All kinds of Rites ( Pujas ) & Astrology Work. Time :(tue-Sat)Evening 6.00 to 10.00 PM. Add: 394, Anand Nagar, Karelibaug,Vadodara-18. Phone : 0265-2492559 Cell: +91-9824429520.email ID:bhatt2172@gmail.com
Search This Blog
Saturday, December 4, 2010
વાણીશૂરા નહીં, વર્તનશૂરા બનો પૂ. રંગ અવધૂતજી
પૂ.મોટાએ હરિ ઓમ ની ધૂનથી સમગ્ર ગુજરાતને ગુંજવ્યું છે, તો બાપજીએ ત્રિદેવ (બ્રહ્ના-વિષ્ણુ-મહેશ)ને અત્રિનંદન (ભગવાન દત્તાત્રેય) રૂપે આરાધીને અદ્રિતીય પ્રદાન આપ્યું છે. બાપજીનું સર્જન એટલે અવધૂતી સાહિત્ય. ગુજરાતની અધ્યાત્મપ્રેમી જનતા માટે સાચી સાધનામાં પ્રવૃત્ત થવાની પ્રેરણા આપતું આ સત્સાહિત્ય ઉત્તમ છે. આજે સમાજને જરૂર છે, આચરણ અને કર્મઠતાની. પૂ. બાપજી સત્યના સાધક અને અલખના આરાધક હતા. બાપજી જેવા મહાપુરુષનું ગુજરાત સાથે સંબંધિત હોવું મોટા બહુભાગ્યનું પ્રતીક છે.
શ્રી દત્તપાદારવિન્દમિલિન્દ બ્રહ્નચારી પાંડુરંગ તરીકે પોતાની જાતને ઓળખાવતા એ મહાન સંતને ‘બાપજી’ કહેવાનું જ મને ગમશે, કારણ કે બ્રહ્નચારી હોવાની સાથે હું પૂજય શ્રીમદ્ રંગ અવધૂતજીને બહુ શરણભાવે સમજવામાં માનું છું. બાપજીનું સર્જન એટલે અવધૂતી સાહિત્ય. ગુજરાતની અધ્યાત્મપ્રેમી જનતા માટે સાચી સાધનામાં પ્રવૃત્ત થવાની પ્રેરણા આપતું આ સત્સાહિત્ય ઉત્તમ છે. અહીં વાત કરવી છે, શ્રી રંગ અવધૂતજી (પૂ.બાપજી)ના અધ્યાત્મવિશ્વમાં મહત્વના સ્થાનની અને એમના મનનીય સાહિત્યની.
જે પરમજ્ઞાન આપીને આ દુનિયાને સાચા વિકાસ તરફ પ્રતિબદ્ધ બનાવી શકાય છે, એવું જ્ઞાન દક્ષિણ ભારત તરફથી મળ્યું છે, એટલું બીજે ક્યાંયથી નથી મળ્યું. ભગવાન જગદ્ગુરુ શંકરાચાર્યજીથી માંડીને શ્રી રમણ મહર્ષિ જેવા અનેક સંતોની સમકક્ષ પ્રતિભાઓને આપણી આ માતૃભૂમિએ પણ જન્મ આપ્યો છે. પૂ.મોટાએ હરિîની ધૂનથી સમગ્ર ગુજરાતને ગુંજવ્યું છે, તો બાપજીએ ત્રિદેવ (બ્રહ્ના-વિષ્ણુ-મહેશ)ને અત્રિનંદન (ભગવાન દત્તાત્રેય) રૂપે આરાધીને અદ્રિતીય પ્રદાન આપ્યું છે. બાપજી જેવા મહાપુરુષનું ગુજરાત સાથે સંબંધિત હોવું મોટા બહુભાગ્યનું પ્રતીક છે. પૂ. બાપજી સત્યના સાધક અને અલખના આરાધક તો હતા જ, પરંતુ તેઓશ્રી કઇ કક્ષાના જ્ઞાનીપુરુષ હતા એ તો એમના સાહિત્યના સૂક્ષ્મ પરિચય પહેલાં હું સમજી શક્યો જ નહોતો.
ગ્રંથ એ મારા જીવનમાં સૌથી પ્રિય પુસ્તકોમાંનું એક છે અને એમાંના એક-એક સ્તક્ષેત્રમાં જે અનુભવવાણી પ્રગટ થઇ છે એનો આસ્વાદ માણીને જે આહ્લાદ મેં અનુભવ્યો છે, એને શબ્દોમાં કહેવો મુશ્કેલ છે. ‘અવધૂતી આનંદ’ના એકે-એક ભજનમાં અદ્વૈતનો જે મધુર ગુંજારવ એને તુલનાત્મક વિશ્લેષણો કે વિદ્વાનોનાં પ્રવચનો મારફતે સમજી શકાય એમ નથી. ‘શ્રી ગુરુલીલામૃત’ ગ્રંથ તો જાણે દત્તોપાસક ગુજરાતીઓ માટે ગુરુની ગરજ સારનારો પવિત્ર ધર્મગ્રંથ છે એવું લાગે છે. અને ‘શ્રી દત્તબાવની’ના પાઠથી પ્રત્યક્ષ રીતે જે લાભ મેળવ્યો છે, એ વિશે લખવામાં તો એક પુસ્તક પણ ઓછું પડે એમ છે. ‘અમર આદેશ’ પુસ્તક અને પૂજય બાપજીના જ અવાજમાં એના ઓડિયો રેકોડિ•ગનું શ્રવણ તો મારા માટે સ્વયં ભગવાન દત્ત જેવા ગુરુવરની નિશ્રામાં ભણવા મળતું હોય એવો અહેસાસ કરાવનારું બની ગયું છે.
પૂ. મહર્ષિ શ્રીમદ્ કર્દમાચાર્યજી દ્વારા પૂ. બાપજીના જ્ઞાનાત્મક સ્ત્રોતોનું જે અનુભવસિદ્ધ અર્થઘટન કરાયેલું છે એ ખૂબ ગહન ગ્રંથ રૂપે વિધ્યમાન છે. એ ઉપરાંત શ્રદ્ધેય જમિયતરામ અધ્વયું વિરચિત અને ડો. ઇન્દુભાઇ દવે દ્વારા પ્રકાશિત ગ્રંથત્રય ‘અવધૂતી મસ્તી’માંથી ઘણું માર્ગદર્શન મળ્યું છે. ભગવાન દત્તાત્રેયની ભક્તિ અને પૂજય બાપજીનું સાહિત્યિક સાંનિધ્ય સાંપડ્યું.
પૂ. બાપજીના પૂર્વકાળમાં છપાયેલ સાહિત્યમાં પણ ઘણી ઊંચી વિચારણા પ્રસ્તુત થાય છે. એમાં ૧૯૨૧માં લખાયેલ સંવાદાત્મક પુસ્તક ‘રેંટિયાનું રહસ્ય’ અને ‘સ્વરાજ કીર્તન’ ઉપરાંત, ‘અહિંસા એટલે શું?’ તથા ‘એક વિચિત્ર ઝાડ’ (૧૯૨૨), ગીતાના ૧૫મા અધ્યાયનું અર્થઘટન, ‘ભાંગનો લોટો’, ‘ઉપનિષદની વાતો’, ‘ટોલ્સટોયથી પ્રભાવિત પુસ્તકો’, ‘સદ્બોધ શતક’, ‘બાલબોધિની’, ‘બુદ્ધસંઘનો પરિચય’ અને એવા ગ્રંથો મહત્વપૂર્ણ છે.
અન્ય અધ્યાત્મલક્ષી કૃતિઓમાં ‘ઓધમાલિકા (૧૯૨૬),’ ‘વાસુદેવનામસુધા’ (૧૯૨૮), ‘નર્મદાષ્ટકમ્’, ‘પ્રશ્નોત્તરગીતા’, ‘મુક્તિસ્તક્ષેત્રમ્’, ‘પંચપદી’ (૧૯૨૯) અને ‘પત્રગીતા’ તથા ‘સંગીતગીતા’ પણ અમૂલ્ય અવધૂતી કૃતિઓ છે. ‘ગિવૉણ ભાષાપ્રવેશ-૧ અને ૨’ (૧૯૨૩-૨૪) વ્યાકરણ અને સંસ્કૃતના અમૂલ્ય ગ્રંથો છે, તો ‘વિષ્ણુપુરાણની વાતો’માં એક ઉત્તમ વાર્તાકાર તરીકે બાપજી વ્યક્ત થાય છે. ‘શ્રી રંગપત્રમંજૂષા’ જેવા ઉત્તમ પુસ્તક દ્વારા એવું અનુભવાય છે. જાણે ભગવાન પોતે જ આપણને પત્રો દ્વારા કાંઇક સમજાવતા હોય! ‘રંગતરંગ’ અને ‘દત્તયાગ પદ્ધતિ’ પણ તદ્વિષયક ભક્તો માટે અણમોલ માર્ગદર્શન રૂપ છે.
અવધૂતી સાહિત્યનો જેટલો વિસ્તાર થાય તેટલું જ માનવીય ગૌરવ વધતું જશે એવું જોઉં છું અને એટલે જ આ લખાણ લખી રહ્યો છું. પ્રવચનો, વિવરણો, ભાષણો અને વિ®લેષણો કરતાં આજે સમાજને જરૂર છે, આચરણ અને કર્મઠતાની. પૂ.શ્રી બાપજી પણ કહે છે કે, ‘વાણીશૂરા નહીં પણ વર્તનશૂરા બનો’.
બાપજીએ એક સંસ્થાની જાહેરખબર લખેલી. એમાં લખેલું કે, ‘ઉપદેશકો જોઇએ છે’ અને એ પણ એવા કે જે આચરણથી ઉદ્બોધે તેવા, બધાના શિષ્ય બનવા દોડે એવા, ઉધાર આદર્શવાદી નહીં, પણ રોકડા વાસ્તવવાદી. પૂ. બાપજી એ જાહેરખબરમાં આગળ લખે છે કે, સ્વપ્નસેવી નહીં, પણ જાગ્રતજીવી ઉપદેશકો એમને જોઇએ. જે લોકો આવા હોય એમને પગારની જિજ્ઞાસા પણ થાય? બાપજી પગારમાં આપે છે, ‘આત્મસંતોષ’, ‘અમરઆનંદ’ અને ‘શાશ્વતશાંતિ’ બાપજીની એ ઓફિસનું કાર્યાલય હંમેશાં ખુલ્લું રહે છે.
અરજી ‘અંતરના ઊંડાણમાં’ કરવા કહેલું છે અને નિશ્વય પાકો થાય ત્યારે તરત જ કામે ચઢી જવા બાપજી સૂચવે છે. જ્યાં હો ત્યાં જ હાજર થવાનું છે અને ઉરનો ઉલ્લાસ લાગે તો સમજવું કે અરજી સ્વીકૃત થઇ છે. આ અરજી પૂ. બાપજી ‘અંતરાત્મા અવધૂત’ને કરવા જણાવે છે. બાપજીના આ કાર્યાલયને ક્યારેય તાળાં નથી લાગતાં. સેવા, સદાચાર અને સ્વૈચ્છિક અનુશાસનના આ માર્ગ પર આગેકૂચ થતી રહે એ જ સાધના.
જે લોકોને સાચો માર્ગ નથી મળ્યો એમણે હજી વિચારવું જોઇએ અને એમને વિચારવા દો. આપણમાં સન્માર્ગ અને સદ્ગુરુ બંને ભળેલા છે. આપણે હજી વિચાર્યા કરીશું તો કામ ક્યારે કરીશું? આપણે કામ કરવાનું છે. આ જ સાચી શ્રદ્ધાંજલિ આપણા સૌ તરફથી પૂ. રંગ અવધૂતજી અર્પણ કરીએ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment