Search This Blog

Thursday, June 13, 2013

શાબરી મંત્ર

સમર મેં જ્ઞાન વિજ્ઞાન વંત હનુમંત ધરું ધ્યાન કરું બ્યાન મહાબલ વીર કા કેશવ કહત બળવંત હનુમંત જતી કો રઘુવીર ભક્ત મેરી મેરે પરિવાર કી તોડદો જંજીર કો 

Sunday, May 12, 2013

માં ના દિવસ ના હોય એ તો જીવે ત્યાં સુધી આપણા દિવસો સારા હોય



મીઠા મધુ ને મીઠા મેહુલા રે

લોલ એથી મીઠી તે મોરી માત રે 







જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની
અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
માં ના દિવસ ના હોય એ તો જીવે ત્યાં સુધી આપણા દિવસો સારા હોય 

Tuesday, May 7, 2013

suvichar


इच्छा प्रबल बने तो उससे लोभ जन्मता है । सुन्दरता देखो तो काम जन्मता है । कडवे वाक्य से क्रोध जन्मता है । पर अहंकार कभी भी कैसे भी प्रगट हो सकता है ।
When our desires increase greed is born; seeing beauty, desire is born; from bitter words we experience anger; yet the ego can appear at any point and for any reason.

कोई भी विद्या कोई भी कला इंसान को बु़ढा नहीं होने देती । उसे सदेव जवान रखती है । 
Any form of knowledge and art does not let a man grow old; it keeps him ever young.

भरोसा रख के काम करते जाओ । यह भजन है । 
Do your work with faith; this is your bhajan (prayer).

मुख चढा कर कभी माला नहीं करना । यह माला का अपमान है । 
Never do your mala (rosary) with irritation; this is an insult to the mala.

मकान दीवारों से बने पर घर दिल से बनता है । 
A house is made of walls and a home is built with the heart.

राम कथा तीन वस्तु करती है । यह नया संदेश ले कर आती है । यह देशकाल के अनुसार उपदेश ले कर आती है । यह आदेश भी देती है । 
Ram katha does three things: It comes bearing a new message, gives advice according to the need of the time, and also gives direction.

श्रेष्ठो की भाषा अच्छी होनी चाहीये । 
The language used by the superiors should be good and appropriate.

हनुमंत तत्व आलसी नहीं बनाता ये पुरुषार्थ सिखाता है । 
Hanumant essence does not make us complacent; rather, it teaches us true effort.

सबसे अभय होना हो तो किसी का भय रखना । 
To become absolutely fearless, be fearful of one person.

बच्चों को अपने कुल की पावन मीठी परम्परा का स्मरण कराओ । 
Give your children an awareness of the sacred traditions of your family.

भगवान का जन्म आसू से होता है । 
Tears give birth to God.

Thursday, April 4, 2013

મહામૃત્યુંજય મંત્ર

ૐ હ્રૌં જૂં સઃત્ર્યમ્બકંજજામહેસુગન્ધિમ્પુષ્ટિવર્દ્ધનમ્‌ ઉર્વારુકમિવબન્ધનાત્‌ મૃત્યોર્મુક્ષીયમામૃતાત સઃજૂં હ્રૌં ૐ  


અહીં જાણો, કેટલી સંખ્યામાં શિવના આ મહામંત્રને બોલવાથી કે જપ કરવાથી જીવનમાં ફેરફાર થઈ શકે છે. –

- મહામૃત્યુંજય મંત્રના એક લાખ જપ કરવાથી શરીર પવિત્ર થઈ જાય છે. પછી કોઈ રોગ, દોષ પણ લાગતો નથી. 

- મંત્રના બે લાખ જપ પૂરા થવાથી પૂર્જન્મની વાતો યાદ આવી જાય છે. 

- મંત્રના ત્રણ લાખ જાપ પૂરા કરવાથી બધી મનગમતી સુવિધા અને વસ્તુઓ મળી જાય છે.

- ચાર લાખ મંત્ર જપ કરવાથી ભગવાન શિવ સપનોમાં દર્શન આપે છે. 

- પાંચ લાખ મહામૃત્યુંજય મંત્ર પૂરા થતા જ ભગવાન શિવ તરત જ ભક્તની સામે પ્રગટ થઈ જાય છે

Wednesday, April 3, 2013

જીવન સાર

* જીવન માં એટલા નરમ ન થાઓ કે લોકો તમને ખાઈ જાય 
*જીવન માં એટલા ગરમ ન થાઓ કે લોકો તમને અડી પણ ના શકે 
* જીવન માં એટલા સરળ ન થાઓ કે લોકો તમને મુર્ખ બનાવી દે 
* જીવન માં એટલા અતડા ન થાઓ કે લોકો તમને મળી ન શકે 
* જીવન માં એટલા ગંભીર ન બનો કે લોકો તમારા થી કંટાળી જાય 
* જીવન માં એટલા છીછરા ન બનો કે લોકો તમને ગણકારે નહિ 
* જીવન માં એટલા મોંઘા ન બનો કે લોકો તમને બોલાવી ન શકે 
* જીવન માં એટલા સસ્તા ન બનો કે લોકો તમને નચાવ્યા કરે 
જીવન માં પોતે જ પોતાને દંડિત સજા કરવાનું કેળવે તો જીવનદિવ્ય બની જાય અને જીવનમુલ્યો નો વિકાસ  થાય 


સુવિચાર

સમજણ - વિવેક નો ઉપયોગ પ્રત્યેક સુખ ની ચાવી છે 
જીવન જીવી જાણવા માટે છે મારવા માટે નહિ 

Friday, March 22, 2013

મુર્ખ માણસ ના લક્ષણ

મુર્ખ માણસ ના પાંચ લક્ષણ છે અભિમાન , અભદ્ર શબ્દ નો ઉપયોગ , ક્રોધ , હું જ સાચો છુ એવો દૃઢ આગ્રહ અને બીજા જે કંઈ કહે તેનો અનાદર કરવો