Search This Blog

Showing posts with label ધર્મ કેલેન્ડર (ગાંધી સાહેબ ). Show all posts
Showing posts with label ધર્મ કેલેન્ડર (ગાંધી સાહેબ ). Show all posts

Tuesday, December 27, 2011

ધર્મ વાક્ય

૧ . 'ધર્મ ચર' : ધર્મ નું આચરણ કરો (આચાર ધર્મ )
૨. ' ધર્મ એ , 'જે સર્વ ને ધારણ કરે '--- ધારયતિ ઇતિ ધર્મ 
૩. ' ધર્માચરણ ' માટે , ' વિદ્યા - વિનય - પાત્રતા - ધન ' પ્રાપ્ત કરવા પડે છે .
૪.' ધર્માચરણ ' થી જ , સુખ પ્રાપ્ત થાય છે .
૫. ધર્મ થી જ , અર્થ અને કામ સિદ્ધ થાય છે .(વેદ વ્યાસજી )

ઈશ્વર ને મેં રડતા જોયા

આ જગમાં આવીને, માનવ , માનવતા વિસરતાં જોયા 
પૈસા માટે  આંખ   મીંચીને,   કાળા  ધોળા  કરતા  જોયા 
સત્યાસત્ય વિવેક ભૂલીને , સ્વાર્થ ને સત્ય સમજતા જોયા 
ભોગો  માટે દીન બની , કીડા સમ જીવન જીવતા જોયા 
સૃષ્ટી માં આવીને , સર્જનહારને ભૂલતા માનવ  જોયા 
ત્યારે સત્ય હકીકત કહું છું , ઈશ્વર ને મેં રડતાં જોયા ....(૧)

ઈશ્વરની સુંદર સૃષ્ટીમાં , વિકારી ઓને ભમતા જોયા 
રૂપ જોઇને લટ્ટુ થાતાં, વિચલિત મનના માનવ જોયા 
કોમળ કંઈ પુષ્પો ને મેં તો, વણખીલ્યે ચુંટાતા જોયા 
સુંદરતા જોઈ ના હસતાં , હણીને હર્ષિત થાતાં જોયા 
પૂજન છોડી સુંદરતા નું ,   લુંટનાર  શિકારી   જોયા 
ત્યારે સત્ય હકીકત કહું છું , ઈશ્વર ને રડતાં   જોયા....(૨)

ભાઈ ભાઈ ની ભાવના ભૂલી , ખોટા ભેદો ધરતાં જોયા 
સમાનતાની વાતો કરતાં , ઉંચ નીચ ગણનારા જોયા 
દંભ અહં જીવનમાં ભરીને , વર્તનમાં તદન ઉલ્ટા જોયા 
કામ ન કરવું નામ ધરીને , મોટા મોટા ફરતાં  જોયા 
સેવાના નામે જયારે મેં , સહુ ને મેવા જમતાં જોયા 
ત્યારે સત્ય હકીકત કહું છું , ઈશ્વર ને મેં રડતાં જોયા ....(૩)