All kinds of Rites ( Pujas ) & Astrology Work. Time :(tue-Sat)Evening 6.00 to 10.00 PM. Add: 394, Anand Nagar, Karelibaug,Vadodara-18. Phone : 0265-2492559 Cell: +91-9824429520.email ID:bhatt2172@gmail.com
Search This Blog
Thursday, August 12, 2010
શિવ – શ્રી દ્વ્રાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર
સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ|
ઉજ્જયિન્યાં મહાકાલમ ૐકારમ અમલેશ્વરમ. ||૧||
સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓંકારેશ્વર, અમલેશ્વર…
પરલ્યાં વૈદ્યનાથં ચ, ડાકિન્યાં ભીમશંકરમ|
સેતુબન્ધૈ તુ રામેશં, નાગેશં દારુકાવને. ||૨||
પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારુકાવનમાં નાગેશ્વર…
વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંબકં ગૌમતીતટે|
હિમાલયે તુ કેદારં, ધુશ્મેશં તુ શિવાલયે. ||૩||
વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીના તટ પર ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, શિવાલયમાં ઘુષ્ણેશ્વર…
એતાનિ જ્યોતિર્લિગાનિ, સાયંપ્રાત: પઠેન્નર:|
સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિય. ||૪||
જે કોઈ પણ મનુષ્ય પ્રતિદિન પ્રભાત અને સાયંકાલમાં આ બાર જ્યોતિર્લિંગના નામનો પાઠ કરે છે,
તો આ લિંગોના સ્મરણ માત્રથી સાત જન્મોમાં કરેલ પાપ નષ્ટ થઈ જાય છે.
બાર જ્યોતિર્લિંગ
સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર, રામેશ્વર, બૈદ્યનાથ.
સોમનાથ
સૌરાષ્ટ્ર (ગુજરાત) માં આવેલું આ સૌથી જૂનું અને મહત્વપૂર્ણ જ્યોતિર્લીંગ છે. આ જ્યોતિર્લીંગનું વર્ણન ઋગ્વેદમાં પણ છે. સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું ત્યાર બાદ રાવણે ચાંદીથી કરાવ્યું હતું. રાવણ બાદ ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનની લાકડીઓથી કરાવ્યું હતું અને ત્યાર બાદ ભીમદેવે પત્થરથી આનું નિર્માણ કરાવ્યું હતું.
સોમનાથ મંદિર પર છ વખત આક્રમણકારીઓએ હુમલો કર્યો હતો. દરેક વખતે આ મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરના વર્તમાન ભવન અને પરિસરનું નિર્માણ શ્રી સોમનાથ ટ્રસ્ટે કરાવ્યું છે. આને સન 1995માં રાષ્ટ્રને સમર્પિત કરાયું હતું. સોમનાથનું મંદિર એ વાતની સાક્ષી પુરે છે કે સર્જનકર્તાની શક્તિ હંમેશા વિનાશકર્તાથી વધું હોય છે.
નાગેશ્વર
દ્વારકામાં આવેલું આ જ્યોતિર્લીંગની ઋગ્વેદની કથા પણ ખુબ જ રોચક છે. શિવપુરાણમાં પણ આ જ્યોતિર્લીંગની કથાનું વર્ણન છે. દાસ્કા નામના એક રાક્ષસે નિરપરાધ એક શિવભક્ત સુપ્રીયાને કારાવાસમાં કેદ કરી દીધો હતો.
નિર્દોષ સુપ્રીયાએ પોતાની રક્ષા માટે ૐ નમ: શિવાય મંત્રનો જાપ કર્યો હતો. તેને જેલના બીજા કેદીઓને પણ આ મંત્રનો જાપ કરવાનું શિખવાડી દીધુ હતું. તે બધાની ભક્તિભાવનો પરિપૂર્ણ અવાજ સાંભળીને ભગવાન શિવ અહીંયા પ્રગટ થયાં હતાં અને તેઓએ દાસ્કા રાક્ષસનો અંત કર્યો હતો. ત્યાર બાદ તેઓએ જ્યોતિર્લીંગ સ્વરૂપે ત્યાં જ નિવાસ કર્યો હતો.
મહાકાલેશ્વર
ઉજ્જૈન (મધ્યપ્રદેશ) માં આવેલુ આ જ્યોતિર્લીંગ એકમાત્ર દક્ષિણામુખ જ્યોતિર્લીંગ છે. એટલા માટે આ જ્યોતિર્લીંગનું પૌરાણીક અને તાંત્રીક મહત્વ સૌથી વધુ છે. આ જ્યોતિર્લીંગ પણ સ્વંયંભૂ છે. મહાકાલ જ્યોતિર્લીંગના સાચા મનથી દર્શન કરનારને કદાપી મૃત્યું કે બીમારીનો ભય રહેતો નથી. હકીકતમાં મહાકાલ જ્યોતિર્લીંગને દેવતાની સાથે સાથે ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પણ પૂજાય છે. આને ઉદ્વવની કથામાં અવંતિકાના રાજાના રૂપમાં પણ પ્રતિષ્ઠિત કરાયા છે.
અવંતિકાના રાજા વૃષભસેન ભગવાન શિવના અનન્ય ભક્ત હતાં. તેઓ પોતાનો સંપૂર્ણ સમય શિવ ભક્તિમાં પસાર કરતાં હતાં. એક વખત પડોશના રાજાએ અવંતિકા પર હુમલો કરી દીધો. વૃષભસેનની સેનાએ તે હુમલાને નિષ્ફળ કરી દીધો. ત્યારે આક્રમણકારી રાજાએ એક રાક્ષસ દુશનની મદદ લીધી જેને અદ્રશ્ય થવાનું વરદાન મળેલું હતું. દુશને અવંતિકા પર ખુબ જ આતંક મચાવ્યો. આ સમયે અવંતિકાના લોકોએ ભગવાન શિવને યાદ કર્યા ત્યારે ભગવાન શિવ ત્યાં સાક્ષાત પ્રગટ થયાં અને તેઓએ અવંતિકાની પ્રજાની રક્ષા કરી. ત્યાર બાદ રાજા વૃષભસેને ભગવાન શિવને અવંતિકામાં રહેવાની અને અવંતિકાના પ્રમુખ બનવાની વિનંતી કરી. રાજાની પ્રાર્થના સાંભળી ભગવાન શીવ ત્યાં જ્યોતિર્લીંગ સ્વરૂપે પ્રગટ થયાં. ભગવાન શિવને આજે પણ ઉજ્જૈનના શાસક માનવામાં આવે છે.
મલ્લિકાર્જુન
આંધ્રપ્રદેશના કુનુર જીલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રીસેલમ જ્યોતિર્લીંગ આવેલું છે. સ્કંદ પુરાણમાં એક આખો અધ્યાય શ્રીસેલાકમંદ આ જ્યોતિર્લીંગની મહિમાનું વર્ણન કરે છે. મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે જેના અનુસાર શિવગણ નંદીએ અહીયાં તપસ્યા કરી હતી. તેઓની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને બ્રહ્મારંભના રૂપમાં દર્શન આપ્યા હતાં. આ જ્યોતિર્લીંગનું વર્ણન મહાભારતમાં પણ છે. પાંડવોએ પાંચપાંડવ લિંગની સ્થાપના અહીયાં કરી હતી. ભગવાન રામે પણ આ મંદિરનાં દર્શન કર્યા હતાં. ભક્ત પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપ પણ અહીંયા પૂજા અર્ચના કરતાં હતાં.
ભીમશંકર
મહારાષ્ટ્રમાં પુનાની નજીક ભીમશંકર જ્યોતિર્લીંગ ભમવતી નદીના કિનારે આવેલ છે. આ જ્યોતિર્લીંગ વિશે પ્રચલિત કથા આ પ્રમાણે છે. સહ્યાદ્રી અને તેના આજુ બાજુનાં લોકોને ત્રિપુરાસુર નામનો રાક્ષસ તેની આસુરી શક્તિઓથી લોકોને હેરાન કરતો હતો. આ રાક્ષસથી મુક્તિ અપાવવા માટે ભગવાન શંકર અહીં ભીમકાય સ્વરૂપે પ્રગટ થયાં અને ત્રિપુરાસુરને યુધ્ધમાં હરાવ્યાં બાદ ભક્તોના આગ્રહને કારણે તેઓ ત્યાં જ્યોતિર્લીંગ સ્વરૂપે પ્રગટ થઇ ગયાં. એવી માન્યાતા છે કે યુધ્ધ સમયે ભગવાન શંકરના શરીરમાંથી જે પરસેવો નીકળ્યો હતો તેનાથી ભીમવતી નદીનો જન્મ થયો હતો.
ઓમકારેશ્વર
મધ્યપ્રદેશમાં આવેલું આ ઓમકારેશ્વર જ્યોતિર્લીંગ નર્મદા નદીના કિનારે આવેલું છે. આ સ્થાન પર ભગવાન શિવના બે મંદિરો છે- ઓમકારેશ્વર અને મમલેશ્વર. કહેવામાં આવે છે કે દેવતાઓની પ્રાર્થનાથી આ મંદિર બે ભાગમાં છુટુ પડી ગયું હતું.
ઓમકારેશ્વરની ખાસીયત એ છે કે અહીંયાનો પર્વત ॐ ના આકારમાં દેખાય છે. આ સાથે નર્મદા નદી પણ ॐ ના આકારે વહેતી દેખાય છે. ઓમકારેશ્વરની સાથે પણ ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતાં. પૌરાણિક કથાઓ અનુસાર ઓમકારેશ્વરમાં વિધ્યાચલે પણ તપસ્યા કરી હતી.
શિવ પુરાણના અનુસાર ઓમકાર બાબા અને મમલેશ્વરજીને ઓમકારેશ્વરના સ્વામી માનવામાં આવે છે. દર સોમવારે આ બંને પોતાની પ્રજાના દુખ:સુખને જાણવા માટે નગર ભ્રમણ કરવા નિકળે છે. આ સમયે ઓમકારા ભગવાનને ગાજતાં-વાજતાં સાથે હોડીમાં બેસાડી મમલેશ્વર મંદિરવાળા ઘાટ પર લઇ જવામાં આવે છે. અને પછી અહીંથી બંને ભગવાનોની સવારી નગર ભ્રમણ માટે નિકળે છે.
કેદારનાથ
ઉત્તરાખંડમાં હિમાચલ પર્વતના ખોળામાં કેદારનાથ મંદિરનો બાર જ્યોતિર્લીંગમાં સમાવવાની સાથે ચાર ધામમાં પણ તેનો સમાવેશ થાય છે. અહીંયા પ્રતુકૂળ જળવાયુંને કારણે આ મંદિર એપ્રીલથી નવેમ્બર સુધી જ દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવે છે. પત્થરોથી બનેલ આ સુંદર મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આનું નિર્માણ વગેરે શંકરાચાર્યએ કરાવ્યું હતું.
કાશી વિશ્વનાથ
વારાણસી ભારતનું એક પ્રાચીન નગર છે. અહીંયાનું વિશ્વનાથ મંદિર પણ બાર જ્યોતિર્લીંગોમાંનું એક છે. આ મંદિર પાછળના એક હજાર વર્ષોથી અહીંયા આવેલું છે. કાશી વિશ્વનાથનું હિન્દુ ધર્મમાં એક વિશિષ્ટ મહત્વ છે. એક વખત આ મંદિરના દર્શન કરવાથી અને પવિત્ર ગંગા નદીમાં નહાવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દરેક માણસ જીવનમાં એક વખત અહીંયા દર્શન કરવા માટે આવવા માંગે છે. આ મંદિરનનાં દર્શન માટે શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ, તુલસીદાસ વગેરેનું આગમન થયેલું છે.
ત્ર્યંબકેશ્વર
નાસિક (મહારાષ્ટ્ર) માં આવેલ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સમાવેશ છે આ જ આ જ્યોતિર્લીંગની મહાન વિશેષતા છે. અન્ય બધા જ જ્યોતિર્લીંગોમાં ફક્ત ભગવાન શિવ જ બિરાજમાન છે. ગોદાવરી નદી કિનારે આવેલું આ ત્ર્યંબકેશ્વર મંદિર કાળા પત્થરોથી બનેલું છે. મંદિરનું સ્થાપત્ય અદભુત છે. આ મંદિરમાં કાલસર્પ શાંતિ, ત્રિપિંડી વિધિ અને નારાયણ નાગબલીની પૂજા થાય છે. જેને ભક્તો અલગ અલગ માનતાઓ પુરી કરવા માટે કરાવે છે.
શિવરાત્રિ અને શ્રાવણ સોમવારના દિવસે અહિંયા ઘણાં બધાં શ્રદ્ધાળુઓ કતારો બનાવીને ઊભા હોય છે, ભક્તો વહેલી સવારે નાહ્યાં પછી તેમના આરાધ્ય દેવના દર્શન કરવા માટે આવે છે. અહિંયાની એક ખાસ વાત એ છે કે કાળ સર્પ યોગ અને નારાયણ નાગ બલી નામની ખાસ પૂજા-અર્ચના પણ થાય છે. જેના કારણે અહીં આખા વર્ષ દરમિયાન ઘણાં શ્રદ્ધાળુઓ અહિંયા આવતાં હોય છે
રામેશ્વર
તમિલનાડુમાં આ જ્યોતિર્લીંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીયાં શ્રીરામે ભગવાન શંકરની પુજા કરી હતી. રાવણ સાથે યુધ્ધમાં કોઇ પાપ ન થાય તે કારણે ભગવાન રામે મંદિરમાં શિવજીની આરાધના કરી હતી. રામેશ્વર હિન્દુ ધર્મના મહત્વના તીર્થ સ્થળોમાંનું એક છે.
ધૃષ્ણેશ્વર
મહારાષ્ટ્રમાં ઔરંગાબાદની નજીક દૌલતાબાદથી 11 કિલોમીટર દૂર ધૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પણ બાર જ્યોતિર્લીંગમાંનું એક છે. ઘણા લોકો આને ધૃશ્મેશ્વરના નામથી પણ ઓળખે છે. બૌધ્ધ સાધુઓ દ્વારા નિર્માણ કરાયેલ ઇલોરાની પ્રસિધ્ધ ગુફાઓ પણ આ મંદિરની પાસે જ આવેલી છે. આ મંદિરનું નિર્માણ દેવી અહલ્યાબાઇ હોલકરે કરાવ્યું હતું. શહેરથી દૂર આવેલ આ મંદિર સાદગીથી પરિપૂર્ણ છે.
બૈદ્યનાથ
આ જ્યોતિર્લીંગ ઝારખંડના દેવધર નામના સ્થાને આવેલ છે. ઘણા લોકો આને બૈદ્યનાથ પણ કહે છે. દેવઘર એટલે દેવતાઓનુ ઘર. બૈદ્યનાથ જ્યોતિર્લીંગ અહીં આવેલું છે તે કારણે આને દેવઘર નામ મળેલ છે. આ જ્યોતિર્લીંગ એક સિધ્ધપીઠ છે. કહેવામાં આવે છે કે અહીંયા આવનાર દરેક વ્યક્તિની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. આ લિંગને કામના લિંગ પણ કહેવામાં આવે છે.
Subscribe to:
Post Comments (Atom)
જ્યોતિર્લિંગ મહિમા
ReplyDeleteદિવ્ય તેજ દિવ્ય પુંજ, સ્થંભ બની નટરાજ, વિષ્ણુ બ્રહ્મા મદ હર્યો, દેવાધી દેવ મહારાજ...
સ્થંભ પ્રતીક સમ લિંગ, જ્યોતિર્લિંગ સ્થપાય, નિજ તેજ અપાર ભર્યું, જગ જન હિત સુખાય..
શિવજી તારો મહિમા અપરમ પાર.
જ્યોતિર્લિંગ હરી તેજ અનેરૂં, વંદુ હું વારંવાર.....
પરથમ જ્યોતિ લિંગ તમારી, સોમનાથે સરકાર. ચંદ્ર તણા સૌ સંકટ કાપી, શિર ધર્યો સર તાજ...
૧
મલ્લિકર્જુન મહેર ઘણેરી, નંદી પર નટરાજ. મહાકાલેશ્વર ઓમકારેશ્વર, ઓમ પર્વત આકાર...
૨ ૩ ૪
બૈદ્યનાથ સિદ્ધનાથ શિવાલય, ભીમાશંકર ભવ તાર, રતનાકર તટ ઋચા રાવણ મુખ, રામેશ્વર સાકાર
૫ ૬ ૭
નાગેશ્વર દાસ્કાસુર હંતા, દ્વારિકા વન મોજાર, વિશ્વનાથ કાશીમાં બિરાજે, સંતો સેવે અપાર...
૮ ૯
ત્રંબકેશ્વર ત્રિદેવ સ્વરૂપે કેદારનાથ કિરતાર, ઘૂશ્મેશ્વર પ્રભુ દયા દરશાવો, "કેદાર" કરજો પાર...
૧૦ ૧૧ ૧૨
રચયિતા-
કેદારસિંહજી મે. જાડેજા.
ગાંધીધામ.
૯૪૨૬૧૪૦૩૬૫