Search This Blog

Sunday, January 6, 2013

પાઠ કેવી રીતે થાય

કોઈ પણ પાઠ અથવા મંત્ર કરવા માટે ભાવ શુદ્ધિ અને ભાષા શુદ્ધિ બન્ને જોઈએ એટલે જયારે પાઠ કરો ત્યારે કેવળ ભાવ શુદ્ધ નહિ , ભાષા શુદ્ધિ પણ જોઈએ એટલે તમારે મંત્ર નો પાઠ જપ કરવાનો હોય તો કેવું ધ્યાન રાખવાનું ! આપણે ત્યાં એક બહુ મોટા વ્યાકરણકાર થયાં પાણિની ,તમે બધાં એ નામ સાંભળ્યું હશે ? ન સાંભળ્યું  હોય તો આશ્ચર્ય કહેવાય.આ  ત્રણ મુનિ નું નામ બધા સાંભળવું જોઈએ યાદ રાખવું જોઈએ
                   वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिम् |
                  पाणिनिं सूत्रकारं च प्रणतोस्मि मुनित्रयम्  ||
એમાં પાણિની નામનાં મુનિ એ પાણિની શિક્ષા લખી. એમાં એમણે આ નિયમ લખ્યો કે પાઠ કરવાનો હોય તો કેવી રીતે કરવાનો તમારે કઈ વસ્તુ નું ધ્યાન રાખવાનું. તો કહે છે - गीती शीघ्री शिर : कम्पी तथा लिखितपाठका : || આ છ પ્રકારના પાઠ કરવાવાળા અધમ કહેવાય. કોણ - गीती એટલે કેટલાક લોકો પાઠ કરતા હોય ત્યારે લાંબા - લાંબા રાગડા તાણે એવી રીતે પાઠ કરાય નહિ. તમારે હનુમાન ચાલીસા નો પાઠ કરવાનો હોય ત્યારે જ .... ય ....એમ લાંબુ લાંબુ ગવાય નહિ, કેટલાક લોકો  शीघ्री એટલે એટલું જલદી - જલદી બોલે કે વચ્ચે નાં શબ્દ ખાઈ જાય.એટલું જલ્દી ન બોલો કે વચ્ચે ના શબ્દ ખલાસ થઇ જાય. शिर : कम्पी- કેટલાક લોકો પાઠ કરે ત્યારે માથું હલાવતા હોય જાણે હનુમાનજી તેના શરીર માં જ આવી ગયા હોય એમ માથું ધુણાવતા પાઠ  ન થાય ,   लिखितपाठका : વીસ વરસ થી પાઠ કરતા હોય પણ ચશ્માં ચઢાવી ને જોઈ જોઈ ને બોલતો હોય . તે ના થાય 

Saturday, January 5, 2013

અખો

ઝીણી માયા ને છાની છરી મીઠી લાગે ત્યારે મારે ખરી 
વળગી પછી અળગી નવ થાય જ્ઞાની માણસ ને અંદર થી ખાય 
વળી જો કોઈ ને જ્ઞાન ઊપજે તો મીઠી થઇ ને ભેળી ભજે 
અખા જે હોય ત્યજવા જોગ માયા તેનો જ કરાવે ભોગ 

Wednesday, January 2, 2013

नूतन वर्षा अभिनन्दन

आयुरारोग्य मेश्वर्यम् विद्या लाभ: सुखञ्जय : 
कीर्तिर्मनोरथ श्चास्तु नूतन वर्षं शुभं तव  

Tuesday, December 11, 2012

हिमालयं समारभ्येत यावद् इन्दु सरोवरम् |
तंदेव  निर्मित्तं   देशं   हिन्दुस्थानं  प्रचक्षते  || 

Monday, December 10, 2012

જીતવા માટે કોઈ ચીજ હોય તો પ્રેમ 
પીવા માટે કોઈ ચીજ હોય તો ક્રોધ 
ખાવા માટે કોઈ ચીજ હોય તો ગમ 
દેવા માટે કોઈ ચીજ હોય તો દાન 
દેખાડવા માટે કોઈ ચીજ હોય તો દયા 
લેવા માટે કોઈ ચીજ હોય તો જ્ઞાન 
કહેવા માટે કોઈ ચીજ હોય તો સત્ય 
રાખવા માટે કોઈ ચીજ હોય તો ઈજ્જત 
ફેક્વાં માટે કોઈ ચીજ હોય તો ઈર્ષા 
મુકવા માટે કોઈ ચીજ હોય તો મોહ 
જગત જયારે જયારે મને નડતું રહે છે ત્યારે ત્યારે મને મારા માં કંઈક  જડતું રહે છે 

Sunday, December 9, 2012

पुण्य की आश क्या करे जो पाप को पाप नहीं कहेते ।
अरे ! वे पडोसी को चाचा क्या कहेंगे जो बाप को बाप नहीं कहेते ।।