Search This Blog

Friday, October 19, 2012

सुवाक्य


प्रार्थना और ध्यान दोनों ही इन्सान के लिए जरुरी हें 
प्रार्थना में : भगवान आपकी बात सुनते हे 
ध्यान में : आप भगवान की बात सुनते हें 

Thursday, October 18, 2012

ભજન

કઠણ ચોટ  છે કાળ ની મરણ મોટેરો માર 
કંઈક રાજા ને કંઈક રાજવી છોડી ચાલ્યા ઘરબાર 
                                          હેતે હરી નો રસ પીજીએ 
હે,,,સંસાર ધુમાડા ના બાચકા રે સાથે આવે નહિ કોઈ 
રંગ પતંગ નો ઉડી જશે હરે જેમ આંકડા નો થોર 
                                          હેતે હરી નો રસ પીજીએ 
હે,,,કોના છોરું  ને કોના વાછરું રે કોના માં ને રે  બાપ 
અંત કાળે જાવું એકલું સાથે આવશે પુણ્ય ને પાપ 
                                         હેતે હરી નો રસ પીજીએ 
હે,,,માળી વીણે રૂડા ફૂલડાં રે કડીયો કરે વિચાર 
આજનો દિન રળિયામણો હારે કાલે આપણા શીર 
                                         હેતે હરી નો રસ પીજીએ 
જાયા તે તો સર્વે જશે નથી કાયા રહેનાર 
મારનારા ને તમે શું રે રૂવો રોનારા નથી રહેનાર 
                                         હેતે હરી નો રસ પીજીએ 
ધીરો રમે રંગ મહેલ માં રે રમે દિવસ ને રાત 
હું મારૂં મીથ્યા કરો હારે રમો પ્રભુ ની સંગાથ 
                                         હેતે હરી નો રસ પીજીએ 

Tuesday, October 16, 2012

મારા પિતાશ્રી લલીતભાઈ દ્વારા ગવાયેલું ભજન

દુનિયા ને આરે એક સર્જન ઘડાયું 
                     એનો ઘડનારો સર્જન હાર રે 
હે ના કોઈ ચાવી એને ના કોઈ કરામત 
                           ચલાવનારો અણજાર રે
પાંચ તત્વ નું એણે  તનડું  બનાવ્યું 
           અને હાડ ચામ લોહી ના મસાલાજી
હે જેવા જેના કર્મો તેના તેવાજ ઘાટો 
                          ઘડતો ચાકડે રામજી ......દુનિયા ને 
મનના મંદિરે મારો આતમ પુરાણો 
                 એણે પ્રગટાવી પ્રેમ ની જ્યોત રે 
હે સુખ દુખ ના એમાં સાથીયા પુરાણા 
                રંગો ની મીલાવટ અણેરી રે .....દુનિયા ને 
સ્નેહી સગાં ના એણે સોગઠાં બનાવ્યા 
              અને બ્રહ્મા એ માંડી રમત જી 
હે આરે જુગઠા માં મારો આતમ મુજાણો 
                     કોને  જીતું ને કોને હારું રે ....દુનિયા ને  

સુવિચાર


knowledge leads to unity ignorance to diversity 
જ્ઞાન એકતા અજ્ઞાનતા  વિવિધતા તરફ દોરી જાય છે
                sri ramakrishna શ્રી રામકૃષ્ણ

Saturday, October 13, 2012

ગોતે તે પોતે

1 માણસ જેને , શોધે - ખોજે છે , તે પોતે જ છે (ઈશ્વર નો અંશ છે ) માણસ પરમેશ્વર ને ખોજે છે . જે શોધે છે ખોજે છે તે તેની અંદર જ હોય છે બહાર નહિ 

Friday, October 12, 2012

ચિંતન કેલેન્ડર ભાગ - 1 માનસ ચિંતન 
ચિંતન કેલેન્ડર ભાગ - 2 " ધાર્મિક - આધ્યાત્મિક " ચિંતન 





નું સંકલન કરનાર શ્રી કે . એ .ગાંધી સાહેબ ના નિવાસ સ્થાને આ અમૂલ્ય ચિંતન નું વિમોચન કરવા નો મને અવસર પ્રાપ્ત થયો તે શ્રી રામ કૃષ્ણ ની મારા ઉપર કૃપા દ્રષ્ટિ તે માટે ઈશ્વર ને ધન્યવાદ અને ગાંધી સાહેબ તેમના ચિંતન ને વધુ આગળ ધપાવે એવી પ્રભુ પાસે અભ્યર્થના 

Saturday, September 29, 2012

મારા પિતાશ્રી

મારા પિતાશ્રી
જેમનો તા /28/9/2012 ના રોજ કૈલાશ વાસ થયો છે
શિવ સદા એમના સાનિધ્ય માં રાખે તેવી શાશ્વત પ્રાર્થના