Search This Blog

Wednesday, October 30, 2013

ભૂમી નો મહિમા


કાશી જ્ઞાન ભૂમિ છે 
અયોધ્યા વૈરાગ્ય ભૂમિ 
વૃંદાવન પ્રેમ ભૂમિ છે

સુવાક્ય


પાપ નો નાશ ભોગવવા થી જ થાય છે  
ગતં  ન શોચ્યમ

ઓન ધ બીટ્સ

ઓન ધ બીટ્સ 
"બહાર થી જ ફક્ત ઝગમગાટ લાગે છે 
                  ને ભીતરે તો સદી જુનો કાટ લાગે છે "
                   (એસ.એસ.રાહી )"ankit trivedi gujaratsamachar satdal purti "

તથ્ય

સંબધોમાં પ્રશ્નો સાથી ઓનો મત અલગ હોવાને કારણે નથી થતાં પરંતુ સાથીઓ જયારે એકબીજાનો મત સમજવા નથી માંગતા અથવા પોતાનો મત થોપવા માંગે ત્યારે થાય છે 
         (ગુજરાત સમાચાર શતદલ પૂર્તિ )

Tuesday, October 29, 2013

સુવિચાર

ભક્તિ માં હંમેશાં લોભ રાખો અને  ભોગ માં હંમેશા સંતોષ રાખો 

Monday, October 28, 2013

આચાર્ય નો ઉપદેશ

આચાર્ય નો ઉપદેશ

सत्यं वद । સત્ય બોલો 
धर्म चर | ધર્મ નું આચરણ કરો 
स्वाध्यायान्भा प्रमद: | નિત્ય અધ્યયન કરવાનું હોય તેમાં , નિત્ય વિદ્યા ભણવામાં પ્રમાદ ન કરો
मातृदेवो भव | માતા ને દેવ સમાન ગણી ને વર્તો
पितृदेवो भव । પિતાને દેવ સમાન ગણી ને ચાલો
आचार्यदेवो भव । આચાર્ય ને - ગુરુને દેવ સમાન ગણી તેમનો આદર કરો - તેમની આજ્ઞા માનો
अतिथिदेवो भव । ઘેર આવી ચડેલા કોઈ પણ મનુષ્યનો દેવ ની જેમ આદર - સત્કાર કરો 
यानि अनवद्यानि कर्माणि तानि सेवितव्यानि | नो इतराणि |
જે કર્મો નિર્દોષ હોય,નિષ્પાપ હોય,સર્વને માટે હિતકર હોય,તેવાં કર્મો કરવાં જોઈએ,એથી વિરુદ્ધ નાં કર્મો ન કરવાં જોઈએ। ....

ભજન

તારો લોટો ને મારી થાળી (2)
હેજી એવી જીવન માં થઇ છે મારા મારી (2)
                       તારો લોટો ને મારી થાળી।.............
નાના મટી તમને મોટા બનાવ્યા 
ભણાવી ગણાવી તમને સાહેબ બનાવ્યા 
હેજી એને બઈરી મળી છે કજીયાળી (2)
                      તારો લોટો ને મારી થાળી। ..............
નાના હતા ત્યારે સૌનું કહ્યું માનતા 
પરણ્યા પછી માં બાપ ને મારતા 
હેજી એવી કળિયુગ ની છે બલિહારી (2)
                     તારો લોટો ને મારી થાળી। ................
નાના હતા ત્યારે સેવા માહી લાગતા 
પરણ્યા પછી તેઓ સૌને દુભાવતા 
હેજી એતો પૈસા ની લીલા છે ન્યારી (2)
                     તારો લોટો ને મારી થાળી। .............
જલ્દી જે સમજ્યા તેના ઝઘડાં છે જુઠા 
સમજ્યા નથી તેને લાગે છે મીઠડાં 
હેજી એને જીન્દગી લાગે છે અંતે ખારી (2)
                    તારો લોટો ને મારી થાળી। ...........