Search This Blog

Thursday, August 12, 2010

શિવ – શ્રી શિવ માનસ પૂજા



રત્નૈઃ કલ્પિતમાસનં હિમજલૈઃ સ્નાનં ચ દિવ્યામ્બરં નાનારત્નવિભૂષિતં મૃગમદામોદાઙ્કિતં ચન્દનમ્ ।
જાતીચમ્પક બિલ્વપત્રરચિતં પુષ્પં ચ ધૂપં તથા દીપં દેવ દયાનિધે પશુપતે હૃત્કલ્પિતં ગૃહ્યતામ્ ॥૧॥
હું એવી ભાવના કરું છું કે હે દયાળુ પશુપતિ દેવ! સંપૂર્ણ રત્નોથી નિર્મિત આ સિંહાસન પર આપ વિરાજમાન થાઓ. હિમાલયના શીતળ જળથી હું આપને સ્નાન કરાવું છું. સ્થાન ઉપરાંત રત્નજડિત દિવ્ય વસ્ત્ર આપને અર્પિત કરું છું. કેસર-કસ્તૂરીથી બનાવેલ ચંદનના તિલક આપના અંગો પર લગાવું છું. જુહી, ચંપા, બિલ્વપત્ર આદિની પુષ્પાંજલિ આપને સમર્પિત હો. બધા પ્રકારના સુગંધિત ધૂપ અને દીપક માનસિક રૂપે આપને દર્શિત કરી રહ્યો છું, આપ કૃપયા ગ્રહણ કરો.

સૌવર્ણે નવરત્ન ખંડરચિતે પાત્ર ધૃતં પાયસં ભક્ષ્મં પંચવિધં પયોદધિ યુતં રમ્ભાફલં પાનકમ્ ।
શાકા નામ યુતં જલં રુચિકરં કર્પૂર ખંડૌજ્જ્વલં તામ્બૂલં મનસા મયા વિરચિતં ભક્ત્યા પ્રભો સ્વીકુરુ ॥૨॥
હું એ નવીન સ્વર્ણપાત્ર, કે જેમા વિવિધ પ્રકારના રત્નો જડિત છે, ખીર, દૂધ અને દહિ સહિત પાંચ પ્રકારના સ્વાદવાળા વ્યંજનની સાથે કદલીફળ, સરબત, શાક, કપૂરથી સુવાસિત અને સ્વચ્છ કરેલ મૃદુ જળ તેમજ તાંબુલ આપને માનસિક ભાવો દ્વારા બનાવી પ્રસ્તુત કરું છું. હે કલ્યાણ કરનાર! મારી આ ભાવનાનો સ્વીકાર કરો.

છત્રં ચામર યોર્યુગં વ્યજનકં ચાદર્શકં નિમલં વીણા ભેરિ મૃદંગ કાહલકલા ગીતં ચ નૃત્યં તથા ।
સાષ્ટાંગ પ્રણતિઃ સ્તુતિ-ર્બહુવિધા હ્યેતત્સમસ્તં મમા સંકલ્પેન સમર્પિતં તવ વિભો પૂજાં ગૃહાણ પ્રભો ॥૩॥
હે ભગવાન, આપના ઉપર છત્ર લગાવી, ચંવર અને મંદ પવન નાખું છું. નિર્મળ દર્પણ, જેમાં આપના સ્વરૂપ સુંદરતમ અને ભવ્ય દેખાય છે, એ પ્રસ્તુત કરું છું. વીણા, ભેરી, મૃદંદ, દુન્દુભિ આદિની મધુર ધ્વનીઓ આપની પ્રસન્નતા માટે કરવામાં આવી રહી છે. સ્તુતિ ગાયન, આપનું પ્રિય નૃત્ય કરી હું આપને સાષ્ટાંગ પ્રણામ કરતા સંકલ્પ રૂપથી આપને સમર્પિત કરી રહ્યો છું. પ્રભુ! મારી આ વિવિધ પ્રકારની સ્તુતિ-પૂજા કૃપયા ગ્રહણ કરો.

આત્મા ત્વં ગિરિજા મતિઃ સહચરાઃ પ્રાણાઃ શરીરં ગૃહં પૂજા તે વિષયોપભોગરચના નિદ્રા સમાધિસ્થિતિઃ ।
સંચારઃ પદયોઃ પ્રદક્ષિણવિધિઃ સ્તોત્રાણિ સર્વા ગિરો યદ્યત્કર્મ કરોમિ તત્તદખિલં શમ્ભો તવારાધનમ્ ॥૪॥
જે શંકરજી, મારી આત્મા આપ છો. મારી બુદ્ધિ આપની શક્તિ પાર્વતીજી છે. મારા પ્રાણ આપના ગણ છે. મારું આ પંચભૈતિક શરીર આપનું મંદિર છે. સંપૂર્ણ વિષય ભોગની રચના આપની જ પૂજા છે. હું જે નિદ્રા લઊ છું તે આપની ધ્યાન સમાધિ છે. મારું ચાલવું-ફરવું આપની પરિક્રમા છે. મારી વાણીથી નિકળેલ પ્રત્યેક ઉચ્ચારણ આપના જ સ્તોત્ર અને મંત્ર છે. આ પ્રકારે, હું આપનો ભક્ત, જે કોઈ કર્મ કરું છું, તે આપની આરાધના જ છે પ્રભુ.

કર ચરણ કૃતં વાક્કાયજં કર્મજં વા શ્રવણનયનજં વા માનસં વાપરાધમ્ ।
વિહિતમવિહિતં વા સર્વમેતત્ક્ષમસ્વ જય જય કરણાબ્ધે શ્રી મહાદેવ શમ્ભો ॥૫॥
હે પરમેશ્વર! હુંએ હાથ, પગ, વાણી, શરીર, કર્મ, કર્ણ, નેત્ર અથવા મન દ્વારા જે કોઈ પણ અપરાધ કર્યા છે, વિહિત હોય કે અવિહિત, એ બધા પર આપની ક્ષમાપૂર્ણ દ્રષ્ટિ પ્રદાન કરો. હે કરુણાસાગર ભોળા ભંદારી, શ્રી મહાદેવજી, આપની જય હો, જય હો, જય હો.

આ સુંદર ભાવાત્મક સ્તુતિ દ્વારા આપણે માનસિક શાંતિ તથા ઈશ્વરની કૃપા સાથે કોઈ પણ સાધન, સહાયક, વિધિ વગર ભગવાન સદાશિવની પૂજા સંપન્ન કરી શકીએ છીએ. માનસિક પૂજા શાશ્ત્રોમાં શ્રેષ્ઠત્તમ પૂજાના રૂપમાં વર્ણિત છે. ભૈતિક પૂજાનો ઉદ્દેશ્ય પણ માનસિક રૂપથી ઈશ્વરની સાન્નિધ્યમાં થવી જ જોઈએ. આ શિવ માનસ પૂજાની રચના આપણા માટે આદિગુરૂની કૃપાની દિવ્ય સાક્ષાત્ પ્રસાદી જ છે. આવશ્યકતા ફક્ત આ પ્રસાદીને નિરંતર ગ્રહણ કરતા રહેવાની છે.

No comments:

Post a Comment