Search This Blog

Saturday, December 7, 2013

.ભર્તુહરિ

પોતાની પૂર્વાવસ્થામાં કરેલાં કાર્યો ઉપર તો રાજા ભર્તુહરિને પસ્તાવો થયો જ છે; અંતે વૈરાગ્યથી જ સંતોષ થયો. તેઓ કહે છે-- 
भोगा न  भुक्ता  वयमेव भुक्ता स्तपो  न   तप्तं   वयमेव   तप्ता :|
कालो न यातो वयमेव याता  स्तृष्णा न जीर्णा वयमेव जीर्णा:।।
'આપણે ભોગોને ભોગવ્યા નથી. ભોગોએ જ આપણને ભોગવી લીધા,આપણને જ સમાપ્ત કરી દીધા"ઉચ્ચ કૂળમાં જન્મ થવા છતાં પણ તેનાથી પતનનો ભય રહે છે.ધનિકોને પોતાના પુત્રથી જ ભય લાગે છે; તો પછી રાજાથી તો ભય હોય જ; એમાં તો કહેવાપણું જ શું છે ! માનમાં દીનતાનો ભય ઉત્પન્ન થતો હોય છે તો બળમાં શત્રુનો ભય પેદા થઇ જાય છે. વૃદ્ધાવસ્થાનો તો ભય પ્રસિદ્ધ જ છે.તે અવસ્થામાં મનુષ્ય ત્રણ પગે ચાલે છે. 

Friday, December 6, 2013

ભર્તુહરિ

भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालद्भयं
माने दैन्यभयं बले रिपुभयं रूपे जराया भयम् |
शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं
सर्व वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयम् ||
'ભોગોમાં રોગ ઇત્યાદિનો,કુળ માં પતનનો ,  ધનમાં રાજા (સરકાર)નો,માનમાં દીનતાનો , શક્તિમાં દુશ્મનનો, રૂપમાં ઘડપણનો,શાસ્ત્રમાં વાદ-વિવાદનો,ગુણમાં દુર્જનનો અને શરીરમાં મૃત્યુનો ભય હંમેશા હોય જ છે.આ પૃથ્વી પર મનુષ્યો માટે બધી વસ્તુઓ ભયયુકત છે. એક વૈરાગ્ય જ એવો છે.જે હંમેશા ભયરહિત છે!"

Thursday, December 5, 2013

નામજપનું રહસ્ય


જપનો મહિમા 
ભગવાન શંકર ભગવતી પાર્વતીજીને ઉદ્દેશીને કહે છે :
 जपात्  सिद्धि:  जपात्  सिद्धि: जपात् सिद्धि: वरानने | 
'હે દેવી ! જપથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે। જપથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે।  જપથી સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે.
यज्ञानां जप यज्ञोस्मि |
                                                            भगवद् गीता १०/१५  
'હે અર્જુન ! યજ્ઞો માં હું જપ યજ્ઞ છું.
ભગવાન ચૈતન્ય મહાપ્રભુ , તેમની એક માત્ર રચના શિક્ષાષ્ટકમાં કહે છે-
नाम्नामकारि निज सर्वशक्ति स्तत्रार्पिता नियमित स्मरणे न काल : |
एतादशी तव कृपा भगवन्  ममापि  दुदैवमीदशमिहाजनिनानु राग : ||
                                                                                             शिक्षाष्टक,२  
'નામમાં પ્રભુએ પોતાની પૂર્ણ શક્તિ સ્થાપિત કરી છે. સ્મરણમાં કોઈ વિધિનિષેધ નથી. છતાં હે ભગવાન ! અમારું કેવું દુર્ભાગ્ય કે એવા સર્વસુલભ સાધન તરફ અમારા હ્રદયમાં પ્રેમ જાગતો નથી."
रामनाम मनि द्वीपधर , जीह देहरी द्वार । 
तुलसी भीतर बाहेर हूँ चाहसि उजियार ॥ 
                                                                                                               बालकांड दो २३ 
' જો તમે અંદર અને બહાર,એમ બંને બાજુ પ્રકાશ ઈચ્છતા હો તો જીભરુપી ઉંબરા પર રામનામ રૂપી મણી રાખો"
    નામજપનો આવો અપરંપાર મહિમા છે.

सच्चे गुरुकी दुर्लभता

गुरवो बहव: सन्ति शिष्यवित्तापहारका : |
तमेकं दुर्लभं मन्ये शिष्यह्र्त्तापहारकम् ||
'शिष्यके धनका हरण करनेवाले गुरु तो बहुत है , पर शिष्यके ह्रदयका ताप हरण करनेवाले गुरु दुर्लभ है । 
वसिष्ठ स्मृति
* आचारहिनं  न पुनन्ति वेदा यदप्यधीता:  सह  षड्भिरङ्गै:|
छन्दांश्येनं मृत्युकाले त्यजन्ति नीडं शकुन्ता इव जातपक्षा:||
शिक्षा,कल्प,निरुक्त,छंद,व्याकरण और ज्योतिष -- इन छहो अंगोसहित अध्यन किये हुए वेद भी आचारहीन पुरुषको पवित्र नहीं करते । पंख पैदा होनेपर पक्षी जैसे अपने घोंसलेको छोड़ देता है , ऐसे ही मृत्युसमयमें आचारहीन पुरुषको वेद छोड़ देते है ।  

Sunday, December 1, 2013

ઋતુ અનુસાર દોષની ઉત્પત્તિ

हेमन्तवर्षाशिशिरेषु वयो:पित्तस्य तोयान्त निदाघयोश्च |
कफ़स्य कोप:कुसुमागमे  च  कुर्वीत यद्यद्विहितं  तथैषां || 
                                                     (योगशतक ) 
હેમંત,વર્ષા અને શિશિર ઋતુમાં વાયુનો પ્રકોપ થાય છે;(તેથી કારતક,માગશર,અષાઢ,શ્રાવણ,પોષ અને મહા માસમાં વાયુ વિરોધી ઉપચાર આદરવા જોઈએ)વરસાદના અંતે એટલે ભાદરવા,આસો માસમાં અને ગ્રીષ્મઋતુમાં પિત્તનો પ્રકોપ થાય છે.માટે તે તે ઋતુઓમાં જે ઉપચારો કહ્યા હોય તે કરવા(તે વખતે પિત્તશામક ઉપચાર કરવા;ભાદરવા માસમાં શ્રાદ્ધાદીના બહાને દૂધપાક વગેરે મિષ્ટાન્નો અને ગ્રીષ્મ ઋતુમાં સાકરયુક્ત શરબતોનો ઉપયોગ આયુષને હિતકારક જ છે.)

Friday, November 29, 2013

કબીર

ચિંતા બડી અભાગિણી ઘટે ગુણ ઔર જ્ઞાન ,
ચિંતા સે ચતુરાઈ ઘટે રંગ ઔર રૂપ;
બીના કાષ્ટ સે જલે ચિંતા ચિતા સમાન,
ચિંતા સે ચિતા ભલી કહે દાસ કબીર  .