગાંધર્વ યશ ગાન, નૃત્ય કરે રંભા મા,
સુર સ્વર સુણતા કાન, ગતિ થઈ ગઈ સ્થંભા મા.        ૯૮
ગુણનિધિ ગરબો જેહ, બહુચર તુમ કેરો મા,
ધારે ધારી દેહ, સફળ ફળે કરે ફેરો મા.          ૯૯
પામે પદારથ પાંચ, શ્રવણે સાંભળતા મા,
નાવે ઉન્હી આંચ, દાવાનળ બળતા મા.           ૧૦૦
શસ્ત્ર ન અઢકે અંગ, આદ્ય શક્તિ રાખે મા,
નિત નિત નવલે રંગ, ધર્મ કર્મ પાખે મા.          ૧૦૧
જળ જે અકળ અઘાત, ઉતારે બેડે મા,
ક્ષણ ક્ષણ નિશદિન માત, ભવસંકટ ફેડે મા.       ૧૦૨
ભૂત પ્રેત જાંબુક વ્યંતરી હાકિની ડાકીણી મા,
ના વે આડી અચૂક, સમર્યાં શક્તિની મા.          ૧૦૩
ચરણ કરણ ગતિ ભંગ ખંગ પંગ વાળે મા,
ગુંગ મુંગ મુખ અંગ વ્યાધિ બધી ઢાળે મા.        ૧૦૪
નેણ વિહોણાને, નેહે નેણ આપે, મા,
પુત્ર વિહોણાને, કોણે કંઈ મેણા તું કાપે મા.        ૧૦૫
કલિ કલ્પતરુ ઝાડ, જે જાણે તેને મા,
ભક્ત લડાવે લાડ, પાડ વિના કેને મા.  ૧૦૬
પ્રગટ પુરુષ પુરુષાઈ, તું આપે પળમાં મા,
ઠાલાં ઘર ઠકુરાઈ, દે દળ હળબળમાં મા.          ૧૦૭
નિર્ધનને ધન પાત્ર, તું કરતા શું છે મા ?
રોગ, દોષ દુઃખ માત્ર, હરતા શું છે મા ?           ૧૦૮
હય, ગજ, રથ સુખપાલ, આલ વિના અજરે મા,
વરદે બહુચર બાલ, ન્યાલ કરે નજરે મા.           ૧૦૯
ધર્મ ધજા ધન ધાન, ન ટાળે ધામ થકી મા,
મહિપતિ દે મુખ માન, માં ના નામ થકી મા.     ૧૧૦   
નરનારી ધરી દેહ, હેતે જે ગાશે મા,
કુમતિ કર્મ કૃત ખેહ, થઈ ઊડી જાશે મા.           ૧૧૧
ભગવતી ગીત ચરિત્ર, નિત સુણશે કાને મા,
થઈ કુળ સહિત પવિત્ર, ચડશે વૈમાને મા.         ૧૧૨
તુંથી નથી કો વસ્તુ તેથી તુને તર્પુ મા,
પૂરણ પ્રગટ પ્રશસ્ત, સી ઉપમા અર્પુ મા.         ૧૧૩
વારંવાર પ્રણામ, કર જોડી કીજે મા,
નિર્મળ નિશ્વળ નામ, જનનીનું લીજે મા.       ૧૧૪
નમો નમો જગમાત, નામ સહસ્ત્ર તારે મા,
માત તાત ને ભ્રાત તું સર્વે મારે મા.           ૧૧૫
સંવત શતદશ સાત, નેવું ફાલ્ગુન સુદે મા,
તિથિ તૃતીયા વિખ્યાત, શુભ વાસર બુધે મા.     ૧૧૬
રાજનગર નિજ ધામ, પુર નવીન મધ્યે મા,
આઈ આદ્ય વિશ્રામ, જાણે જગત બધ્યે મા.      ૧૧૭
કરી દુર્લભ સુલર્ભ, રહું છું છેવાડો મા,
કર જોડી વલ્લભ, કહે ભટ્ટ મેવાડો મા.          ૧૧૮
 જય બહુચર મા 

Tuesday, October 4, 2011

सरस्वती श्लोक

श्री सरस्वती श्लोक 
                    ||  श्री ||
नमस्ते शारदा देवी सरस्वती मति प्रद | 
वश त्वं मम जिव्हाग्रे सर्व विद्या प्रदा भव ||